/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/IPL-2024-25.jpg)
ઇડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં આપ નેતા ઉપવાસ પર બેઠા છે. (Photo - @AamAadmiParty)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 April 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 7 એપ્રિલ 2024, રવિવાર છે.આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ વિરોધમાં મેદાનમાં ઉતર્યા છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ પાછી લેવા માટે ભાજપ પર દબાણ બનાવી રહ્યો છે. બીજી તરફ આજે આઈપીએલ 2024ની 19મી મેચ રમાશે. આજે આ મેચમાં ગુજરાત ટાયટન્સ અને લખનઉ રોયલ સુપર જાયનટ્સ વચ્ચે મુકાબલો ટક્કર થશે. ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ બ્રેકિંગ લાઇવ ન્યૂઝ અપેડટ મેળવો…
રાજસ્થાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચે સંબંધ છે
રાજસ્થાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે જાહેર સભાને સંબોધતા કહ્યું કે શું કારણ છે કે કોંગ્રેસ આવે ત્યારે જ ભ્રષ્ટાચાર વધે છે?. હમ બને તુમ બને એક દુજે કે લિયે'. આ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચેનો સંબંધ છે.
પીએમ મોદીનો 3 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર
પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇ તબક્કાવાર વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર - પ્રસાર કરી રહ્યા છે. આજે પીએમ મોદી 3 રાજ્ય - બિહારના નવાદા, પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી અને મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમા પીએમ મોદી જબલપુરમાં રોડ શોકર્યો હતો. છે. 16 માર્ચે ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ મોદીનો પ્રથમ મધ્યપ્રદેશ પ્રવાસ છે.
- Apr 07, 2024 23:06 IST
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એકનાથ શિંદે સાથે રોડ શો કર્યો
નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે રોડ શો કર્યો હતો.
#WATCH नागपुर: केंद्रीय मंत्री नितिन गडकरी ने महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे के साथ रोड शो किया। pic.twitter.com/ZIJJbzg0Dg
— ANI_HindiNews (@AHindinews) April 7, 2024
- Apr 07, 2024 17:59 IST
રાજસ્થાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચે સંબંધ છે
રાજસ્થાનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે જાહેર સભાને સંબોધતા કહ્યું કે શું કારણ છે કે કોંગ્રેસ આવે ત્યારે જ ભ્રષ્ટાચાર વધે છે?. હમ બને તુમ બને એક દુજે કે લિયે'. આ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચેનો સંબંધ છે.
#WATCH झुंझुनू, राजस्थान: रक्षा मंत्री राजनाथ सिंह ने जनसभा को संबोधित करते हुए कहा, "क्या कारण है कि जब कांग्रेस आती है तभी भ्रष्टाचार बढ़ता है?...'हम बने तुम बने एक दूजे के लिए', यही कांग्रेस और भ्रष्टाचार के बीच का रिश्ता है।" pic.twitter.com/UTUZMkgKUs
— ANI_HindiNews (@AHindinews) April 7, 2024
- Apr 07, 2024 12:42 IST
અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આપ પાર્ટીનો સત્યાગ્રહ
અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં આપ પાર્ટીના કાર્યકત્તાઓ સત્યાગ્રહ પર ઉતર્યા છે.
"देश में बढ़ती हुई तानाशाही के खिलाफ और अरविंद केजरीवाल जी की गिरफ़्तारी के खिलाफ़ आज हम उपवास पर बैठे हैं। अगर आप भी दिल्ली में हैं तो जंतर मंतर पर पहुंचिए"
- AAP प्रवक्ता रीना गुप्ता जी pic.twitter.com/N3bUDYMejG— Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 7, 2024
પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સત્યાગ્રહ કરી રહ્યા છે. આપના નેતાઓ દિલ્હીના રામ લીલા મેદાનમાં સત્યાગ્રહ કરી રહ્યા છે. આ સત્યાગ્રહમાં આપ સાથે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ જોડાયા છે.
यह अरविंद केजरीवाल की गिरफ़्तारी के ख़िलाफ़ देशभर में AAP का सत्याग्रह है।#Upwaas4Kejriwalpic.twitter.com/mJG7D5DHeO
— AAP (@AamAadmiParty) April 7, 2024
- Apr 07, 2024 12:34 IST
ગરીબનો દિકરો મોદી, ગરીબનો સેવક છે : પીએમ મોદી
પીએમ મોદી બિહારમાં ચંટણી પ્રચાર કરી રહ્યા છે. બિહારના નવાદામાં જનસભાને સંબોધતા તેમણે કહ્યુ કે, ગરીબનો દિકરો મોદી, ગરીબનો સેવક છે. જ્યાં સુધી દેશના દરેક ભાઇ બહેનની ગરીબી દૂર નહી કરું, શાંતથી બેસીશ નહીં.
