Gujarati News 8 March 2024 Highlights : આપણે મોદીને ઓપન ગોલ પોસ્ટ આપી, વ્યક્તિગત હુમલાઓની રાજનીતિ ન કરવી જોઈએ : ઓમર અબ્દુલ્લા

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 March 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાહુલ ગાંધી ફરીથી વાયનાડ સીટથી ચૂંટણી લડશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 March 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાહુલ ગાંધી ફરીથી વાયનાડ સીટથી ચૂંટણી લડશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
india alliance, Omar Abdullah

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા (Express file photo)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 March 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 8 માર્ચ 2024 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાથે સાથે મહાશિવરાત્રીનો તહેવાર પણ છે. આજે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાહુલ ગાંધી ફરીથી વાયનાડ સીટથી ચૂંટણી લડશે. જોતા રહો આજના તાજા સમાચાર..

Advertisment
breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ

આજના બ્રેકિંગ ન્યૂઝ : આપણે મોદીને ઓપન ગોલ પોસ્ટ આપી, વ્યક્તિગત હુમલાઓની રાજનીતિ ન કરવી જોઈએ : ઓમર અબ્દુલ્લા

થોડા દિવસ પહેલા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પટનામાં એક રેલીને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલો કર્યો હતો. પરિવારવાદને લઇને તેમને ઘેરવામાં આવ્યા હતા. હવે નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આપણે મોદીને ઓપન ગોલ પોસ્ટ આપી છે. હું સ્પષ્ટ છું કે આપણે વ્યક્તિગત હુમલાઓની રાજનીતિ ન કરવી જોઈએ, પરંતુ જાહેર મુદ્દાઓ ઉઠાવવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ચોકીદાર, અદાણી-અંબાણી, રાફેલ જેવા મુદ્દા કામ કરતા નથી

Advertisment
  • Mar 08, 2024 22:32 IST

    લોકસભાની ટિકિટ મળવા બદલ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે પાર્ટી હાઇકમાન્ડનો આભાર માન્યો

    લોકસભાની ટિકિટ મળવા બદલ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે પાર્ટી હાઇકમાન્ડનો આભાર માન્યો.

    — ANI_HindiNews (@AHindinews) March 8, 2024



  • Mar 08, 2024 21:04 IST

    આપણે મોદીને ઓપન ગોલ પોસ્ટ આપી, વ્યક્તિગત હુમલાઓની રાજનીતિ ન કરવી જોઈએ : ઓમર અબ્દુલ્લા

    થોડા દિવસ પહેલા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પટનામાં એક રેલીને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલો કર્યો હતો. પરિવારવાદને લઇને તેમને ઘેરવામાં આવ્યા હતા. હવે નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

    ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આપણે મોદીને ઓપન ગોલ પોસ્ટ આપી છે. હું સ્પષ્ટ છું કે આપણે વ્યક્તિગત હુમલાઓની રાજનીતિ ન કરવી જોઈએ, પરંતુ જાહેર મુદ્દાઓ ઉઠાવવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ચોકીદાર, અદાણી-અંબાણી, રાફેલ જેવા મુદ્દા કામ કરતા નથી



  • Mar 08, 2024 20:58 IST

    પીએમ મોદીનું આસામના કાઝીરંગા ખાતે ભવ્ય સ્વાગત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આસામના કાઝીરંગા ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

    — ANI_HindiNews (@AHindinews) March 8, 2024



  • Mar 08, 2024 19:29 IST

    લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, વાયનાડથી રાહુલ ગાંધી ઉમેદવાર

    લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વાયનાડથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે. ભુપેશ બઘેલને રાજનાંદગાંવથી ટિકિટ આપી.



