/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Birender-Singh-.jpg)
પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે સોમવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે (ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 April 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે 8 એપ્રિલ 2024, સોમવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો પંજાબમાં 'વારિસ પંજાબ દે' ચીફ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની માતા બલવિંદર કૌરને આસામની જેલમાંથી પંજાબની જેલમાં ટ્રાન્સફર કરવાની માગણી કરતી પ્રસ્તાવિત માર્ચના એક દિવસ પહેલા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારથી ચૈત્ર નવરાત્રી શરુ થાય છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળા વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.
હરિયાણા : પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસમાં જોડાશે
પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે સોમવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તેમના પુત્ર બ્રિજેન્દ્ર સિંહે એક મહિના પહેલા સાંસદ પદેથી રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મેં બીજેપીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે અને મારું રાજીનામું પાર્ટીના વડા જેપી નડ્ડાને મોકલી આપ્યું છે. મારી પત્ની પ્રેમ લતાએ પણ પાર્ટી છોડી દીધી છે. આવતીકાલે, અમે કોંગ્રેસમાં જોડાઈશું. કોંગ્રેસ સાથેના લગભગ ચાર દાયકા જૂના સંબંધો તોડીને બિરેન્દ્ર સિંહ 2014માં ભાજપમાં જોડાયા હતા.
EDએ AAP નેતા દુર્ગેશ પાઠકને સમન્સ પાઠવ્યું
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ AAPના વધુ એક નેતાની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દુર્ગેશ પાઠકને દારૂ કૌભાંડમાં સમન્સ પાઠવ્યું છે. પાઠકને પણ સોમવારે બોલાવવામાં આવ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન રોકડ ચૂકવણી સંબંધિત કેટલાક નિવેદનોમાં તેમનું નામ સપાટી પર આવ્યું છે. તેઓ બપોરે ઇડી ઓફિસમાં હાજર થાય તેવી શક્યતા છે.
તિરંગા પોસ્ટ પર વિવાદ બાદ માલદીવના પૂર્વ મંત્રીએ માંગી માફી
તાજેતરમાં જ માલદીવના નેતાઓના વકતૃત્વના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. હવે ફરી એકવાર માલદીવના સસ્પેન્ડેડ મંત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ સર્જ્યો છે. જે બાદ સસ્પેન્ડ કરાયેલા મંત્રીએ વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) વિરુદ્ધ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માટે માફી માંગી છે. માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુની સમાન પાર્ટી સાથે જોડાયેલા મરિયમ શિયુનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "મારી તાજેતરની પોસ્ટને કારણે થયેલી કોઈપણ મૂંઝવણ અથવા ગુના બદલ હું દિલથી માફી માંગુ છું."
લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાંથી 5.60 કરોડ રોકડા, 3 કિલો સોનું જપ્ત
લોકસભાની ચૂંટણીમાં રોકડનો મોટા પાયે ખર્ચ થવાની સંભાવનાના પગલે તેને રોકવા માટે ચૂંટણી પંચ દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. કર્ણાટકના ગુનીનાડુ બેલ્લારી પોલીસે મોટી કાર્યવાહી કરી અને 5 કરોડ 60 લાખ રૂપિયા રોકડા, ત્રણ કિલો સોનું, 103 કિલો જ્વેલરી અને 21 નંગ ચાંદીના લગડી જપ્ત કરી હતી. મળતી માહિતી મુજબ જપ્ત કરાયેલા સોના-ચાંદીની કુલ કિંમત 7 કરોડ 6 લાખ રૂપિયા છે.
- Apr 08, 2024 21:21 IST
આ તાનાશાહી છે, અમે શાંતિપૂર્ણ ધરણા ચાલુ રાખીશું : ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન
ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયનની ધરપકટ પર તેમણે કહ્યું કે, અમે અમારા શાંતિપૂર્ણ ધરણા ચાલુ રાખીશું. આ તાનાશાહી છે પંરતુ અમે ટીએમસી તરફથી છીએ અને અમે લડીશું
- Apr 08, 2024 18:10 IST
દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન પર બેઠેલા TMC નેતાઓની અટકાયત
દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન પર બેઠેલા TMC નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી.
