Gujarati News 8 July 2024 Highlights : સુપ્રીમ કોર્ટ તરફથી મમતા બેનર્જી સરકારને ફટકો, સંદેશાખાલી મામલાની સીબીઆઈ તપાસ યથાવત્ રહેશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 July 2024 : દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. મુંબઇમાં 6 કલાકમાં 11.8 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શાળા કોલેજ બંધ રહેશે.

Written by Ajay Saroya
Updated : July 08, 2024 23:33 IST
Gujarati News 8 July 2024 Highlights : સુપ્રીમ કોર્ટ તરફથી મમતા બેનર્જી સરકારને ફટકો, સંદેશાખાલી મામલાની સીબીઆઈ તપાસ યથાવત્ રહેશે
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર - express photo

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 July 2024 LIVE, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટ તરફથી મમતા બેનર્જીને ફટકો પડ્યો છે. સરકારે કોર્ટમાં માંગણી કરી હતી કે કલકત્તા હાઇકોર્ટના તે આદેશને ફગાવી દેવામાં આવે જેમાં સીબીઆઈ તપાસનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પુછ્યું કે રાજ્ય સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કેમ કરી રહી છે. આ પછી કોર્ટે મમતા સરકારની અરજી ફગાવી દીધી હતી. કલકત્તા હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશાખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પડાવી લેવાના અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા કેસની તપાસ સીબીઆઈને કરવા કહ્યું હતું.

મુંબઈમાં ભારે વરસાદ

હવામાન વિભાગે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરાખંડ બાદ હવે મુંબઇમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. મુંબઇમાં માત્ર 6 કલાકમાં 11.8 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદ બાદ મુંબઇમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે શાળા અને સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરી જેવી સ્થિતિ સર્જાઇ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ કામગીરી કરી રહી છે. તો ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથ હાઇવે સહિત 115 થી વધુ રસ્તા બંધ થઇ ગયા છે. પુરીમાં જગન્નાથ રથયાત્રાનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર અને પીએમ નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા છે. ગુજરાત, દેશ અને દુનિયા તેમજ રમતગતમ, વેપાર સહિત તમામ સમચાર અહીં વાંચો

NEET UG : પેપર લીક પર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

NEET UG પેપર લીક પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આપણે દોષિતોની ઓળખ કરવામાં નિષ્ફળ રહીશું તો ફરી પરીક્ષાનો આદેશ આપવો પડશે

મુંબઇમાં વરસાદને લઇ હાઇ એલર્ટ, 300 મિમિ વરસાદ ખાબક્યો

મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે મુંબઇમાં વરસાદને લઇ હાઇ એલર્ટ કરવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જણાવ્યું કે, રવિવાર રાતથી મુંબઇમાં 300 એમએમ વરસાદ ખાબક્યો છે. રેલવેનાલગભગ 200 પમ્પ અને બીએમસીના 400થી વધુ પમ્પ વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં લાગેલા છે. સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર ટ્રેન ફરી શરૂ થઇ ગઇ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી, નોસેના અને વાયુ સેના એક્શન મોડમાં છે.

બિહારમાં 24 કલાકમાં વીજળી પડવાથી 12 લોકોના મોત, સરકાર દ્વારા 4 – 4 લાખ સહાય જાહેર

બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે. બિહાર સરકાર દ્વારા મૃતકોના પરિવારને 4 -4 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

હરિયાણામાં સ્કૂલ બસ પલટી, 40 બાળકો ઘાયલ

હરિયાણાના પંચકુલામાં સ્કૂલ બસને મોટો અકસ્માત નડ્યો છે. પંચકુલા જિલ્લાના પિંજોરમાં નૌલ્ટા ગામ નજીક હરિયાણા રોડવેઝ બસ પલટી જવાથી 40 થી વધુ બાળકો ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને સારવાર માટે પિંજૌર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસની ઓવર સ્પીડ, વધારે મુસાફરો અને ખરાબ રોડ રસ્તાને કારણે આ અકસ્માત થયો હોવાનું મનાય છે.

