Gujarati News 7 November 2024 : શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, આરોપીને પોલીસે રાયપુરથી પકડ્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 November 2024: મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો અને તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તરત જ રાયપુર જવા રવાના થઈ હતી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 November 2024: મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો અને તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તરત જ રાયપુર જવા રવાના થઈ હતી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
shah rukh khan

શાહરૂખ ખાન ફાઈલ તસવીર - photo - X @iamsrk

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 7 November 2024, આજના તાજા સમાચાર: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિની પોલીસે રાયપુરથી ધરપકડ કરી છે. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો અને તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તરત જ રાયપુર જવા રવાના થઈ હતી. ધમકી આપનાર વ્યક્તિનું નામ મોહમ્મદ ફૈઝાન જણાવવામાં આવી રહ્યું છે. તે વ્યવસાયે વકીલ છે. આરોપી ફૈઝાનનું કહેવું છે કે 2 નવેમ્બરે તેનો ફોન ચોરી થયો હતો, તેણે પોતે ફોન કર્યો નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Advertisment

શાહરૂખ ખાને 2 નવેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. સુરક્ષાના કારણોસર આ વખતે પોલીસે મન્નતના માત્ર 1 કિલોમીટર પહેલા જ ચાહકોને રોકી દીધા હતા. એટલા માટે આ વખતે શાહરૂખ ખાનના બંગલા મન્નતની બહાર કોઈ ભીડ નહોતી. જોકે, બાદમાં કિંગ ખાન તેના ચાહકોને મળ્યો હતો.

શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપીશું, પરાજય પછી રાષ્ટ્રપતિ જો બિડેનનું પહેલું સંબોધન

અમેરિકાની ચૂંટણીમાં અપ્રત્યાક્ષિત પરાજય બાદ રાષ્ટ્રપતિ જો બિડેને દેશના નામે સંબોધિન કર્યું હતું. તેમણે ભાર આપીને કહ્યું કે સત્તા શાંતિપૂર્ણ રીતે જ સોંપવામાં આવશે. તેઓએ અમેરિકન લોકોના આદેશને સ્વીકાર્યો છે. પોતાના સંબોધનમાં બિડેને કમલા હેરિસની દિલ ખોલીને પ્રશંસા કરી છે, તેમના મતે જે મહેનત અને સાચી વફાદારીથી તેમણે જનતાના મુદ્દા ઉઠાવ્યા તે પ્રશંસનીય છે.

Advertisment

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ભારે હંગામો, ધારાસભ્યો વચ્ચે ધક્કા મુક્કી અને હાથાપાઈ

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવાર સવારે મોટી બબાલ થઈ હતી. કલમ 370ની વાપસીના મુદા પર પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપના ધારાસભ્યો આ મુદ્દે ઉપર અડેલા ધારાસબ્યો વચ્ચે ધક્કામુક્કી અને હાથાપાઈ થઈ ગઈ છે. આનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્યો એક બીજાને ધક્કા મારતા દેખાય છે.

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાન તેજ

તે જ સમયે, જો આપણે દેશના મોટા સમાચારની વાત કરીએ તો, NDA અને ઇન્ડિયા ગઠબંધન બંને પક્ષોએ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને તેમના ચૂંટણી અભિયાનને તેજ કરી દીધું છે. એક તરફ, આગામી કેટલાક દિવસોમાં પીએમ મોદી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જોરશોરથી પ્રચાર કરતા જોવા મળશે, તો વિપક્ષ તરફથી કોંગ્રેસના રાહુલ ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવાર સુધીના નેતાઓ પણ આક્રમક મોડમાં પ્રચાર કરતા જોવા મળશે.

  • Nov 07, 2024 23:48 IST

    Today Live News :શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપીશું, પરાજય પછી રાષ્ટ્રપતિ જો બિડેનનું પહેલું સંબોધન

    અમેરિકાની ચૂંટણીમાં અપ્રત્યાક્ષિત પરાજય બાદ રાષ્ટ્રપતિ જો બિડેને દેશના નામે સંબોધિન કર્યું હતું. તેમણે ભાર આપીને કહ્યું કે સત્તા શાંતિપૂર્ણ રીતે જ સોંપવામાં આવશે. તેઓએ અમેરિકન લોકોના આદેશને સ્વીકાર્યો છે. પોતાના સંબોધનમાં બિડેને કમલા હેરિસની દિલ ખોલીને પ્રશંસા કરી છે, તેમના મતે જે મહેનત અને સાચી વફાદારીથી તેમણે જનતાના મુદ્દા ઉઠાવ્યા તે પ્રશંસનીય છે.



  • Nov 07, 2024 22:19 IST

    Today Live News : ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત, સરકાર આતંકવાદ વિરોધી નીતિ જલ્દી લાવશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે આતંકવાદને લઈને મોટી વાત કહી છે. અમિત શાહે કહ્યું કે સરકારે આતંકવાદ, આતંકવાદીઓ અને તેમના ઇકોસિસ્ટમ સામે લડવા માટે ટૂંક સમયમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ (National-Counter Terrorism Policy) લાવશે.



  • Nov 07, 2024 20:32 IST

    Today Live News : રાજસ્થાનના ભીલવાડામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ભાગદોડ

    રાજસ્થાનના ભીલવાડામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ભાગદોડ મચી ગઈ છે. અત્યાર સુધી આ ભાગદોડમાં મહિલાઓ અને બાળકો સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. ઘણા લોકો પાસે VIP પાસ હતા, પરંતુ તેમ છતાં તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા, જેના કારણે VIP ગેટ પર ઉભેલા સુરક્ષા કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.



