/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Parliament.jpg)
પ્રધાનમંત્રી આવાસ યોજના - સંસદ ભવન - photo - સંસદ ટીવી
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 August 2024 Highlights, આજના તાજા સમાચાર: લોકસભામાં આજે બપોરે અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરેન રિજિજૂએ વક્ફ બોર્ડ અધિનિયમમાં સંસોધન સાથે જોડાયેલું બિલ રજૂ કર્યું હતું. પહેલા વક્ફ અધિનિયમ 1995માં સંસોધન કરીને આ બિલને રજૂ કરવાની અનુમતિના પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ બિલ થકી વક્ફ એક્ટમાં અનેક બદલાવ થશે. વક્ફ કાયદો 1995નું નામ બદલીને એકીકૃત વક્ફ પ્રબંધન, સશક્તિકરણ દક્ષતા અને વિકાસ અધિનિયમ 1995 રહેશે.
વિપક્ષના નારાથી નારાજ ધનખરે ખુરશી છોડીને ઉભા થયા
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષના સૂત્રોચ્ચારથી ખૂબ જ નારાજ જોવા મળ્યા. ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ તેમણે કહ્યું કે હાલના સમયમાં હું જે જોઈ રહ્યો છું તે એ છે કે મારા પર સતત હુમલા થઈ રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક અખબારમાં મારી વિરુદ્ધ એક લેખ પણ લખવામાં આવ્યો હતો. ગૃહમાં દરરોજ મારું અપમાન થાય છે. અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે હું અહીં બેસી શકતો નથી, તેથી હું થોડો સમય અહીંથી જતો રહું છું.
મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર શપથ લેશે
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર શપથ લેશે. ગત સપ્તાહ બાંગ્લાદેશની રાજનીતિ માટે પડકારોથી ભરેલું રહ્યું છે. આવી સ્થિતિમાં સેના સ્થિર સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. મોહમ્મદ યુનુસે દેશભરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. નોકરીઓમાં અનામતના મુદ્દે શરૂ થયેલા આંદોલન બાદ શેખ હસીનાએ પહેલા વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને હવે ભારતમાં છે. આ દરમિયાન સેનાએ ચાર્જ સંભાળ્યો અને વચગાળાની સરકાર બનાવવાની વાત કરી.
BJP MLA અમૃતલાલ મીણાનું નિધન
રાજસ્થાનના સલુંબરના ધારાસભ્ય અમૃતલાલ મીણાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું હોવાના આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. ઉદયપુરની એમબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ થતાં તેમને મોડી રાતે હોસ્પિટલ ખસેડાયા હતા.
- Aug 08, 2024 19:20 IST
હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો
પેરિસ ઓલિમ્પિક 2024ના 13મા દિવસે ગુરુવારે (8 ઓગસ્ટ) ભારતને વધુ એક મેડલ મળ્યો છે. હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય ટીમ સ્પેન સામે 2-1થી વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતના કુલ 4 મેડલ થયા છે.
- Aug 08, 2024 18:14 IST
ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ ઠાકરે અને તેમના પુત્ર અને પક્ષના ધારાસભ્ય આદિત્ય ઠાકરે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા 10 જનપથ પહોંચ્યા.
#WATCH दिल्ली: शिवसेना (यूबीटी) प्रमुख उद्धव ठाकरे, उनकी पत्नी रश्मी ठाकरे और उनके बेटे और पार्टी विधायक आदित्य ठाकरे कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी से मिलने के लिए 10 जनपथ पहुंचे। pic.twitter.com/QrIgFA2vC3
— ANI_HindiNews (@AHindinews) August 8, 2024
- Aug 08, 2024 16:50 IST
સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી છે. તેમને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
- Aug 08, 2024 13:55 IST
જાપાનમાં 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
ગુરુવારે જાપાનના દક્ષિણી કિનારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની સલાહ આપવામાં આવી હતી. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 6.9 નોંધાઈ હતી અને તે જાપાનના દક્ષિણ મુખ્ય દ્વીપ ક્યુશુના પૂર્વ કિનારે લગભગ 30 કિલોમીટર (18.6 માઈલ) ની ઊંડાઈ પર કેન્દ્રિત હતું. તેણે ક્યુશુના દક્ષિણ કિનારે અને નજીકના શિકોકુ ટાપુ પર 1 મીટર (3.3 ફીટ) સુધીના મોજાની આગાહી કરતા સુનામી એડવાઈઝરી જારી કરી હતી.
