/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/pm-modi-.jpg)
ભુવનેશ્વર એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્વાગત કર્યું (તસવીર - એએનઆઈ)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 8 January 2025 LIVE, આજના તાજા સમાચાર: ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના ભુવનેશ્વર એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન કરશે.
અંકલેશ્વર નજીક બાકરોલ પાસે નેશનલ હાઈવે પર કાર ટ્રકમાં ઘૂસી, ત્રણના મોત
ભરૂચના અંકલેશ્વરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફૂલ સ્પીડમાં દોડતી કાર ટ્રકના પાછળ ઘૂસી જતાં ભયાનક અકસ્માત થયો હતો. જેના પગલે કારમાં સવાર 7 લોકો પૈકી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત થયાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું બદલાયું, 15 જાન્યુઆરીએ થશે ઉદ્ઘાટન
દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ બીજેપીની જેમ દિલ્હીમાં પોતાનું નવું રાષ્ટ્રીય મુખ્યાલય તૈયાર કર્યું છે. અત્યાર સુધી કોંગ્રેસનું મુખ્યાલય 24, અકબર રોડ હતું, પરંતુ આવનારા દિવસોમાં તમને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ નવી જગ્યાએથી સંગઠન માટે કામ કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસનું નવું કાર્યાલય નવી દિલ્હીના 9A, કોટલા રોડ પર બનાવવામાં આવ્યું છે. તેને ઈન્દિરા ગાંધી ભવન નામ આપવામાં આવ્યું છે. પાર્ટીના સંગઠન (જનરલ સેક્રેટરી) કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કેસી વેણુગોપાલે જણાવ્યું કે 15 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તમામ નેતાઓની હાજરીમાં AICCના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે.
નલિયામાં ઠંડી ઘડીને 6 ડિગ્રી નજીક પહોંચી
ગુજરાતમાં અત્યારે જોરદાર ઠંડી પડી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 13 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. મંગળવારે રાજ્યમાં 6.2 ડિગ્રીથી 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6.2 ડિગ્રી પહોંચી ગયો હતો. જ્યારે ઓખામાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Jan 08, 2025 23:23 IST
Today Live news : પીએમ મોદી ઓડિશા પહોંચ્યા
ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના ભુવનેશ્વર એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન કરશે.
ओडिशा के राज्यपाल हरि बाबू कंभमपति, मुख्यमंत्री मोहन चरण माझी और केंद्रीय मंत्री धर्मेंद्र प्रधान ने ओडिशा के भुवनेश्वर हवाई अड्डे पर प्रधानमंत्री नरेंद्र मोदी का स्वागत किया।
प्रधानमंत्री नरेंद्र मोदी कल भुवनेश्वर में 18वें प्रवासी भारतीय दिवस का उद्घाटन करेंगे।
(तस्वीरें:… pic.twitter.com/X1i5XUwkbk— ANI_HindiNews (@AHindinews) January 8, 2025
- Jan 08, 2025 22:26 IST
Today Live news : આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં નાસભાગ, ચાર શ્રદ્ધાળુના મોત
આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં બુધવારે વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્રો પાસે નાસભાગમાં ચાર શ્રદ્ધાળુના મોત થયા છે. સવારથી હજારો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વાર દર્શન ટોકન માટે તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર કતારોમાં ઉભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રદ્ધાળુઓને બૈરાગી પટ્ટીડા પાર્કમાં કતારમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વાર દર્શન દસ દિવસ માટે ખુલ્લું મુકાયું છે . જેના કારણે હજારો લોકો ટોકન માટે રાહ જોઈ રહ્યા હતા.
- Jan 08, 2025 21:05 IST
Today Live news : હવામાન વિભાગની ગુરુવારે સવારે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસની આગાહી
દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે ગુરુવારે સવારે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા સ્થળોએ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ગુરુવારે સવારે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
- Jan 08, 2025 18:43 IST
Today Live news : પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં શિલાન્યાસ અને વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શિલાન્યાસ અને વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું.
watch प्रधानमंत्री नरेंद्र मोदी ने आंध्र प्रदेश के विशाखापत्तनम में विभिन्न विकास कार्यों का शिलान्यास और उद्घाटन किया।
(सोर्स: ANI/DD) pic.twitter.com/8ynABHHolj— ANI_HindiNews (@AHindinews) January 8, 2025
- Jan 08, 2025 17:04 IST
Today Live news : દિલ્હી ભાજપ અધ્યક્ષે કહ્યું - અરવિંદ કેજરીવાલના નામનો અર્થ છે જૂઠ, તેમના જીભની કોઈ કિંમત નથી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ વધી ગયું છે. હવે દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ અરવિંદ કેજરીવાલ પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલના નામનો અર્થ જુઠ્ઠાણું થાય છે. તે સાચું બોલી શકતા નથી. તેમના જીભની કોઇ કિંમત નથી.
- Jan 08, 2025 14:43 IST
Today Live news : મને કોંગ્રેસની બેઠકનું સરનામું પણ પૂછવામાં આવ્યું નથી., હાઈકમાન્ડથી ગુસ્સે થયા કમલનાથ
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે કોંગ્રેસ સંગઠન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે બેઠકમાં કહ્યું કે તેમની પાસેથી કંઈ પૂછવામાં આવતું નથી. બેઠક અંગે પણ માહિતી આપવામાં આવી નથી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી, વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘર, કમલનાથ, દિગ્વિજય સિંહ અને રાજ્ય પીએસીના અન્ય સભ્યોએ હાજરી આપી હતી. કમલનાથના આ નિવેદનને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજને પણ સમર્થન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ નેતા કમલનાથે વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું, 'આ દિવસોમાં એવું થઈ રહ્યું છે કે મને એપોઈન્ટમેન્ટ માટે પણ પૂછવામાં નથી આવ્યું. કોઈની પણ નિમણૂક કરવામાં આવે તો પણ વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા થવી જોઈએ. અમારી મીટિંગ્સ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. મને અખબારમાંથી જાણવા મળ્યું કે કોંગ્રેસની બેઠક હતી.' દિગ્વિજય સિંહે કહ્યું, 'હું પણ કમલનાથ સાથે સહમત છું. બેઠકો એજન્ડા વિના બોલાવવામાં આવે છે અને કેટલીકવાર એજન્ડા ખૂબ મોડેથી મળે છે.
