/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/vinesh-phogat-bajrang-punia-joining-congress.jpg)
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા રેસલર્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 6 September 2024, આજના તાજા સમાચાર: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા રેસલર્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ, પાર્ટીના નેતા પવન ખેડા, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાન અને હરિયાણાના AICC પ્રભારી દીપક બાબરિયાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.
PM મોદીએ 'વોટર કન્ઝર્વેશન પબ્લિક પાર્ટિસિપેશન ઇનિશિયેટિવ' લોન્ચ કર્યું, કહ્યું- જળ સંરક્ષણ માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે
વડાપ્રધાને ગુજરાતમાં જળ સંચય, જનભાગીદારી પહેલ શરૂ કરી. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે 'આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતની ધરતીથી શરૂ થઈ રહી છે. જલ શક્તિ મંત્રાલયે આ પહેલ શરૂ કરી છે. તાજેતરના દિવસોમાં દેશના ખૂણે-ખૂણે ભારે વરસાદે તબાહી મચાવી છે. દેશનો ભાગ્યે જ કોઈ એવો ભાગ હશે જેણે આ કુદરતી આફતને કારણે સંકટનો સામનો ન કર્યો હોય. આ વખતે ગુજરાતને પણ ભારે સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ કુદરતી આફતના સમયમાં આપણી મદદ કરવા માટે આપણા તમામ તંત્રમાં પણ એટલી ક્ષમતા નથી, પરંતુ ગુજરાતના લોકોને અને અન્ય દેશવાસીઓને આ આદત છે કે સંકટના સમયે દરેક વ્યક્તિ ખભે ખભા મિલાવીને ઉભા રહે છે.
કોલકાતાની ઘટનામાં CBI બાદ EDની એન્ટ્રી
કોલકાતાની ઘટનામાં CBI બાદ EDની એન્ટ્રી થઈ છે. EDએ પૂર્વ આરજી કર પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘર પર દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED હાલમાં ત્રણ સ્થળોએ દરોડા પાડી રહી છે, જેમાં હાવડા, સોનાપુર અને હુગલીનો સમાવેશ થાય છે. સંદીપ ઘોષના સંબંધીઓનું હુગલીમાં ઘર છે, તેથી ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મોટી વાત એ છે કે સંદીપ ઘોષ હાલમાં CBIના રડાર પર છે, તેમની ઘણા દિવસોથી પૂછપરછ ચાલી રહી છે.
શેરબજાર: સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખુલ્યા
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 82201 પાછલા બંધ સામે શુક્રવારે નજીવા ઘટાડે 82171 લેવલ પર ખુલ્યા હતા. તો એનએસઇ નિફ્ટી 26146 પાછલા બંધ સામે આજે 26093 ખુલ્યા છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં બેન્કિંગ શેર સૌથી વધુ ડાઉન હતા. એમસીએક્સ ગોલ્ડ સિલ્વર વાયદા સુધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન માર્કેટમાં મિશ્ર વલણ હતું.
- Sep 06, 2024 23:06 IST
Today Live News : કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિનેશ ફોગાટ જુલાનાથી અને ભૂપિન્દર સિંહ હુડ્ડા ગઢી સાંપલા-કિલોઈથી ચૂંટણી લડશે.
#HaryanaPolls2024 | कांग्रेस ने आगामी हरियाणा विधानसभा चुनाव के लिए अपने उम्मीदवारों की पहली सूची जारी की।
विनेश फोगाट जुलाना से और भूपिंदर सिंह हुड्डा गढ़ी सांपला-किलोई से चुनाव लड़ेंगे। pic.twitter.com/RxBbizlLpE— ANI_HindiNews (@AHindinews) September 6, 2024
- Sep 06, 2024 21:12 IST
Today Live News : ઉત્તર પ્રદેશમાં બસ અને મેક્સ પીકઅપ વચ્ચે અકસ્માત, 11 લોકોના મોત
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં પૂરપાટ ઝડપે આવતી બસે પીકઅપ વાનને ટક્કર મારી હતી. પીકઅપમાં લગભગ 35 લોકો હતા, જેમાંથી 11 લોકોના કરૂણ મોત થયા છે અને 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણકારી મળતા જ પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંબંધીની તેરમી બાદ લોકો પિકઅપમાં પર ઘરે પરત ફરી રહ્યા હતા. હાથરસના કોતવાલી ચાંદપા વિસ્તારના કપુરા પાસે નજીક એક રોડવેઝ બસ મેક્સ પીકઅપ સાથે ટકરાઇ હતી.
