Gujarati News 7 March 2024 Highlights : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 March 2024: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. આ યાત્રા ચાર દિવસ ચાલશે જેમાં સાત જિલ્લાઓમાંથી પસાર થશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 March 2024: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. આ યાત્રા ચાર દિવસ ચાલશે જેમાં સાત જિલ્લાઓમાંથી પસાર થશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bharat Jodo Nyay Yatra, Rahul Gandhi

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી ગઇ છે (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 March 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 7 માર્ચ 2024, ગુરુવારનો દિવસ છે. આજના દિવસના મુખ્ય સમાચારોની વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. આ યાત્રા ચાર દિવસ ચાલશે જેમાં સાત જિલ્લાઓમાંથી પસાર થશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી. 370ની કલમ હટાવ્યા બાદ પીએમ મોદી પહેલીવખત શ્રીનગર ગયા છે. દેશ દુનિયા સહિત તમામ ઘટનાઓથી વાકેફ રહેવા માટે અહીં વાંચતા રહો.

Advertisment

આજના બ્રેકિંગ ન્યૂઝ : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી ગઇ છે. આ પ્રસંગે રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ ડોટાસરાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલને રાષ્ટ્રીય ધ્વજ સોંપ્યો હતો. આ યાત્રા ગુજરાતમાં ચાર દિવસ ચાલશે જેમાં સાત જિલ્લાઓમાંથી પસાર થશે.

  • Mar 07, 2024 23:51 IST

    કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું - આ રાજ્યોમાં સીટો ફાઈનલ કરી લીધી

    કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે અમે કેરળ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, દિલ્હી અને લક્ષદ્વીપમાંથી સીટો ફાઈનલ કરી લીધી છે. પ્રક્રિયા ચાલી રહી છે, ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

    — ANI_HindiNews (@AHindinews) March 7, 2024



  • Mar 07, 2024 22:38 IST

    ટિકિટ વિતરણ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી - સચિન પાયલોટ

    કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પર કહ્યું કે તમામ બેઠકો અને ટિકિટ વિતરણ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે. તમામ પાસાઓ પર લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. ખૂબ જ ટૂંક સમયમાં CECનો નિર્ણય સામે આવશે.

    — ANI_HindiNews (@AHindinews) March 7, 2024



  • Advertisment
  • Mar 07, 2024 21:05 IST

    પીએસઆઈની ભરતીના નિયમો બદલાયા, હવે ત્રણને બદલે બે જ પરીક્ષા લેવાશે

    Gujarat Police : પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. આ ઉપરાંત વજન પણ ધ્યાન પર નહીં લેવામાં આવશે નહીં.



  • Mar 07, 2024 20:21 IST

    કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

    1 જાન્યુઆરી 2024થી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DR)માં 4% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ

    — ANI_HindiNews (@AHindinews) March 7, 2024



  • Mar 07, 2024 19:18 IST

    કેરળના દિવંગત મુખ્યમંત્રી કે.કરુણાકરણના પુત્રી પદ્મજા વેણુગોપાલ ભાજપમાં જોડાયા

    કોંગ્રેસના પૂર્વ નેતા અને કેરળના દિવંગત મુખ્યમંત્રી કે.કરુણાકરણના પુત્રી પદ્મજા વેણુગોપાલ ભાજપમાં જોડાયા.

    — ANI_HindiNews (@AHindinews) March 7, 2024



  • Mar 07, 2024 18:00 IST

    કઇ બેઠકો પર ચૂંટણી લડીશું તે જલ્દી બહાર આવશે - અનુપ્રિયા પટેલ

    અપના દળ (સોનેલાલ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે અમે અમારા સાથી પક્ષના ટોચના નેતૃત્વની સામે પક્ષની અપેક્ષાઓ રાખી છે. અમને જે બેઠકો પર રસ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી છે. અમે કહીં બેઠકો પર ચૂંટણી લડીશું તે વિશે ટૂંક સમયમાં માહિતી આપીશું

    — ANI_HindiNews (@AHindinews) March 7, 2024



  • Mar 07, 2024 17:27 IST

    કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી

    કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી ગઇ છે. દાહોદમાં એક સભા સંબોધવામાં આવી રહી છે

    — Congress (@INCIndia) March 7, 2024



  • Mar 07, 2024 15:15 IST

    '370થી માત્ર અમુક રાજકીય પરિવારોને ફાયદો થતો હતો...', PM મોદીનો કાશ્મીરમાં વિપક્ષ પર પ્રહાર

    વડાપ્રધાને રાજ્યને 6400 કરોડ રૂપિયાની ભેટ આપી. આ દરમિયાન મોદીએ વિપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કલમ 370ના નામે કેટલાક રાજકીય પરિવારો હંમેશા ફાયદો ઉઠાવતા રહ્યા અને કોંગ્રેસ ગેરમાર્ગે દોરતી રહી.



  • Mar 07, 2024 13:38 IST

    વિકસિત ભારત યોજનાના લાભાર્થીઓ સાથે પીએમ મોદીનો સંવાદ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમાં વિકસિત ભારત યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. આ દરમિયાન સ્ટેડિયમમાં ભારત માતાની જયના નારા લાગ્યા છે. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.

    — ANI (@ANI) March 7, 2024



  • Mar 07, 2024 13:33 IST

    Ind vs Eng live : કુલદીપ યાદવની કમાલ, ભારતને અપાવી ચોથી વિકેટ

    કુલદીપ યાદવે ભારતને ચોથી સફળતા અપાવી છે. જોની બેયરસ્ટોની વિકેટ લીધી હતી. તેણે 29 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનો સ્કોર 43.4 ઓવરમાં 4 વિકેટે 175 રન છે. જો રૂટ 26 રન બનાવીને ક્રિઝ પર છે. નવો બેટ્સમેન બેન સ્ટોક્સ છે.



