Gujarati News 8 May 2024 Highlights: કર્ણાટક પોલીસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને સમન્સ મોકલ્યું, સાત દિવસમાં થાય હાજર

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 may 2024 : પીએમ મોદીએ વારંગલમાં સામ પિત્રોડાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે રાજકુમારના કાકા અમેરિકામાં છે અને રાજકુમારના કાકાએ એક મોટું રહસ્ય ખોલ્યું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
JP Nadda, BJP

ભાજપના પ્રમુખ જેપી નડ્ડા (ફાઇલ ફોટો, એક્સપ્રેસ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 may 2024 Highlights, આજના તાજા સમાચાર: પીએમ મોદી બુધવારે તેલંગાણામાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આ રેલીઓમાં પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ વારંગલમાં સામ પિત્રોડાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે રાજકુમારના કાકા અમેરિકામાં છે અને રાજકુમારના કાકાએ એક મોટું રહસ્ય ખોલ્યું. કાકાએ કહ્યું કે કાળી ચામડીવાળાઓ આફ્રિકન છે. ત્વચાના રંગના આધારે દેશવાસીઓનું અપમાન થયું છે, દેશ ત્વચાના રંગના આધારે અપમાન સહન નહીં કરે. તેઓ કાળી ચામડીના આધારે દુરુપયોગ કરતા હતા.

Advertisment

સેમ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ આજે અચાનક ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યું છે જેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રંગભેદના નિવેદનના કારણે સેમ પિત્રોડા આજે વિવાદમાં આવ્યા હતા અને પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો હતો.

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાનો રંગભેદના માધ્યમથી ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ તુલના કરતો વીડિયો આજે વાયરલ થયો હતો. વીડિયોમાં પિત્રોડા પૂર્વી ભારતના લોકોની તુલના ચીન સાથે અને દક્ષિણ ભારતના લોકોની તુલના આફ્રિકાના લોકો સાથે કરતા જોવા મળ્યા હતા.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 9 મે ના રોજ જાહેર થશે

Advertisment

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 9 મે ના રોજ જાહેર થશે. આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

કર્ણાટક પોલીસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને સમન્સ મોકલ્યું, સાત દિવસમાં થાય હાજર

કર્ણાટક પોલીસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના નેતા અમિત માલવીયને સમન્સ પાઠવ્યું છે. કર્ણાટક પોલીસે આ બંને નેતાઓને કર્ણાટક ભાજપના એક્સ હેન્ડલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અંગે સમન્સ પાઠવ્યું છે અને તેમને સાત દિવસની અંદર બેંગલુરુના હાઇ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે.

કર્ણાટક પોલીસે મોકલેલા સમન્સમાં જણાવાયું છે કે રમેશ બાબુએ બેંગલુરુના હાઇ ગ્રાઉન્ડ્સમાં આવીને ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કર્ણાટક ભાજપના એક્સ હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોને લઇને છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 ઉડાનો રદ્દ

એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 ફ્લાઈટ્સ એક સાથે રદ્દ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓ રજા પર ઉતરી ગયા છે. આ પહેલા ક્યારેય એવું જોવા મળ્યું નથી કે બધા કર્મચારીઓ એકસાથે રજા લેતા હોય, પરંતુ આ વખતે એર ઈન્ડિયામાં એવું જોવા મળ્યું છે. એક સાથે આટલી ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મુસાફરોના બુકિંગ પર પણ તેની અસર પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય પૂર્વ અને ખાડી દેશોની મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.

