/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/parliament-.jpg)
સંસદની ફાઇલ તસવીર
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 August 2024 Highlights, આજના તાજા સમાચાર: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ હિંસા પર કહ્યું છે કે તે બાંગ્લાદેશીઓ સાથે મજબૂતીથી ઉભું છે. તે તેમના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. જ્યારે બીજી તરફ ભારતીય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બાંગ્લાદેશમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી અમને ચિંતા થઈ છે, અમને આશા છે કે બધુ ઠીક થઈ જશે, બાંગ્લાદેશનું ભવિષ્ય સુરક્ષિત રહેશે અને ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે.
વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો
વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેણે એક મેડલ પાક્કો કરી દીધો છે. સેમિ ફાઇનલમાં વિનેશ ફોગાટે યૂસનેલિસ ગજમેન સામે 5-0થી વિજય મેળવ્યો છે. તેણે 50 કિગ્રા વેટ કેટેગરીમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વિનેશ પાસે ગોલ્ડ જીતવાની પણ તક છે. તેનો ફાઇનલ મુકાબલો 7 ઓગસ્ટે રમાશે.
- Aug 07, 2024 18:36 IST
સંસદ ચોમાસું સત્ર : લોકસભામાં ફાઈનાન્સ બિલ 2024 પસાર
સંસદ ચોમાસું સત્ર : લોકસભામાંથી ચોમાસું સત્રમાં ફાઈનાન્સ બિલ 2024 (The Finance (No.2) Bill, 2024) પસાર થયું છે. આ સાથે લોકસભા આવતીકાલ સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
Parliament Monsoon Session | "The Finance (No.2) Bill, 2024" passed in the Lok Sabha.
The Lok Sabha has been adjourned till 11 am tomorrow.— ANI (@ANI) August 7, 2024
- Aug 07, 2024 18:09 IST
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઓકલેન્ડ પ્રવાસે પહોંચ્યા
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઓકલેન્ડ પહોંચ્યા છે. ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેક્લે દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
#WATCH न्यूजीलैंड: राष्ट्रपति द्रौपदी मुर्मू ऑकलैंड पहुंचीं। न्यूजीलैंड के मंत्री टॉड मैक्ले ने उनका स्वागत किया। pic.twitter.com/UEpUNbhpr9
— ANI_HindiNews (@AHindinews) August 7, 2024
- Aug 07, 2024 18:07 IST
ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ ખડગે મલ્લિકાર્જૂન ખડગેને મળવા પહોંચ્યા
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દિકરા આદિત્ય ઠાકરે સાથે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવાસે પહોંચ્યા છે.
#WATCH दिल्ली: महाराष्ट्र के पूर्व सीएम और शिवसेना (यूबीटी) प्रमुख उद्धव ठाकरे अपने बेटे आदित्य ठाकरे के साथ कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खरगे के आवास पर पहुंचे। pic.twitter.com/Sod7yfFwPx
— ANI_HindiNews (@AHindinews) August 7, 2024
- Aug 07, 2024 15:28 IST
બાંગ્લાદેશની સ્થિતિ અંગે પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ હિંસા પર કહ્યું છે કે તે બાંગ્લાદેશીઓ સાથે મજબૂતીથી ઉભું છે. તે તેમના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. જ્યારે બીજી તરફ ભારતીય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બાંગ્લાદેશમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે બાંગ્લાદેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી અમને ચિંતા થઈ છે, અમને આશા છે કે બધુ ઠીક થઈ જશે, બાંગ્લાદેશનું ભવિષ્ય સુરક્ષિત રહેશે અને ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે.
- Aug 07, 2024 09:40 IST
વિભવે માલીવાલને 7 થી 8 વાર થપ્પડ માર્યા હતા, પોલીસ ચાર્જશીટમાં મોટો ખુલાસો
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાના દિવસે વિભવે સ્વાતિ માલીવાલને સાતથી આઠ વાર થપ્પડ મારી હતી. તેના પર કાવતરાના ભાગરૂપે હુમલો કરવામાં આવ્યો હતો.
- Aug 07, 2024 09:01 IST
ગુજરાતમાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છોટા ઉદેપુરના જેતપુરપાવીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે, બાકીના તાલુકામાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.
- Aug 07, 2024 07:55 IST
બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/wednesday-horoscope.jpg)
આજે 7 ઓગસ્ટ 2024, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે, અહીં ક્લિક કરીને વાંચો તમારા આજના દિવસનું રાશિ ભવિષ્ય.
- Aug 07, 2024 07:54 IST
વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો
પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક 2024માં 11માં દિવસે ભારતની રેસલર વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેણે એક મેડલ પાક્કો કરી દીધો છે. સેમિ ફાઇનલમાં વિનેશ ફોગાટે યૂસનેલિસ ગજમેન સામે 5-0થી વિજય મેળવ્યો છે. તેણે 50 કિગ્રા વેટ કેટેગરીમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વિનેશ પાસે ગોલ્ડ જીતવાની પણ તક છે. તેનો ફાઇનલ મુકાબલો 7 ઓગસ્ટે રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us