  • Mar 08, 2024 19:17 IST

    કોંગ્રેસના બેંક ખાતા પર ઇન્કમટેક્સની કાર્યવાહી યથાવત્ રહેશે, પાર્ટીની અરજી ફગાવી

    કોંગ્રેસના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ રહેવાની છે. ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ શુક્રવારે કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જેમાં 210 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ અંગેના વિવાદના સંદર્ભમાં IT વિભાગની વસૂલાત અને તેમના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાની કાર્યવાહી સામે સ્ટે માંગવામાં આવ્યો હતો.



  • Mar 08, 2024 17:47 IST

    મણિપુરમાં ફરી વધ્યો તણાવ, સેનાના જવાનનું અપહરણ કરવામાં આવ્યું

    manipur violence : મણિપુરની સ્થિતિ હજુ પણ વિસ્ફોટક છે. હિંસા વચ્ચે હવે સેનાના જવાનોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે સવારે આર્મીના જેસીઓનું તેમના જ ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. દસ દિવસ પહેલા પણ આવી જ રીતે એક અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. મણિપુરમાં ફરીથી બદલાઈ રહેલી આ સ્થિતિથી પ્રશાસનને ચિંતામાં મુકી દીધા છે.



  • Mar 08, 2024 17:41 IST

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જયપુરમાં "સદાકલ ગુજરાત" કાર્યક્રમમાં હાજરી આપી

    જયપુરમાં અખિલ રાજસ્થાન ગુજરાતી સમાજ દ્વારા આયોજિત "સદાકલ ગુજરાત" કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી.

    https://twitter.com/AHindinews/status/1766071722606748147



  • Mar 08, 2024 16:26 IST

    ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા

    ગુજરાતના ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા

    — ANI_HindiNews (@AHindinews) March 8, 2024



  • Mar 08, 2024 15:03 IST

    10 મેના રોજ બાબા કેદારનાથના કપાટ ખુલશે

    શિવધામ એવા બાબા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 10 મે 2024ના રોજ બાબા કેદારનાથના કપાટ ખુલશે.



  • Mar 08, 2024 14:59 IST

    બેંગલુરુમાં પીવાના પાણીનો બગાડ કરવા બદલ 5000 રૂપિયાનો દંડ

    ઉનાળાની શરુઆત પહેલા બેંગલુરુ પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, બેંગલુરુમાં પીવાના પાણીનો બગાડ કરવા પર 5000 રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



  • Mar 08, 2024 13:43 IST

    રાજસ્થાનમાં શિવ શોભાયાત્રામાં મોટી દુર્ઘટના, કરંટ લાગવાથી 14 બાળકો દાઝ્યા

    રાજસ્થાનના કોટાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા હતા. હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ બાળકોની હાલત અત્યંત ગંભીર છે. ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી, હાલમાં પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળે હાજર છે. આસપાસના લોકો ગભરાટમાં છે. હાલ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે.

    https://twitter.com/ANI/status/1766012904929685933?



  • Mar 08, 2024 12:36 IST

    લંચ બ્રેક પછી ભારતને બે ફટકા પડ્યા, રોહિત શર્મા અને શુભમન ગીલ આઉટ

    ધર્મશાલામાં રમાઇ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં લંચ પછી ભારતીય ટીમને ઉપરી છાપરા બે ફટકા પડ્યા હતા. જેમાં રોહિત શર્મા અને શુભમન ગીલ બંને આઉટ થઈ પેવેલીયન ભેગા થયા હતા. શુભમન ગુલ 110 રન બનાવી અને રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થયા હાત.



  • Mar 08, 2024 11:56 IST

    હરિયાણાના નુહમાં 10મા ધોરણના પેપર લીક કાંડમાં 33 કેસ નોંધાયા, 15 કસ્ટડીમાં

    યુપી અને રાજસ્થાન બાદ હવે હરિયાણામાં પણ પેપર લીકનો પર્દાફાશ થયો છે.હરિયાણાના નૂહમાં 10માની પરીક્ષા દરમિયાન એક ખાનગી શાળા પર દરોડા પાડવામાં આવ્યા હતા. શાળા સંચાલકો અને શિક્ષકો પરીક્ષામાં ખુલ્લેઆમ છેતરપિંડી કરતા ઝડપાયા હતા. દરોડા બાદ આરોપીઓ સામે 33 કેસ નોંધવામાં આવ્યા હતા અને 15 લોકોની અટકાયત કરવામાં આવી હતી.