હવે સમજવા જેવી વાત એ છે કે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મર્જ થવા જઈ રહી છે. તેના કારણે, ઘણા કર્મચારીઓને લાગે છે કે તેમની નોકરી જોખમમાં છે અને તેઓ કોઈપણ સમયે છટણી થઈ શકે છે. આ જ ડરને કારણે વિરોધ શરૂ થયો અને તમામ કર્મચારીઓએ એકસાથે રજા લીધી. એર ઈન્ડિયા એક્સપ્રેસે નિવેદનમાં કહ્યું છે કે ઘણા કર્મચારીઓ એકસાથે બીમાર પડ્યા છે, જેના કારણે તેઓએ આ સમયે રજા માંગી હતી અને ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

કોવિશિલ્ડ બનાવતી કંપનીનો મોટો નિર્ણય

કોરોનાની રસી બનાવનારી દિગ્ગજ કંપની એસ્ટ્રા ઝેનેકાએ બજારમાંથી તમામ રસીઓ પરત મંગાવવાનો નિર્ણય લીધો છે. રસીકરણ બાદ લોકોમાં ગંભીર આડઅસરના મામલા સામે આવ્યા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. આમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીનો પણ સમાવેશ થાય છે. હવે કંપની વૈશ્વિક સ્તરે તેની તમામ રસીઓ પરત મંગાવી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ કોર્ટમાં રસીકરણ પછી ગંભીર આડઅસરોનો સ્વીકાર કર્યો હતો. જો કે, કંપનીએ બજારમાંથી રસી પરત મંગાવવા પાછળ બીજું કારણ આપ્યું છે.

ગુજરાતમાં 59.50 ટકા મતદાન

ગુજરાતમાં મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ભારે ગરમી વચ્ચે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ દિવસના અંતે ગુજરાતની 25 લોકસભા બેઠકો ઉપર 59.50 ટકા મતદાન થયું હતું.

  • May 08, 2024 22:40 IST

    જમ્મુ - કાશ્મીરની જેલમ નદીમાં હોડી પલટી, બચાવ કામગીર ચાલુ

    જમ્મુ - કાશ્મીકના હટીવાડા વિસ્તારમાં જેલમ મદીમાં નવ મજૂરોને લઇ જઇ રહેલી હોડી ડુબી ગઇ છે. આ દૂર્ઘટનામાં હોડીમાં બેસનાર 7 લોકોને બચાવી લેવાયા છે અને 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. SDRF પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

    — ANI_HindiNews (@AHindinews) May 8, 2024

  • May 08, 2024 20:36 IST

    સેમ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

    કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ આજે અચાનક ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યું છે જેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રંગભેદના નિવેદનના કારણે સેમ પિત્રોડા આજે વિવાદમાં આવ્યા હતા અને પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો હતો.

    ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાનો રંગભેદના માધ્યમથી ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ તુલના કરતો વીડિયો આજે વાયરલ થયો હતો. વીડિયોમાં પિત્રોડા પૂર્વી ભારતના લોકોની તુલના ચીન સાથે અને દક્ષિણ ભારતના લોકોની તુલના આફ્રિકાના લોકો સાથે કરતા જોવા મળ્યા હતા.

  • May 08, 2024 18:56 IST

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ 9 મે ના રોજ જાહેર થશે

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 9 મે ના રોજ જાહેર થશે. આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • May 08, 2024 18:42 IST

    કર્ણાટક પોલીસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને સમન્સ મોકલ્યું, સાત દિવસમાં થાય હાજર

    કર્ણાટક પોલીસે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના નેતા અમિત માલવીયને સમન્સ પાઠવ્યું છે. કર્ણાટક પોલીસે આ બંને નેતાઓને કર્ણાટક ભાજપના એક્સ હેન્ડલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અંગે સમન્સ પાઠવ્યું છે અને તેમને સાત દિવસની અંદર બેંગલુરુના હાઇ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે.

    કર્ણાટક પોલીસે મોકલેલા સમન્સમાં જણાવાયું છે કે રમેશ બાબુએ બેંગલુરુના હાઇ ગ્રાઉન્ડ્સમાં આવીને ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કર્ણાટક ભાજપના એક્સ હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોને લઇને છે.