  • Nov 07, 2024 18:34 IST

    Today Live News : ચાબહાર બંદરગાહ પ્રોજેક્ટ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શું કહ્યું

    ચાબહાર બંદરગાહ પ્રોજેક્ટ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાનના સંયુક્ત સચિવ જે.પી. સિંહના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ 4 અને 5 નવેમ્બરે કાબુલની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યવાહક રક્ષા મંત્રી સહિત અફઘાન મંત્રીઓ સાથે ઘણી બેઠક કરી હતી. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં વેપાર અને નિકાસ-આયાત માટે ચાબહાર પોર્ટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ ચર્ચા કરી હતી. અફઘાનિસ્તાન સાથે આપણા લાંબા સમયથી સંબંધો છે.



  • Nov 07, 2024 16:43 IST

    Today Live News : શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસે આરોપીને રાયપુરથી પકડ્યો

    બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિની પોલીસે રાયપુરથી ધરપકડ કરી છે. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો અને તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તરત જ રાયપુર જવા રવાના થઈ. ધમકી આપનાર વ્યક્તિનું નામ મોહમ્મદ ફૈઝાન જણાવવામાં આવી રહ્યું છે. તે વ્યવસાયે વકીલ છે. આરોપી ફૈઝાનનું કહેવું છે કે 2 નવેમ્બરે તેનો ફોન ચોરી થયો હતો, તેણે પોતે ફોન કર્યો નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.



  • Nov 07, 2024 13:49 IST

    Today Live News : શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, મુંબઈ પોલીસે FIR નોંધી

    બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. Aaj Tak અનુસાર, જ્યારે પોલીસે કોલ ટ્રેસ કર્યો, તો તે નંબર રાયપુરનો હતો, ત્યારબાદ મુંબઈ પોલીસ રાયપુર જવા રવાના થઈ ગઈ.

    શાહરૂખ ખાને 2 નવેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. સુરક્ષાના કારણોસર આ વખતે પોલીસે મન્નતના માત્ર 1 કિલોમીટર પહેલા જ ચાહકોને રોકી દીધા હતા. એટલા માટે આ વખતે શાહરૂખ ખાનના બંગલા મન્નતની બહાર કોઈ ભીડ નહોતી. જોકે, બાદમાં કિંગ ખાન તેના ચાહકોને મળ્યો હતો.



  • Nov 07, 2024 13:34 IST

    Gujarati News 7 November 2024 LIVE: નિવૃત્તિ પહેલા CJI DY ચંદ્રચુડનો મોટો નિર્ણય

    નિવૃત્તિના થોડા દિવસો પહેલા જ CJI DY ચંદ્રચુડે મોટો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ તેમની નિવૃત્તિ પહેલા સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન સમાપ્ત કરી દીધું છે. તેમણે કહ્યું કે હવે માત્ર આંશિક કોર્ટ કામકાજના દિવસો રહેશે. આ નવો નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.



  • Nov 07, 2024 10:52 IST

    Today Live News : જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ભારે હંગામો, ધારાસભ્યો વચ્ચે ધક્કા મુક્કી અને હાથાપાઈ

    જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવાર સવારે મોટી બબાલ થઈ હતી. કલમ 370ની વાપસીના મુદા પર પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપના ધારાસભ્યો આ મુદ્દે ઉપર અડેલા ધારાસબ્યો વચ્ચે ધક્કામુક્કી અને હાથાપાઈ થઈ ગઈ છે. આનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્યો એક બીજાને ધક્કા મારતા દેખાય છે.



  • Nov 07, 2024 10:05 IST

    Today Live News : ચૂંટણી પરિણામ બાદ જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી

    અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર મોટી જીત નોંધાવી છે. વિજય બાદ ટ્રમ્પે અમેરિકાને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરી છે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી અને સત્તાના હસ્તાંતરણ માટે સ્વયંભૂ સંમત થયા.



  • Nov 07, 2024 10:04 IST

    Today Live News : સેન્સેક્સ 375 પોઇન્ટ તૂટ્યો, બેંક શેરમાં વેચવાલીનું દબાણ

    શેરબજાર વધીને ખુલ્યા હતા જો કે રિલાયન્સ અને હેવીવેઇટ્સ બેન્ક ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા હતા. સેન્સેક્સ 80378 પાછલા બંધ સામે વધીને આજે 80563 ખૂલ્યો હતો. જો કે હેવીવેઇટ સ્ટોકમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 375 પોઇન્ટથી વધી તૂટ્યો અને 80000 લેવલ નજીક જતો રહ્યો હતો. એનએસઇ નિફ્ટી 24484 પાછલા બંધ સામે આજે વધીને 24489 ખૂલ્યો હતો. પરંતુ વેચવાલીના દબાણથી નિફ્ટી ઘટીને 24374 સુધી ગયો હતો. બેંક નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન હતો.



  • Nov 07, 2024 10:04 IST

    Today Live News : ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાન તેજ

    NDA અને ઇન્ડિયા ગઠબંધન બંને પક્ષોએ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને તેમના ચૂંટણી અભિયાનને તેજ કરી દીધું છે. એક તરફ, આગામી કેટલાક દિવસોમાં પીએમ મોદી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જોરશોરથી પ્રચાર કરતા જોવા મળશે, તો વિપક્ષ તરફથી કોંગ્રેસના રાહુલ ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવાર સુધીના નેતાઓ પણ આક્રમક મોડમાં પ્રચાર કરતા જોવા મળશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