મધ્યપ્રદેશમાં મોહન સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, રામનિવાસ રાવતે મંત્રી પદના શપથ લીધા

મધ્યપ્રદેશમાં મોહન યાદવ સરકારના કેબિનેટનું બીજી વખત વિસ્તરણ થયું છે. બે મહિના પહેલા કોંગ્રેસ માંથી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય રામનિવાસ રાવત આજે રાજભવનમાં મંત્રી પદના શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલની હાજરીમાં તેણે કેબિનેટના શપથ લીધા છે. રામનિવાસ રાવત શ્યોપુર જિલ્લાની વિજયપુરથી 6 વખતથી ધારાસભ્ય રહેલા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રામનિવાસ રાવતે કોંગ્રેસની ટિકિટ પર મુરૈનાથી ચૂંટણી લડી હતી. પરંતુ પૂર્વ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર સાથે હારી ગયા હતા.

મુંબઇમાં 6 કલાકમાં 11.8 ઇંચ વરસાદ, શાળા – કોલેજમાં રજા જાહેર

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. મુંબઇમાં 6 કલાકમાં 11.8 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શાળા કોલેજ બંધ રહેશે. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરી છે.

Live Updates

પીએમ મોદીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત

મોસ્કોઃ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ આવાસમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી . પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠક યોજાશે અને રાત્રિભોજન કરશે.

અસમના પૂરમાં આજે વધુ છ લોકોના મોત

અસમના પૂરમાં આજે વધુ છ લોકોના મોત થયા છે. 8 જુલાઈ, 2024 સુધીમાં કુલ મૃત્યુઆંક 72 થઈ ગયો છે.

મણિપુરમાં રાહુલ ગાંધીએ કહ્યું - પરિસ્થિતિ હજુ પણ તેવી નથી જેવી હોવી જોઈતી હતી

ઇમ્ફાલ, મણિપુર: લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું ત્રીજી વખત અહીં આવ્યો છું. મેં વિચાર્યું હતું કે જમીન પર ઘણો સુધારો થયો હશે પરંતુ હું તે જોઈને નિરાશ થયો છું કે પરિસ્થિતિ હજુ પણ તેવી નથી જેવી હોવી જોઈતી હતી.

સુપ્રીમ કોર્ટ તરફથી મમતા બેનર્જી સરકારને ફટકો, સંદેશાખાલી મામલાની સીબીઆઈ તપાસ યથાવત્ રહેશે

સુપ્રીમ કોર્ટ તરફથી મમતા બેનર્જીને ફટકો પડ્યો છે. સરકારે કોર્ટમાં માંગણી કરી હતી કે કલકત્તા હાઇકોર્ટના તે આદેશને ફગાવી દેવામાં આવે જેમાં સીબીઆઈ તપાસનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પુછ્યું કે રાજ્ય સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કેમ કરી રહી છે. આ પછી કોર્ટે મમતા સરકારની અરજી ફગાવી દીધી હતી. કલકત્તા હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશાખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પડાવી લેવાના અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા કેસની તપાસ સીબીઆઈને કરવા કહ્યું હતું.

પીએમ મોદીનું મોસ્કોમાં ભારતીય સમુદાયે સ્વાગત કર્યું

પીએમ મોદી મોસ્કોમાં કાર્લટન હોટલ પહોંચ્યા છે. આ દરમિયાન ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કો પહોંચ્યા

પીએમ નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કો પહોંચી ગયા છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ મણિપુરમા રાહત શિવિરમાં લોકો સાથે મુલાકાત કરી

રાહુલ ગાંધીએ મણિપુરના વિષ્ણુપુરના મોઇરાંગમાં એક રાહત શિવિરમાં લોકો સાથે મુલાકાત કરી

પીએમ મોદી રશિયા પ્રવાસ - રશિયાના કલાકારો ઢોલ વગાડતા અને રિહસર્લ કરતા જોવા મળ્યા

પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા મોસ્કોમાં રશિયાના કલાકારો ઢોલ વગાડતા અને રિહસર્લ કરતા જોવા મળ્યા. પીએમ મોદી બે દિવસ માટે રશિયાના પ્રવાસે છે.