- Sep 06, 2024 19:40 IST
Today Live News : કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું - હાલ વાતચીત ચાલી રહી છે
હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે સંભવિત ગઠબંધન અંગે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે હાલ વાતચીત ચાલી રહી છે. અમને આશા છે કે દેશના હિતમાં ગઠબંધન થશે. અમે દરેક સંભવ પ્રયાસો કરી રહ્યા છીએ.
https://twitter.com/AHindinews/status/1832039607862776068
- Sep 06, 2024 17:49 IST
Today Live News : પેરિસ પેરાલિમ્પિક : પ્રવીણ કુમારે હાઇ જમ્પ ટી64માં ગોલ્ડ જીત્યો
પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. ભારતના પ્રવીણ કુમારે શુક્રવારેના પુરુષોની હાઇ જમ્પ ટી 64 ઇવેન્ટમાં એશિયન રેકોર્ડ તોડ્યો હતો અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નોઈડાના 21 વર્ષીય પ્રવીણ કુમારે 6 જમ્પર ફિલ્ડમાં 2.08 મીટરનો સિઝનની સર્વશ્રેષ્ઠ જમ્પ લગાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. પ્રથમ વખતે ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં 6 મેડલ મેળવ્યા છે. આ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ મેળવ્યા હતા.
- Sep 06, 2024 16:54 IST
Today Live News : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી, અમિત શાહે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
જમ્મુ કાશ્મીર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર બીજેપી ચીફ રવિન્દર રૈના અને પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
#WATCH जम्मू, जम्मू एवं कश्मीर: केंद्रीय गृह मंत्री अमित शाह ने आगामी राज्य विधानसभा चुनावों के लिए भाजपा का घोषणापत्र जारी किया।
इस दौरान जम्मू-कश्मीर बीजेपी प्रमुख रविंदर रैना और पार्टी के अन्य नेता भी मौजूद रहे। pic.twitter.com/aRuMa6MLka— ANI_HindiNews (@AHindinews) September 6, 2024
- Sep 06, 2024 15:40 IST
Today Live News : રેસલર્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા રેસલર્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ, પાર્ટીના નેતા પવન ખેડા, હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાન અને હરિયાણાના AICC પ્રભારી દીપક બાબરિયાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.
#WATCH दिल्ली: विनेश फोगट और बजरंग पुनिया कांग्रेस पार्टी में शामिल हुए।
पार्टी के महासचिव केसी वेणुगोपाल, पार्टी नेता पवन खेड़ा, हरियाणा कांग्रेस प्रमुख उदय भान और हरियाणा के एआईसीसी प्रभारी दीपक बाबरिया मौजूद रहे। pic.twitter.com/H3d8RWD8VK— ANI_HindiNews (@AHindinews) September 6, 2024
- Sep 06, 2024 14:54 IST
Today Live News : બપોર પછી વરસાદનું જોર ઘટ્યું, 81 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે સવારે ધબધબાટી બોલાવ્યા બાદ બપોર પછી વરસાદનું જોર ઘટતું દેખાય છે. કારણ કે ગાંધીનગરના માણસામાં સવારે ત્રણ ઈંચ વરસાદ નોંધાયા બાદ બીજે ક્યાંય આ કરતા વધારે વરસાદ નોંધાયો નથી. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે સવારે 6 વાગ્યથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
- Sep 06, 2024 13:42 IST
Today Live News : પ્રધાનમંત્રીએ 'વોટર કન્ઝર્વેશન પબ્લિક પાર્ટિસિપેશન ઇનિશિયેટિવ'
વડાપ્રધાને ગુજરાતમાં જળ સંચય, જનભાગીદારી પહેલ શરૂ કરી. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે 'આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતની ધરતીથી શરૂ થઈ રહી છે. જલ શક્તિ મંત્રાલયે આ પહેલ શરૂ કરી છે. તાજેતરના દિવસોમાં દેશના ખૂણે-ખૂણે ભારે વરસાદે તબાહી મચાવી છે. દેશનો ભાગ્યે જ કોઈ એવો ભાગ હશે જેણે આ કુદરતી આફતને કારણે સંકટનો સામનો ન કર્યો હોય. આ વખતે ગુજરાતને પણ ભારે સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ કુદરતી આફતના સમયમાં આપણી મદદ કરવા માટે આપણા તમામ તંત્રમાં પણ એટલી ક્ષમતા નથી, પરંતુ ગુજરાતના લોકોને અને અન્ય દેશવાસીઓને આ આદત છે કે સંકટના સમયે દરેક વ્યક્તિ ખભે ખભા મિલાવીને ઉભા રહે છે.
