/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Maharashtra-BJP.jpg)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપ - (Express file photo by Sankhadeep Banerjee)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 November 2024, આજના તાજા સમાચાર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર બે અઠવાડિયા બાકી છે. નામાંકન બાદ તમામ પક્ષોએ તેમના અધિકૃત ઉમેદવારો સામે બળવાખોર વલણ દાખવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પણ બુધવારે બળવો કરનારા 40 નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીએ 37 બેઠકો પર ઉમેદવારો સામે લડી રહેલા બળવાખોરો વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. આ હકાલપટ્ટી પાછળ પાર્ટીનો ઉદ્દેશ્ય શિસ્ત જાળવવાનો અને ચૂંટણીમાં બળવાની વૃત્તિને રોકવાનો છે. આ નિર્ણય સાથે ભાજપે અન્ય નેતાઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે અનુશાસન સહન કરવામાં આવશે નહીં.
જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ નક્કી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવતા જ વૈશ્વિક નેતાઓએ અભિનંદન પાઠવવાનું શરું કર્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે મારા મિત્રને હાર્દિક અભિનંદન તમારી ઐતિહાસિક ચૂંટણી જીત પર. જેમ જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓ પર નિર્માણ કરો છો, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને નવીકરણ કરવા માટે આતુર છું. ચાલો સાથે મળીને આપણા લોકોના ભલા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ.
જ્યારે ભાજપ-આરએસએસ બંધારણ પર હુમલો કરે છે, ત્યારે તેઓ ભારતના અવાજ પર હુમલો કરે છે: રાહુલ ગાંધી
મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજિત 'સંવિધાન સમ્માન સંમેલન'ને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે આરએસએસ અને ભાજપના લોકો આના (બંધારણ) પર હુમલો કરે છે, ત્યારે તેઓ માત્ર આ પુસ્તક (બંધારણ પુસ્તક) પર જ હુમલો કરી રહ્યા નથી, તેઓ ભારતના અવાજ પર હુમલો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આપણી સંસ્થાઓ બંધારણથી બનેલી છે. જો બંધારણના હોય તો કોઇ ચૂંટણી પંચ નહીં હોય. આરએસએસ તેના પર (બંધારણ) સીધો હુમલો ન કરી શકે. જો તેઓ આગળ આવશે અને તેની સામે લડશે તો તેઓ 5 મિનિટમાં હારી જશે. તેઓ વિકાસ, પ્રગતિ અને અર્થવ્યવસ્થા, તે આ શબ્દોની પાછળ છુપાવીને હુમલો કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનો પહેલો ઉદ્દેશ દેશમાં જાતિની વસ્તી ગણતરી કરવાનો છે.
- Nov 06, 2024 23:39 IST
Today News Live : આખી દુનિયા મોદીને પ્રેમ કરે છે, ચૂંટણી જીત પછી ડોનાલ્ડ ટ્ર્મ્પની પીએમ મોદી સાથે ખાસ વાતચીત
અમેરિકાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો. તેમણે ટ્રમ્પને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વિશેની માહિતી આપી છે. તેમણે ટ્રમ્પને પોતાના બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યા છે.
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે આજે રાષ્ટ્રપતિ મિત્ર ટ્રમ્પ સાથે શાનદાર વાતચીત થઈ. તેમની અદભૂત જીત બદલ તેમને અભિનંદન. અમે ફરી એક વાર સાથે કામ કરવા માટે તૈયાર છીએ, ફરી ટેક્નોલોજી, ડિફેન્સ અને સ્પેસના ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારી વધારીશું. ટ્રમ્પ તરફથી પણ પીએમ મોદીની પ્રશંસા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પીએમ મોદી સાથે થયેલી વાતચીત અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે આખી દુનિયા મોદીને પ્રેમ કરે છે. ભારત એક મહાન દેશ છે, પીએમ મોદી એક અદ્ભુત નેતા છે. હું પીએમ મોદી અને ભારતને મારા સાચા મિત્ર માનું છું.