#WATCH दिल्ली पुलिस ने दिल्ली में चुनाव आयोग कार्यालय के बाहर धरने पर बैठे TMC नेताओं को हिरासत में लिया। pic.twitter.com/jtr2C95WJr
— ANI_HindiNews (@AHindinews) April 8, 2024
- Apr 08, 2024 17:42 IST
હરિયાણા : પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહનું ભાજપમાંથી રાજીનામું, કોંગ્રેસમાં જોડાશે
પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે સોમવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તેમના પુત્ર બ્રિજેન્દ્ર સિંહે એક મહિના પહેલા સાંસદ પદેથી રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મેં બીજેપીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે અને મારું રાજીનામું પાર્ટીના વડા જેપી નડ્ડાને મોકલી આપ્યું છે. મારી પત્ની પ્રેમ લતાએ પણ પાર્ટી છોડી દીધી છે. આવતીકાલે, અમે કોંગ્રેસમાં જોડાઈશું. કોંગ્રેસ સાથેના લગભગ ચાર દાયકા જૂના સંબંધો તોડીને બિરેન્દ્ર સિંહ 2014માં ભાજપમાં જોડાયા હતા .
- Apr 08, 2024 16:21 IST
2014માં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસનું લૂંટવાનું લાઇસન્સ રદ કરી દીધું છે - પીએમ મોદી
છત્તીસગઢના બસ્તરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદી બાદથી કોંગ્રેસ વિચારતી હતી કે તેની પાસે દેશને લૂંટવાનું લાઇસન્સ છે. 2014માં સત્તામાં આવ્યા બાદ મોદીએ કોંગ્રેસનું લૂંટવાનું લાઇસન્સ રદ કરી દીધું છે.
बस्तर, छत्तीसगढ़: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "आजादी के बाद से कांग्रेस समझती थी कि उसे देश को लूटने का लाइसेंस मिला हुआ है। 2014 में सरकार में आने के बाद मोदी ने कांग्रेस की लूट का लाइसेंस ही कैंसिल कर दिया है।" pic.twitter.com/UtzwtQxL9E
— ANI_HindiNews (@AHindinews) April 8, 2024
- Apr 08, 2024 12:47 IST
તિરંગા પોસ્ટ પર વિવાદ બાદ માલદીવના પૂર્વ મંત્રીએ માંગી માફી
માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુની સમાન પાર્ટી સાથે જોડાયેલા મરિયમ શિયુનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "મારી તાજેતરની પોસ્ટને કારણે થયેલી કોઈપણ મૂંઝવણ અથવા ગુના બદલ હું દિલથી માફી માંગુ છું."
- Apr 08, 2024 10:33 IST
કર્ણાટકની બેલ્લારી પોલીસની મોટી કાર્યવાહી,
કર્ણાટકના ગુનીનાડુ બેલ્લારી પોલીસે મોટી કાર્યવાહી કરી અને 5 કરોડ 60 લાખ રૂપિયા રોકડા, ત્રણ કિલો સોનું, 103 કિલો જ્વેલરી અને 21 નંગ ચાંદીના ટુકડા જપ્ત કર્યા હતા.
- Apr 08, 2024 08:39 IST
સપાના લોકસભા ઉમેદવાર કાજલ નિષાદને હાર્ટ એટેક આવ્યો
ઈન્ડિયા એલાયન્સ હેઠળ ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને ટીવી અભિનેત્રી કાજલ નિષાદને અચાનક હાર્ટ એટેક આવ્યો છે. ECG રિપોર્ટમાં ફેરફાર જોઈને ડોક્ટરોએ નેતાને તરત જ લખનૌની મેદાંતા હોસ્પિટલમાં રિફર કરી દીધા છે.
- Apr 08, 2024 08:20 IST
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી
ગુજરાતમાં ઊનાળો જામતો જાય છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
- Apr 08, 2024 08:18 IST
ચૈત્રી નવરાત્રીના પગલે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર
શક્તિ ઉપાસનાના દિવસો એટલે કે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલ 2024ના રોજથી શરુ થશે ત્યારે શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરના દર્શનનો સમય પણ બદલવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને ધ્યાને રાખી અંબાજી મંદિરમાં દર્શન, આરતી અને રાજભોગના સમયમાં ફેરફાર કરાયો છે.
- Apr 08, 2024 08:15 IST
અમાસનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/monday-horoscope-.jpg)
આજે અમાસ છે, આજનો 8 માર્ચ 2024, સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Apr 08, 2024 08:14 IST
'વારિસ પંજાબ દે' ચીફ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની માતાની ધરપકડ
પંજાબમાં 'વારિસ પંજાબ દે' ચીફ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની માતા બલવિંદર કૌરને આસામની જેલમાંથી પંજાબની જેલમાં ટ્રાન્સફર કરવાની માગણી કરતી પ્રસ્તાવિત માર્ચના એક દિવસ પહેલા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us