  • Mar 07, 2024 12:56 IST

    પીએમ નરેન્દ્ર મોદીએ શંકરાચાર્ય પર્વતના કર્યા દર્શન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગર પહોંચી ગયા છે ત્યારબાદ તેમણે શંકરાચાર્ચ પર્વતના દર્શન કર્યા

    — ANI (@ANI) March 7, 2024



  • Mar 07, 2024 12:19 IST

    ધર્મશાલા ટેસ્ટમાં લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડ સ્કોર 100/2

    પ્રથમ દિવસના લંચ બ્રેક સુધીમાં ઈંગ્લેન્ડે 25.3 ઓવરમાં 2 વિકેટે 100 રન બનાવી લીધા હતા. કુલદીપ યાદવે બંને વિકેટ લીધી હતી. બેન ડકેટ 27 રન બનાવીને આઉટ થયો હતો.



  • Mar 07, 2024 11:39 IST

    જૌનપુરમાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા, ધનંજય સિંહની પત્ની સામે લડી હતી ચૂંટણી

    ઉત્તર પ્રદેશના જૌનપુર જિલામાં ભાજપના નેતા પ્રમોદ યાદવની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટે તેમને મૃતજાહેર કર્યો હતો.



  • Mar 07, 2024 11:18 IST

    પીએમ મોદીનો કાશ્મીર પ્રવાસ, લોખંડી સુરક્ષા, ઝેલમ નદી અને ડલ લેક પર કમાંડો તૈનાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 370ની કલમ હટાવ્યા બાદ પહેલીવાર કાશ્મીરની મુલાકાતે જવાના છે. ત્યારે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગ રુપે ઝેલમ નદી અને ડલ લેક પર કમાંડો તૈનાત કરવામાં આવ્યા છે.



  • Mar 07, 2024 09:57 IST

    ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ પહેલા જ પ્લેઈંગ 11 જાહેર કરી ચૂક્યું છે. ભારતના પ્લેઇંગ 11માં 2 ફેરફાર થયા છે. આકાશદીપની જગ્યાએ જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. રજત પાટીદારની જગ્યાએ દેવદત્ત પડિકલને તક મળી. અહીં વાંચો ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચની અપડેટ્સ



  • Mar 07, 2024 09:14 IST

    અમદાવાદમાં દાણીલીમડામાં ફ્લેટમાં આગ લાગી

    અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આપેલા ખ્વાઝા ફ્લેટમાં આગ લાગતા 21 દિવસના બાળકનું દાઝી જતાં મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ત્રણ લોકો પણ દાઝ્યા હતા. આ સાથે 30 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ આગ પાર્કિંગથી લઈને છ માળ સુધી પ્રસરી હોવાના સમાચાર મળી રહ્યા છે.



  • Mar 07, 2024 08:33 IST

    મોરબી બ્રિજ અકસ્માતમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

    મોરબીમાં આવેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે.



  • Mar 07, 2024 08:31 IST

    વડાપ્રધાન મોદીનો શ્રીનગરમાં વિકાસ કાર્યક્રમ

    પીએમ નરેન્દ્ર મોદી આજે કાશ્મિરના પ્રવાશે જશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં રૂ. 5000 કરોડ રૂપિયાના કૃષિ વિકાસ કાર્યક્રમમાં ભાગ લેશે. લગભગ અઢી લાખ ખેડૂતો માટે કૌશલ્ય વિકાસ સુનિશ્ચિત કરશે.



  • Mar 07, 2024 07:40 IST

    દિલ્હી-NCRમાં CNGના ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો

    દિલ્હી-NCR (Delhi-NCR CNG કિંમત)માં રહેતા લોકો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. અહીં CNGના ભાવમાં ઘટાડો થયો છે. બુધવારે CNGની કિંમતમાં 2.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે થોડી રાહત ગણી શકાય.



  • Mar 07, 2024 07:35 IST

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની ગુજરાતમાં થશે એન્ટ્રી

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે દાહોદ જિલ્લાના ઝાલોદથી ગુજરાતમાં એન્ટ્રી કરશે અને દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા શરૂ થશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાંથી પસાર થઈ 445 કિલોમીટરની યાત્રા કરશે.



  • Mar 07, 2024 07:31 IST

    આજના મુખ્ય સમાચાર

  • 370 હટાવ્યા બાદ આજે પીએમ મોદી પહેલીવાર કાશ્મીરની મુલાકાતે છે.
  • આજે પીએમ મોદી બક્ષી સ્ટેડિયમમાં જનસભાને સંબોધશે.
  • આજે સુનીલ પ્રભુની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
  • આજે સાંજે દિલ્હીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક યોજાશે.
  • કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી આજે આવી શકે છે.
  • આજે કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી EDની ફરિયાદ પર સુનાવણી થશે.
  • આજે કોલકાતાના પૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાય ભાજપમાં જોડાશે.
  • મોરબી બ્રિજ અકસ્માત કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે.
  • રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે બપોરે દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે.


  • Mar 07, 2024 07:24 IST

    આજનું રાશિફળઃ 7 માર્ચ 2024, ગુરુવારનું દૈનિક રાશિ ભવિષ્ય

    આજે ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો પસાર થશે. વ્યવસાય, નોકરી - ધંધા, અભ્યાસ, સ્વાસ્થ્ય માટે આજનો દિવસ કેવો રહેશે. અહીં વાંચો તમારું દૈનિક રાશિ ભવિષ્ય



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