- Nov 06, 2024 21:32 IST
Today News Live : સુરતમાં વધુ એક આગની ઘટના, 2 ના મોત
સુરતમાં વધુ એક આગની ઘટના બની છે. શહેરના ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના સામે આવી હતી. આગને પગલે 2 મહિલાના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
- Nov 06, 2024 20:06 IST
Today News Live : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. પાર્ટીએ શેખ હસીના અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. અવામી લીગે ટ્વિટ કર્યું હતું કે બાંગ્લાદેશ અવામી લીગના પ્રમુખ શેખ હસીનાએ ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શેખ હસીનાએ જણાવ્યું કે તેમની પ્રચંડ ચૂંટણી જીત નેતૃત્વ કુશળતા અને અમેરિકન લોકો દ્વારા તેમનામાં મૂકવામાં આવેલા અપાર વિશ્વાસનો પુરાવો છે. શેખ હસીનાએ વડા પ્રધાન તરીકેની તેમની ઘણી મુલાકાતો અને ટ્રમ્પ સાથેની વાતચીતને યાદ કરી હતી.
- Nov 06, 2024 18:04 IST
Today News Live : જ્યારે ભાજપ-આરએસએસ બંધારણ પર હુમલો કરે છે, ત્યારે તેઓ ભારતના અવાજ પર હુમલો કરે છે: રાહુલ ગાંધી
મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજિત 'સંવિધાન સમ્માન સંમેલન'ને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે આરએસએસ અને ભાજપના લોકો આના (બંધારણ) પર હુમલો કરે છે, ત્યારે તેઓ માત્ર આ પુસ્તક (બંધારણ પુસ્તક) પર જ હુમલો કરી રહ્યા નથી, તેઓ ભારતના અવાજ પર હુમલો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આપણી સંસ્થાઓ બંધારણથી બનેલી છે. જો બંધારણના હોય તો કોઇ ચૂંટણી પંચ નહીં હોય. આરએસએસ તેના પર (બંધારણ) સીધો હુમલો ન કરી શકે. જો તેઓ આગળ આવશે અને તેની સામે લડશે તો તેઓ 5 મિનિટમાં હારી જશે. તેઓ વિકાસ, પ્રગતિ અને અર્થવ્યવસ્થા, તે આ શબ્દોની પાછળ છુપાવીને હુમલો કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનો પહેલો ઉદ્દેશ દેશમાં જાતિની વસ્તી ગણતરી કરવાનો છે.
- Nov 06, 2024 15:27 IST
Today News Live : પાર્ટી સાથે બગાવત ઉપર ભાજપ કડક, મહારાષ્ટ્રમાં 40 નેતાઓને હાંકી કાઢ્યા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર બે અઠવાડિયા બાકી છે. નામાંકન બાદ તમામ પક્ષોએ તેમના અધિકૃત ઉમેદવારો સામે બળવાખોર વલણ દાખવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પણ બુધવારે બળવો કરનારા 40 નેતાઓ સામે કડક કાર્યવાહી કરી છે અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીએ 37 બેઠકો પર ઉમેદવારો સામે લડી રહેલા બળવાખોરો વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. આ હકાલપટ્ટી પાછળ પાર્ટીનો ઉદ્દેશ્ય શિસ્ત જાળવવાનો અને ચૂંટણીમાં બળવાની વૃત્તિને રોકવાનો છે. આ નિર્ણય સાથે ભાજપે અન્ય નેતાઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે અનુશાસન સહન કરવામાં આવશે નહીં.
- Nov 06, 2024 14:14 IST
Today News Live : જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદ
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ નક્કી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવતા જ વૈશ્વિક નેતાઓએ અભિનંદન પાઠવવાનું શરું કર્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે મારા મિત્રને હાર્દિક અભિનંદન.. તમારી ઐતિહાસિક ચૂંટણી જીત પર. જેમ જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓ પર નિર્માણ કરો છો, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને નવીકરણ કરવા માટે આતુર છું. ચાલો સાથે મળીને આપણા લોકોના ભલા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ.
https://twitter.com/narendramodi/status/1854075308472926675
- Nov 06, 2024 13:53 IST
Gujarati News 6 November 2024 LIVE: રાહુલ ગાંધી આજે વિદર્ભથી મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે. રાહુલ અહીં “બંધારણ પરિષદ”માં ભાગ લેશે. આ પછી તે કેટલીક બેઠકોમાં ભાગ લેશે અને અહીં મહા વિકાસ અઘાડી (MVA)ની ચૂંટણી ગેરંટી જાહેર થઈ શકે છે. નાગપુરની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે RSSનું મુખ્યાલય છે અને અહીં જ ડૉ. બી.આર. આંબેડકરે 1956માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. નાગપુર વિદર્ભ ક્ષેત્રમાં છે જે મહારાષ્ટ્રના રાજકારણની દિશા નક્કી કરે છે. અહીં 76 સીટો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, મહાયુતિ (ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની NCP) અને MVA (કોંગ્રેસ, શરદ પવારની NCP, ઉદ્ધવ ઠાકરેની શિવસેના) વચ્ચે જોરદાર લડાઈ છે. વિધાનસભા ચૂંટણીમાં મુંબઈમાં 36 સીટો પર જંગ છે. મુંબઈની કુલ 36 વિધાનસભા બેઠકો માટે 420 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. લોકસભા ચૂંટણીમાં MVAનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. જોવાનું એ રહે છે કે આ વખતે શું થશે?