  • May 08, 2024 17:19 IST

    હું સેમ પિત્રોડાને કહેવા માંગીશ કે નોર્થ ઇસ્ટના લોકો ગૌરવપૂર્ણ ભારતીય છે - હિમંતા બિસ્વા સરમા

    આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આજે મેં સેમ પિત્રોડાનું નિવેદન જોયું. તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વના લોકો ચીની જેવા દેખાય છે. આ અમારા માટે દુઃખદ નિવેદન છે. મને ખબર નથી કે ચાઈનીઝ સાથે અમારી સમાનતાતે શોધીને તે શું સાબિત કરવા માંગે છે. રાહુલ ગાંધીની આસપાસ જે પણ લોકો રહે છે, તેમની નોર્થ ઈસ્ટ તરફ જોવાની રીત ખૂબ જ ખોટી છે. રાહુલ ગાંધી અને તેમની આસપાસના લોકો નોર્થ ઈસ્ટનું અપમાન કરતા રહે છે. હું સેમ પિત્રોડાને કહેવા માંગીશ કે નોર્થ ઇસ્ટના લોકો ગૌરવપૂર્ણ ભારતીય છે.

  • May 08, 2024 14:31 IST

    PM મોદીએ સામ પિત્રોડાના 'કાળી ત્વચા' નિવેદન પર રાહુલ પર પ્રહાર કર્યા

    રેલીને સંબોધતા તેમણે કહ્યું કે રાજકુમારના કાકા અમેરિકામાં છે અને રાજકુમારના કાકાએ એક મોટું રહસ્ય ખોલ્યું. કાકાએ કહ્યું કે કાળી ચામડીવાળાઓ આફ્રિકન છે. ત્વચાના રંગના આધારે દેશવાસીઓનું અપમાન થયું છે, દેશ ત્વચાના રંગના આધારે અપમાન સહન નહીં કરે. તેઓ કાળી ચામડીના આધારે દુરુપયોગ કરતા હતા.

  • May 08, 2024 12:27 IST

    સામ પિત્રોડાએ ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન

    ભારતની વિવિધતા વિશે વાત કરતી વખતે સામ પિત્રોડાએ કહ્યું હતું કે ભારતમાં, પૂર્વના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે જ્યારે દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે.

  • May 08, 2024 10:45 IST

    એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 ઉડાનો રદ્દ

    એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 ફ્લાઈટ્સ એક સાથે રદ્દ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓ રજા પર ઉતરી ગયા છે. આ પહેલા ક્યારેય એવું જોવા મળ્યું નથી કે બધા કર્મચારીઓ એકસાથે રજા લેતા હોય, પરંતુ આ વખતે એર ઈન્ડિયામાં એવું જોવા મળ્યું છે

  • May 08, 2024 09:51 IST

    આજે પણ અમદાવાદમાં ગરમી 43 ડિગ્રી પહોંચશે

    હવામાનની જાણકારી આપતી વેબસાઈટ AccuWeather પ્રમાણે આજે 8 મે 2024, બુધવારનો દિવસ અમદાવાદીઓ માટે પસાર કરવો કાઠો પડી જશે. કારણ કે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બપોરના સમયમાં આકરી ગરમીનો અહેસાસ થશે.સૂર્યદાદા આકાશમાંથી અગન ગોળા વરસાવશે. સાંજ પડે તાપમાન ઘટશે જોકે, ગરમીનો અહેસાસ રાત સુધી રહેશે.

  • May 08, 2024 08:59 IST

    કોવિશિલ્ડ બનાવતી કંપનીનો મોટો નિર્ણય

    હવે કંપની વૈશ્વિક સ્તરે તેની તમામ રસીઓ પરત મંગાવી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ કોર્ટમાં રસીકરણ પછી ગંભીર આડઅસરોનો સ્વીકાર કર્યો હતો.

  • May 08, 2024 08:19 IST

    આજે બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 8 મે 2024, બુધવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારા આજના દિવસનું રાશિફળ

  • May 08, 2024 08:15 IST

    ગુજરાતમાં 59.50 ટકા મતદાન

    ગુજરાતમાં મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ભારે ગરમી વચ્ચે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ દિવસના અંતે ગુજરાતની 25 લોકસભા બેઠકો ઉપર 59.50 ટકા મતદાન થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