NEET UG : પેપર લીક પર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

NEET UG પેપર લીક પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આપણે દોષિતોની ઓળખ કરવામાં નિષ્ફળ રહીશું તો ફરી પરીક્ષાનો આદેશ આપવો પડશે

મુંબઇમાં વરસાદને લઇ હાઇ એલર્ટ, 300 મિમિ વરસાદ ખાબક્યો

મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે મુંબઇમાં વરસાદને લઇ હાઇ એલર્ટ કરવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જણાવ્યું કે, રવિવાર રાતથી મુંબઇમાં 300 એમએમ વરસાદ ખાબક્યો છે. રેલવેનાલગભગ 200 પમ્પ અને બીએમસીના 400થી વધુ પમ્પ વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં લાગેલા છે. સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર ટ્રેન ફરી શરૂ થઇ ગઇ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી, નોસેના અને વાયુ સેના એક્શન મોડમાં છે.

બિહારમાં 24 કલાકમાં વીજળી પડવાથી 12 લોકોના મોત, સરકાર દ્વારા 4 - 4 લાખ સહાય જાહેર

બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે. બિહાર સરકાર દ્વારા મૃતકોના પરિવારને 4 -4 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

હેમંત સોરેનનો આજે ફ્લોર ટેસ્ટ, ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન વિધાનસભા પહોંચ્યા છે. આજે મુખ્યમંત્રી હેમંત સોરેન વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન બહુમત સાબિત કરવાનો પ્રયાસ કરશે. ચર્ચા બાદ પક્ષ – વિપક્ષ વચ્ચે વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.

હરિયાણામાં સ્કૂલ બસ પલટી, 40 બાળકો ઘાયલ

હરિયાણાના પંચકુલામાં સ્કૂલ બસને મોટો અકસ્માત નડ્યો છે. પંચકુલા જિલ્લાના પિંજોરમાં નૌલ્ટા ગામ નજીક હરિયાણા રોડવેઝ બસ પલટી જવાથી 40 થી વધુ બાળકો ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને સારવાર માટે પિંજૌર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસની ઓવર સ્પીડ, વધારે મુસાફરો અને ખરાબ રોડ રસ્તાને કારણે આ અકસ્માત થયો હોવાનું મનાય છે.

રાહુલ ગાંધી મણિપુર જવા રવાના, રાહત શિબિરની મુલાકાત લેશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર જવા માટે રવાના થયા છે. સિલચર પહોંચતા મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતુ. રાહુલ ગાંધી ફુલેરતાલના યૂથ કેર સેન્ટરમાં થલાઇ સ્થિત રાહત શિબિરનું મુલાકાત લેશે અને ત્યારબાદ મણિપુર જવા રવાના થશે.

મધ્યપ્રદેશમાં મોહન સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, રામનિવાસ રાવતે મંત્રી પદના શપથ લીધા

મધ્યપ્રદેશમાં મોહન યાદવ સરકારના કેબિનેટનું બીજી વખત વિસ્તરણ થયું છે. બે મહિના પહેલા કોંગ્રેસ માંથી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય રામનિવાસ રાવત આજે રાજભવનમાં મંત્રી પદના શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલની હાજરીમાં તેમણે મંત્રીના શપથ લીધા છે. રામનિવાસ રાવત શ્યોપુર જિલ્લાની વિજયપુરથી 6 વખતથી ધારાસભ્ય રહેલા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રામનિવાસ રાવતે કોંગ્રેસની ટિકિટ પર મુરૈનાથી ચૂંટણી લડી હતી. પરંતુ પૂર્વ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર સાથે હારી ગયા હતા.

મુંબઇમાં ધોધમાર વરસાદ, પૂર જેવી સ્થિતિ, શાળા - કોલેજ બંધ

મુંબઇમાં 6 કલાકમાં 11.8 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શાળા કોલેજ બંધ રહેશે. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