#WATCH नवादा, बिहार: एक सार्वजनिक रैली में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "...गरीब का बेटा मोदी, गरीब का सेवक है। मैं जब तक देश के हर भाई-बहन की गरीबी दूर नहीं कर लूंगा, चैन से नहीं बैठूंगा..." pic.twitter.com/ezEFIxq9wg
— ANI_HindiNews (@AHindinews) April 7, 2024
- Apr 07, 2024 11:24 IST
પશ્ચિમ બંગાળના હુગલી શહેરમાં ભારે વરસાદ
એક બાજુ દેશમાં ગરમી વધી રહી છે ત્યારે બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં હુગલી શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
#WATCH पश्चिम बंगाल: हुगली शहर के कई हिस्सों में तेज़ बारिश हुई। pic.twitter.com/odmbUin7CC
— ANI_HindiNews (@AHindinews) April 7, 2024
- Apr 07, 2024 11:19 IST
રૂપાલા વિવાદમાં ક્ષત્રિયો 9 એપ્રિલે ગાંધીનગર કમલમનો ઘેરાવો કરશે
ભાજપ નેતા અને રાજકોટના લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યું છે. આ વિવાદમાં કરણી સેના પણ ક્ષત્રિય સમાજ સાથે છે. કરણસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે કહ્યુ કે, 9 એપ્રિલે ગુજરાતના ગાંધીનગર સ્થિત મુખ્લાલય કમલમનો ઘેરાવો કરશે. તેમણે ક્ષત્રિય સમાજને કેસરિયા ઝંડા અને મજબૂત ઝંડા સાથે કમલમ્ પહોચવા આહ્વાન કર્યું છે. વીડિયામાં તેમણે કહ્યુ છે કે, જેને જે ભાષામાં જવાબ જોઇએ, એ ભાષમાં જવાબ આપવામાં આવશે.
કમલમ્ ઘેરાવ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે, નિર્ણાયક લડત માટે તમામ ક્ષત્રિયો અને અમારા સમર્થકો કેસરિયા ઝંડા અને ડંડા સાથે પહુંચો કમલમ્ ગાંધીનગર. pic.twitter.com/K52lLmXff9
— Dr Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) April 6, 2024
- Apr 07, 2024 11:13 IST
દિલ્હીમાં ભાજપનું આપ પાર્ટી સામે વિરોધ પ્રદર્શન
દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને ભાજપના શરાબ થી શીશ મહલ અભિયાન અંતર્ગત આપ પાર્ટી સામે વિદેશ પ્રદર્શન
#WATCH दिल्ली भाजपा अध्यक्ष वीरेंद्र सचदेवा और भाजपा ने 'शराब से शीश महल' अभियान के तहत AAP के खिलाफ प्रदर्शन किया। https://t.co/JiAm8V6qzZpic.twitter.com/8EueFrLc4j
— ANI_HindiNews (@AHindinews) April 7, 2024
- Apr 07, 2024 10:11 IST
લાઓસમાં ફસાયેલા 17 ભારતીયો પરત
લાઓસ ખોટી રીતે ગેરકાયદેસર અને ખતરનાક પ્રવૃત્તિમાં ફસાયેલા 17 ભારતીયો સહી સલામત ભારત પરત ફરી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેમણે લાઓસના અધિકારીઓનો આભાર માન્યો અને ભારતીય દાતાવાસની કામગીરીની પ્રશંસા કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે, મોદીની ગેરંટી તમામ ભારતીયો માટે દેશ અને વિદેશમાં દરેક સ્થળે કામ કરે છે.
Modi ki Guarantee works for all at home and abroad.
17 Indian workers, lured into unsafe and illegal work in Laos, are on their way back home.
Well done, @IndianEmbLaos. Thank Lao authorities for their support for the safe repatriation. pic.twitter.com/KgIM56YJkE— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) April 6, 2024
- Apr 07, 2024 10:00 IST
પીએમ મોદી 3 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર, જબલપુરમાં રોડ શો કરશે
પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઇ તબક્કાવાર વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર - પ્રસાર કરી રહ્યા છે. આજે પીએમ મોદી 3 રાજ્ય - બિહારના નવાદા, પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી અને મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી પ્રચાર કરશે. જેમા પીએમ મોદી જબલપુરમાં રોડ શો કરવાના છે. પીએમ મોદીનો આ રોડ શો એક કિમીથી વધુ લાંબો હશે. પીએમ મોદી સાંજે 6 વાગે જબલપુર પહોંચશે. 16 માર્ચે ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ પીએમ મોદીનો પ્રથમ મધ્યપ્રદેશ પ્રવાસ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us