- Aug 08, 2024 13:44 IST
સંસદમાં રજૂ થયું વક્ફ બોર્ડ બિલ, કોંગ્રેસે કહ્યું આ અધિકારો ઉપર હુમલો છે
લોકસભામાં આજે બપોરે અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરેન રિજિજૂએ વક્ફ બોર્ડ અધિનિયમમાં સંસોધન સાથે જોડાયેલું બિલ રજૂ કર્યું હતું. પહેલા વક્ફ અધિનિયમ 1995માં સંસોધન કરીને આ બિલને રજૂ કરવાની અનુમતિના પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ બિલ થકી વક્ફ એક્ટમાં અનેક બદલાવ થશે. વક્ફ કાયદો 1995નું નામ બદલીને એકીકૃત વક્ફ પ્રબંધન, સશક્તિકરણ દક્ષતા અને વિકાસ અધિનિયમ 1995 રહેશે.
- Aug 08, 2024 12:15 IST
બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું 80 વર્ષની વયે નિધન
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું લાંબી માંદગી બાદ ગુરુવારે સવારે કલકત્તામાં અવસાન થયું. તેઓ 80 વર્ષના હતા. તેમના પરિવારને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. બંગાળમાં ડાબેરી મોરચાના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમના બીજા અને છેલ્લા મુખ્ય પ્રધાન હતા, તેમણે 2000 થી 2011 સુધી સતત 11 વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું. ભટ્ટાચાર્યને બહુવિધ બિમારીઓને કારણે 29 જુલાઈ 2023ના રોજ કલકત્તાના અલીપોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી ન્યુમોનિયાની સારવાર હેઠળ હતા અને તેમને વેન્ટિલેશન પર રાખવામાં આવ્યા હતા.
- Aug 08, 2024 12:11 IST
હવે ભારત નહીં આવી શકે બાંગ્લાદેશી, આગામી આદેશ સુધી વિઝા પર રોક
બાંગ્લાદેશમાં હિંસા હજી પણ ચાલું છે ત્યારે બાંગ્લાદેશી લોકો ભારત આવવા પ્રયત્નો કરી રહ્યા છે. જોકે, હવે બાંગ્લાદેશી ભારત નહીં આવી શકે કારણ કે આગામી આદેશ સુધી વિઝા પર રોક લગાવવામાં આવી છે. બાંગ્લાદેશની જેલોમાંથી અનેક આતંકવાદી ભાગ ગયાના સમાચાર આવી રહ્યા છે. આ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે. જેના પગલે સીમા પર બીએસએફ એલર્ટ થઈ ગઈ છે.
- Aug 08, 2024 12:04 IST
વિપક્ષના નારાથી નારાજ ધનખરે ખુરશી છોડીને ઉભા થયા
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષના સૂત્રોચ્ચારથી ખૂબ જ નારાજ જોવા મળ્યા. ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ તેમણે કહ્યું કે હાલના સમયમાં હું જે જોઈ રહ્યો છું તે એ છે કે મારા પર સતત હુમલા થઈ રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક અખબારમાં મારી વિરુદ્ધ એક લેખ પણ લખવામાં આવ્યો હતો. ગૃહમાં દરરોજ મારું અપમાન થાય છે. અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે હું અહીં બેસી શકતો નથી, તેથી હું થોડો સમય અહીંથી જતો રહ્યો છું.
- Aug 08, 2024 10:38 IST
આરબીઆઈએ રેપો રેટમાં 9મી વાર કોઈ ફેરફાર ન કર્યો
આજે (8 ઓગસ્ટ) ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મળેલી MPC મીટિંગના છેલ્લા દિવસે તેના નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક 6 ઓગસ્ટથી શરૂ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
- Aug 08, 2024 09:49 IST
ગુરુવારનો દિવસ તમારો કેવો જશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/thursday-horoscope-.jpg)
આજે 8 ઓગસ્ટ 2024, ગુરુવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારા આજના દિવસનું રાશિ ભવિષ્ય.
- Aug 08, 2024 09:44 IST
રાજસ્થાનના BJP MLA અમૃતલાલ મીણાનું નિધન
રાજસ્થાનના સલુંબરના ધારાસભ્ય અમૃતલાલ મીણાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું હોવાના આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. ઉદયપુરની એમબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ થતાં તેમને મોડી રાતે હોસ્પિટલ ખસેડાયા હતા.
- Aug 08, 2024 09:44 IST
મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર શપથ લેશે
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર શપથ લેશે. ગત સપ્તાહ બાંગ્લાદેશની રાજનીતિ માટે પડકારોથી ભરેલું રહ્યું છે. આવી સ્થિતિમાં સેના સ્થિર સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. મોહમ્મદ યુનુસે દેશભરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us