/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/asaram.jpg)
સુપ્રીમ કોર્ટે મેડિકલ આધાર પર આસારામને અંતરિમ જામીન આપતા ઘણી શરતો મૂકી હતી.
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 7 January 2025, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટે આસારામને મોટી રાહત આપી છે. મંગળવારે સુનાવણી કરતા કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા છે. આસારામને વર્ષ 2013ના રેપ કેસ મામલે જામીન આપ્યા છે. તેમને આ જામીન મેડિકલ કંડીશનને ધ્યાનમાં રાખીને આપ્યા છે. જોકે કોર્ટને આસારામને કડક સૂચના આપી છે કે વચગાળાના જામીન પર બહાર આવ્યા બાદ તે કોઈ અનુયાયીને નહીં મળે.
નાણાકીય વર્ષમાં 2024-25માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષ (2024-2025)માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વધી હતી. આ જાણકારી મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આપવામાં આવી હતી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) એ નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ એડવાન્સ અંદાજ જાહેર કરતી વખતે કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે
નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ
નેપાળમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. USGS Earthquakes દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નેપાળના લોબુચેથી ઉત્તર-પૂર્વમાં 93 કિમી દૂર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. IST સવારે 07:35:17 વાગ્યે અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી.
તિબેટમાં ભૂકંપથી 32 લોકોના મોત
તિબેટની ધરતી આજે ભયાનક ભૂકંપથી હચમચી ગઈ છે. આ ભૂકંપમાં તિબેટમાં ભારે નુકસાન થયું છે. સમાચાર એજન્સી એએફપીએ ચીની મીડિયા શિન્હુઆને ટાંકીને કહ્યું કે નેપાળની સરહદ નજીક તિબેટમાં આજે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે. આજે સવારે ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભારતને પણ અસર થઈ હતી
નેપાળમાં આવેલા ભૂકંપની અસર ભારત પર પણ પડી છે. ભારતના બિહાર, બંગાળ અને આસામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે નેપાળમાં હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળતા અને બહાર ખુલ્લામાં ઉભા જોવા મળી રહ્યા છે.
નલિયામાં તાપમાન ગગડીને 7 ડિગ્રી નજીક પહોંચ્યું
અત્યારે સમગ્ર ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ગગડવાની સાથે નલિયામાં પણ એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે. સોમવારના રોજ રાજ્યમાં 7.4 ડિગ્રીથી લઈને 19.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Jan 07, 2025 22:45 IST
Today Live news : કેન્દ્ર સરકાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવશે
હાલમાં જ પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે કેન્દ્ર સરકાર તેમના સ્મારક માટે જમીન આપે. છેલ્લા બે અઠવાડિયાથી આ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સમ્માનમાં દિલ્હીમાં એક સ્મારક બનાવવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને તેમના પિતાનું સ્મારક બનાવવાના સરકારના નિર્ણય માટે તેમનો આભાર માન્યો હતો. આ સ્મારકનું નિર્માણ રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીઓ માટે નામિત સ્મારક સંકુલની અંદર બનાવવામાં આવશે.
- Jan 07, 2025 17:27 IST
Today Live news : નાણાકીય વર્ષમાં 2024-25માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષ (2024-2025)માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વધી હતી. આ જાણકારી મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આપવામાં આવી હતી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) એ નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકનો પ્રથમ એડવાન્સ અંદાજ જાહેર કરતી વખતે કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે
- Jan 07, 2025 13:45 IST
Today Live news : આસારામને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી આપી જામીન
સુપ્રીમ કોર્ટે આસારામને મોટી રાહત આપી છે. મંગળવારે સુનાવણી કરતા કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા છે. આસારામને વર્ષ 2013ના રેપ કેસ મામલે જામી આપ્યા છે. તેમને આ જામીન મેડિકલ કંડીશનને ધ્યાનમાં રાખીને આપ્યા છે. જોકે કોર્ટને આસારામને કડક સૂચના આપી છે કે વચગાળાના જામીન પર બહાર આવ્યા બાદ તે કોઈ અનુયાયીને નહીં મળે.
- Jan 07, 2025 10:44 IST
Today Live news : તિબેટમાં ધરતી ધ્રૂજી, 7.1ની તીવ્રતાનો ભૂકંપ, 32 લોકોના મોત
તિબેટની ધરતી આજે ભયાનક ભૂકંપથી હચમચી ગઈ છે. આ ભૂકંપમાં તિબેટમાં ભારે નુકસાન થયું છે. સમાચાર એજન્સી એએફપીએ ચીની મીડિયા શિન્હુઆને ટાંકીને કહ્યું કે નેપાળની સરહદ નજીક તિબેટમાં આજે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે. આજે સવારે ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- Jan 07, 2025 10:09 IST
સેન્સેક્સ 78000 ઉપર ખુલ્યો, આઈટી ઈન્ડેક્સ તૂટ્યો
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ એકંદરે ટકેલા છે. સેન્સેક્સ પાછલા બંધ 77964 બંધ સામે આજે 78019 ખુલ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ 450 પોઇન્ટ ઉછળ્યો હતો. ટાયટન, એશિયન પેઇન્ટ, રિલાયન્સ, નેસ્લે અને આઈસીઆઈસીઆઈ બેંક શેર 1 થી 2 ટકા વધીને ટ્રેડ કરી રહ્યા છે. એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સ પાછલા બંધ 23616 બંધ સામે આજે 23679 ખૂલ્યો હતો. બેંક નિફ્ટી 100 પોઇન્ટ વધીને જ્યારે નિપ્ટી આઈટી ઈન્ડેક્સ 200 પોઇન્ટ ઘટાડે ટ્રેડ કરી રહ્યો છે.
- Jan 07, 2025 08:34 IST
Today Live news : નલિયામાં તાપમાન ગગડીને 7 ડિગ્રી નજીક પહોંચ્યું
અત્યારે સમગ્ર ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ગગડવાની સાથે નલિયામાં પણ એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે. સોમવારના રોજ રાજ્યમાં 7.4 ડિગ્રીથી લઈને 19.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Jan 07, 2025 08:34 IST
Today Live news : નેપાળના ભૂકંપથી ભારતમાં પણ ધરા ધ્રૂજી
નેપાળમાં આવેલા ભૂકંપની અસર ભારત પર પણ પડી છે. ભારતના બિહાર, બંગાળ અને આસામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે નેપાળમાં હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળતા અને બહાર ખુલ્લામાં ઉભા જોવા મળી રહ્યા છે.
- Jan 07, 2025 08:33 IST
Today Live news : નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ
નેપાળમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. USGS Earthquakes દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નેપાળના લોબુચેથી ઉત્તર-પૂર્વમાં 93 કિમી દૂર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. IST સવારે 07:35:17 વાગ્યે અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us