- Nov 06, 2024 13:40 IST
Today News Live : જીત બાદ પહેલીવાર સમર્થકો વચ્ચે પહોંચ્યા ટ્રમ્પ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ફોક્સ ન્યૂઝ અનુસાર રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 277 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ બહુમતથી ઘણા પાછળ છે. AFP અનુસાર, જીત બાદ પોતાના પહેલા સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને 'ઈતિહાસ રચાયો'.
- Nov 06, 2024 11:51 IST
Today News Live : અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામમાં ક્યાં કોણ મારી બાજી
તાજેતરના મત ગણતરીના ડેટા અનુસાર, હેરિસ પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિન રાજ્યોમાં આગળ છે, જ્યારે ટ્રમ્પ જ્યોર્જિયામાં આગળ છે. કમલા હેરિસ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા, વર્જિનિયા કોલોરાડોમાંથી ચૂંટાઈને જીત્યા છે. તેઓએ કેલિફોર્નિયા, ઓરેગોન અને વોશિંગ્ટન પણ જીત્યા, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કેરોલિના, આયોવા, મોન્ટાના, મિઝોરી અને ઉટાહ જીત્યા.
- Nov 06, 2024 10:03 IST
Today News Live : ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ દેશના સંરક્ષણ પ્રધાનને હટાવ્યા
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ દેશના સંરક્ષણ મંત્રીને બરતરફ કરી દીધા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે અચાનક દેશના લોકપ્રિય સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટને બરતરફ કરવાની જાહેરાત કરી હતી. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન નેતન્યાહુ અને ગેલન્ટ વચ્ચે ઘણી વખત મતભેદો સર્જાયા છે. જોકે, નેતન્યાહુએ તેમને બરતરફ કરવાનું ટાળ્યું હતું.
ગયા વર્ષે માર્ચમાં જ્યારે પીએમ નેતન્યાહૂએ ગેલન્ટને ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમના પગલા વિરુદ્ધ દેશમાં દેખાવો થયા હતા. લિકુડ પાર્ટીમાં લાંબા સમયથી પ્રતિસ્પર્ધી રહેલા ગેલન્ટને ઇઝરાયેલના વિદેશ મંત્રી ઇઝરાયેલ કાત્ઝ દ્વારા બદલવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, પોર્ટફોલિયો વગરના મંત્રી ગિદિયોન સા'આર કાત્ઝનું સ્થાન લેશે.
- Nov 06, 2024 09:46 IST
Today News Live : શેરબજારમાં લાભ પાંચમ: સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો, આઈટી શેરમાં તેજી
શેરબજારમાં લાભ પાંચમના દિવસે સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79476 સામે આજે બુધવારે 295 પોઇન્ટના ઉંચા ગેપમાં 79771 ખુલ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં મજબૂતીથી સેન્સેક્સ વધીને ઉપરમાં 79800ની સપાટી કુદાવી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 24213 પાછલા બંધ સામે ઉચા ગેપમાં આજે 24308 ખુલ્યો હતો. નિફ્ટી આઈટી 300 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.
- Nov 06, 2024 09:44 IST
Today News Live : ટ્રમ્પને બંપર બઢત, 200 સીટો પર ચાલી રહ્યા છે આગળ
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી શરુ થઈ ગઈ છે. એડિસન રિસર્ચ અનુસાર જોર્જિયામાં અંદાજીત 61.7 ટકા વોટ પડ્યા છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આમાંથી 52.7 ટકા મત મેળવવામાં સફળ રહ્યા છે જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને 46.7 ટકા વોટ મળ્યા છે. શરુઆતી વલણમાં ડોનાલ્ડ ટ્રમ્પ 200 સીટો ઉપર આગળ ચાલી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે 270 ઇલેક્ટ્રોરલ વોટની જરૂર હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us