- Sep 06, 2024 12:43 IST
Today Live News : ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ
આજે સવારથી જ ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે સવારે 6 વાગ્યથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરના માણસામાં બે કલાકમા ત્રણ ઈંચ ખાબક્યો હતો.
- Sep 06, 2024 12:11 IST
Today Live News : આજે સવારથી જ ગાંધીનગરમાં મેઘાની ધબધબાટી
આજે સવારથી જ ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવારના દિવસે સવારે 6 વાગ્યથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરના માણસામાં બે કલાકમા ત્રણ ઈંચ ખાબક્યો હતો.
- Sep 06, 2024 12:04 IST
Today Live News : વિનેશ ફોગટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાશે
રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. બજરંગ પુનિયાએ પોતે આ માહિતી આપી છે, તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે બંને કોંગ્રેસમાં જોડાશે. હકીકતમાં, ન્યૂઝ ચેનલ આજતક સાથે વાત કરતી વખતે, બજરંગે પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે. ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી, હવે તેના પર મહોર મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Sep 06, 2024 10:04 IST
Today Live News : મુંબઈમાં 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી
મુંબઈમાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે, 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. આ આગ મુંબઈના ટાઈમ્સ ટાવરમાં લાગી હતી, દુર્ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફાયર વિભાગે તેને સેકન્ડ કેટેગરીની આગ ગણાવી છે, એટલે કે તેને ગંભીર શ્રેણીમાં રાખવામાં આવી છે. આ અકસ્માતના જે વીડિયો સામે આવ્યા છે તેમાં ઈમારતમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા પણ ફેલાઈ ગયા છે.
- Sep 06, 2024 09:52 IST
Today Live News : શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/friday-horoscope.jpg)
આજે 6 સપ્ટેમ્બર 2024, શુક્રવાર છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Sep 06, 2024 09:51 IST
Today Live News : ગુજરાતમાં 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં ગુજરાતના 207 તાલુકામાં વરસાદ નોધાયો હતો. 24 કલાકમાં વિજાપુરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના તલોદમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.
- Sep 06, 2024 09:46 IST
Today Live News : શેરબજાર: સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખુલ્યા
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 82201 પાછલા બંધ સામે શુક્રવારે નજીવા ઘટાડે 82171 લેવલ પર ખુલ્યા હતા. તો એનએસઇ નિફ્ટી 25145 પાછલા બંધ સામે આજે 25093 ખુલ્યા છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં બેન્કિંગ શેર સૌથી વધુ ડાઉન હતા. એમસીએક્સ ગોલ્ડ સિલ્વર વાયદા સુધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન માર્કેટમાં મિશ્ર વલણ હતું.
- Sep 06, 2024 09:46 IST
Today Live News : કોલકાતા કેસમાં CBI બાદ EDની એન્ટ્રી
કોલકાતાની ઘટનામાં CBI બાદ EDની એન્ટ્રી થઈ છે. EDએ પૂર્વ આરજી કર પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘર પર દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED હાલમાં ત્રણ સ્થળોએ દરોડા પાડી રહી છે, જેમાં હાવડા, સોનાપુર અને હુગલીનો સમાવેશ થાય છે. સંદીપ ઘોષના સંબંધીઓનું હુગલીમાં ઘર છે, તેથી ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મોટી વાત એ છે કે સંદીપ ઘોષ હાલમાં CBIના રડાર પર છે, તેમની ઘણા દિવસોથી પૂછપરછ ચાલી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us