- Jan 08, 2025 10:54 IST
Today Live news : માર્ગ અકસ્માતમાં ઘાયલોને રૂ. 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે
કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે નવી યોજના શરૂ કરી છે. આને કેશલેસ ટ્રીટમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અકસ્માતના 24 કલાકની અંદર પોલીસને માહિતી મળતાની સાથે જ 7 દિવસનો અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનો સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
ગડકરીએ કહ્યું કે કેશલેસ ટ્રીટમેન્ટ કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી અને હવે તેમાં રહેલી તમામ ખામીઓને સુધારીને ફરીથી લાગુ કરવામાં આવી રહી છે. તેનાથી પીડિતો અને તેમના પરિવારજનોને ફાયદો થશે. નીતિન ગડકરીએ કહ્યું કે જો કોઈ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામે છે તો સરકાર 2 લાખ રૂપિયા આપશે.
- Jan 08, 2025 09:36 IST
Today Live news : સેન્સેક્સ 200 પોઇન્ટ તૂટી 78000 નીચે, ઝોમેટો 2 ટકા ડાઉન
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે તૂટ્યા હતા. સેન્સેક્સ 200 પોઇન્ટ તૂટી 78000 નીચે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 78199 સામે વધીને આજે 78319 ખુલ્યો હતો. જો કે ઝોમેટો, અદાણી પોર્ટ્સ, ટાયટન, ઈન્ડ્સઇન્ડ બેંક અને ટેક મહિન્દ્રા શેરમાં 1 થી 2 ટકા સુધી તૂટ્યા હતા. પરિણામ સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 78000 લેવલ નીચે ઉતરી ગયો હતો. નિફ્ટી પાછલા બંધ 23707 સામે આજે 23746 ખુલ્યો હતો. પણ ત્યારબાદ ઘટીને 23650 લેવલ નીચે છે. બેંક નિફ્ટી અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 130 પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે.
- Jan 08, 2025 09:32 IST
Today Live news : ગુજરાત પોલીસનો ભરતી મેળો, આજથી શારીરિક કસોટી શરૂ
ગુજરાતમાં પોલીસ ભરતી અંતર્ગત ઉમેદવારોની આજથી શારીરિક કસોટી શરૂ થઈ ગઈ છે. 11 ગ્રાઉન્ડ પર પુરૂષ ઉમેદવારોની PSI અને લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પુરૂષ લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. તો 4 ગ્રાઉન્ડ પર મહિલા ઉમેદવારની પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી શારીરિક ટેસ્ટ યોજાશે.
- Jan 08, 2025 09:21 IST
Today Live news : અંકલેશ્વર નજીક બાકરોલ પાસે નેશનલ હાઈવે પર કાર ટ્રકમાં ઘૂસી, ત્રણના મોત
ભરૂચના અંકલેશ્વરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફૂલ સ્પીડમાં દોડતી કાર ટ્રકના પાછળ ઘૂસી જતાં ભયાનક અકસ્માત થયો હતો. જેના પગલે કારમાં સવાર 7 લોકો પૈકી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત થયાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- Jan 08, 2025 09:11 IST
Today Live news : આપ સરકારે યોજનાઓ કરતાં જાહેરાતો પર વધુ ખર્ચ કર્યો
દિલ્હીમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. AAP અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. દરમિયાન હવે ભાજપે મંગળવારે AAPની આગેવાની હેઠળની દિલ્હી સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓના અભિયાન ખર્ચ અંગેના કથિત CAG અહેવાલમાંથી ડેટા રજૂ કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જાહેરાતો પર ખર્ચવામાં આવેલી રકમ ઘણી યોજનાઓ માટે ફાળવવામાં આવેલી રકમ કરતાં વધુ છે.
- Jan 08, 2025 08:23 IST
Today Live news : નલિયામાં ઠંડી ઘડીને 6 ડિગ્રી નજીક પહોંચી
ગુજરાતમાં અત્યારે જોરદાર ઠંડી પડી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 13 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. મંગળવારે રાજ્યમાં 6.2 ડિગ્રીથી 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6.2 ડિગ્રી પહોંચી ગયો હતો. જ્યારે ઓખામાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Jan 08, 2025 08:23 IST
Today Live news : કોંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું બદલાયું, 15 જાન્યુઆરીએ થશે ઉદ્ઘાટન
દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ બીજેપીની જેમ દિલ્હીમાં પોતાનું નવું રાષ્ટ્રીય મુખ્યાલય તૈયાર કર્યું છે. અત્યાર સુધી કોંગ્રેસનું મુખ્યાલય 24, અકબર રોડ હતું, પરંતુ આવનારા દિવસોમાં તમને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ નવી જગ્યાએથી સંગઠન માટે કામ કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસનું નવું કાર્યાલય નવી દિલ્હીના 9A, કોટલા રોડ પર બનાવવામાં આવ્યું છે. તેને ઈન્દિરા ગાંધી ભવન નામ આપવામાં આવ્યું છે. પાર્ટીના સંગઠન (જનરલ સેક્રેટરી) કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કેસી વેણુગોપાલે જણાવ્યું કે 15 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તમામ નેતાઓની હાજરીમાં AICCના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us