  • Mar 08, 2024 11:42 IST

    ધર્મશાલા ટેસ્ટના બીજા દિવસે લંચ બ્રેક પડ્યો, રોહિત અને ગીલની શદી

    ધર્મશાલાના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ રમાઈ રહી છે ત્યારે આજે બીજા દિવસે લંચ બ્રેક સુધીમાં ભારતે 60 ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે 254 રન બનાવી દીધા છે. હવે 46 રનની બઢત થઈ છે. શુભમન ગિલે 101 અને રોહિત શર્માએ 102 બનાવીને ક્રીઝ પર ઊભા છે. બંનેની 106 રનની ભાગીદારી છે. આ સેશનમાં ભારતને 1 વિકેટ ગુમાવીને 129 બનાવ્યા હતા.



  • Mar 08, 2024 11:33 IST

    સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઘરમાં આગ, પુત્રનું મોત

    સુરતના મોટા વરાછામાં આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા 18 વર્ષના પુત્રનું મોત નીપજ્યું છેજ્યારે છ સભ્યોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.



  • Mar 08, 2024 10:47 IST

    આજે મુખ્યમંત્રી ડાકોરના પ્રવાસે, વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ડાકોરની મુલાકાતે જશે. જ્યાં તેઓ 130 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરશે. ડાકોરમાં ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત 222 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ખાતમૂહુર્ત પણ કરશે.



  • Mar 08, 2024 10:30 IST

    અફઘાનિસ્તાનના ક્રિકેટર નૂર અલી જાદરાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

    અફઘાનિસ્તાનના ક્રિકેટર નૂર અલી જારદાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સંન્યાસની ઘોષણા કરી દીધી છે. તેમણે બે ટેસ્ટ, 51 વન ડે અને 23 ટી20 રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.



  • Mar 08, 2024 10:08 IST

    ધર્મશાલામાં ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટનો બીજો દિવસ શરુ

    ધર્મશાલામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચનો બીજો દિવસ શરુ થયો છે. રોહિત શર્મા અને શુભમન ગીલ ક્રિઝ પર છે.



  • Mar 08, 2024 09:24 IST

    મહિલા દિવસ પર મોદી સરકારની ભેટ, રસોઈ ગેસ સિલિન્ડરમાં ₹ 100નો ઘટાડો કર્યો

    આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે શુક્રવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. મીડિયા પ્લેટફોર્મ X પર નિર્ણય વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું.

    — Narendra Modi (@narendramodi) March 8, 2024



  • Mar 08, 2024 09:04 IST

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે શુક્રવારે આ યાત્રાનો બીજો દિવસ છે. રાહુલ ગાંધી આજે પાવાગઢ મહાકાલીના દર્શન કરી શકે છે.



  • Mar 08, 2024 08:58 IST

    મહશિવરાત્રીનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    મહાશિવરાત્રીનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. સાથે જ આંતરરાષ્ટ્રી મહિલા દિવસ મેષથી લઈને મીન રાશિના લોકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ



  • Mar 08, 2024 08:56 IST

    આજે દેશભરના શિવ મંદિરોમાં ધામધુમથી મહશિવરાત્રીની ઉજવણી

    શિવ અને શક્તિના મિલનના આ પવિત્ર દિવસ મહાશિવરાત્રીની દેશભરના શિવ મંદિરોમાં ધામધુમથી ઉજવણી થઈ રહી છે. આજના શિવના દર્શન કરવાથી ભગવાનના આશિર્વાદ મળે છે. જેથી મોટી સંખ્યામાં શિવ ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