/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Salman-Khan-blackbuck-killing-case.jpg)
રમેશ બિશ્નોઈએ દાવો કર્યો કે, સલમાન ખાને આ મામલે વળતર તરીકે પૈસા આપવાની રજૂઆત કરી હતી. (તસવીર : સોશિયલ મીડિયા)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 November 2024, આજના તાજા સમાચાર: બોલિવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાન ઘણા સમયથી ચર્ચામાં છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે અને હવે ફરી એકવાર મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન માટે ધમકીભર્યો મેસેજ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાત્રે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવ્યો હતો, જેના પછી પોલીસે હવે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
અમિત શાહે કહ્યું - તમારી ચાર પેઢીઓ પણ કલમ 370 પાછી લાવી શકશે નહીં
કોલ્હાપુર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે હવે કોંગ્રેસ પાર્ટી નેશનલ કોન્ફરન્સ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવાનો પ્રસ્તાવ પાસ કરે છે. રાહુલ બાબા, હું મહાલક્ષ્મીની ધરતી પર એ કહીને જઇ રહ્યો છું કે તમે જ નહીં, તમારી ચાર પેઢીઓ પણ કલમ 370 પાછી લાવી શકશે નહીં. કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે, તેને ભારતથી કોઈ અલગ કરી શકશે નહીં.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવારમાં આતંકવાદી હુમલો
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે લોકોની હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા લોકોની ઓળખ ગ્રામ સંરક્ષણ સમિતિના સભ્યો (ગામ સંરક્ષણ રક્ષકો) તરીકે કરવામાં આવી છે. મૃતકોની ઓળખ નઝીર અહેમદ ઉ.વ. મોહમ્મદ ખલીલ અને કુલદીપ કુમાર ઉ.અમર ચંદ તરીકે કરવામાં આવી છે, બંને ઓહલી કુંટવાડા ગામના રહેવાસી છે. આતંકી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ બંનેનું કિશ્તવાડ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હજુ સુધી મૃતદેહો મળ્યા નથી, સુરક્ષા દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઈને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને JKNC પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરી છે.
- Nov 08, 2024 22:40 IST
Today Live News : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું - કોંગ્રેસ પાર્ટીએ પોતે જ બંધારણ પર હુમલો કર્યો
મુંબઈ: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોતે જ બંધારણ પર હુમલો કર્યો. મહારાષ્ટ્રમાં ખોટો પ્રચાર કર્યો પરંતુ તેનો પર્દાફાશ થયો છે. કોઈ દલિત સમુદાય, કોઈ લઘુમતી કોંગ્રેસને મત આપવાના નથી.
- Nov 08, 2024 21:46 IST
Today Live News : સેમસનની સદી
સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20માં શાનદાર બેટિંગ કરતા 47 બોલમાં 7 ફોર 9 સિક્સર સાથે સદી ફટકારી છે.
- Nov 08, 2024 20:45 IST
Today Live News : 1 એપ્રિલ 2005 પહેલાંના કર્મીઓને જૂની પેન્શનનો લાભ, ગુજરાત સરકારે ઠરાવ કર્યો
1 એપ્રિલ 2005 પહેલાં સરકારી નોકરીમાં લાગેલા કર્મચારીઓને OPSનો લાભ આપવાનો ગુજરાત સરકારે ઠરાવ કર્યો છે. આ નિર્ણયથી શિક્ષણ, આરોગ્ય અને પંયાચત વિભાગમાં ફરજ બજાવતા 60,245 કર્મચારીને ફાયદો થશે.
- Nov 08, 2024 17:56 IST
Today Live News : અમિત શાહે કહ્યું - તમારી ચાર પેઢીઓ પણ કલમ 370 પાછી લાવી શકશે નહીં
કોલ્હાપુર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે હવે કોંગ્રેસ પાર્ટી નેશનલ કોન્ફરન્સ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવાનો પ્રસ્તાવ પાસ કરે છે. રાહુલ બાબા, હું મહાલક્ષ્મીની ધરતી પર એ કહીને જઇ રહ્યો છું કે તમે જ નહીં, તમારી ચાર પેઢીઓ પણ કલમ 370 પાછી લાવી શકશે નહીં. કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે, તેને ભારતથી કોઈ અલગ કરી શકશે નહીં.
- Nov 08, 2024 17:00 IST
Today Live News : અયોધ્યા જઈ રહેલા ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો, 40 મુસાફર ઇજાગ્રસ્ત
અયોધ્યા જઈ રહેલા ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો છે. જેમાં 40 મુસાફર ઇજાગ્રસ્ત થયા છે. કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર ફીલનગર ગામ પાસે આ અકસ્માત થયો હતો. મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ હતી. શ્રદ્ધાળુઓ ભરેલી બસ અમદાવાદથી ઊપડી હતી હતી.
- Nov 08, 2024 12:32 IST
Today Live News : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો, ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પાંચમા દિવસે આજે ફરી ગૃહમાં હંગામો થયો હતો. ગુરુવારની જેમ આજે ફરી એકવાર કલમ 370ના મુદ્દે સંઘર્ષ જોવા મળ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે માર્શલને બોલાવવો પડ્યો. આ માર્શલો ધારાસભ્ય ખુરશીદ શેખને ખેંચીને બહાર લઈ ગયા. આ સિવાય સ્થિતિને કાબૂમાં લેવા માટે હંગામો મચાવનારા અન્ય ઘણા ધારાસભ્યોને પણ ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા.
વાસ્તવમાં, કલમ 370ની પુનઃસ્થાપનાને લઈને ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને ભાજપ આ પ્રસ્તાવનો સતત વિરોધ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આજે ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ ભાજપના ધારાસભ્યો દ્વારા પીડીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સત્ર શરૂ થતાં જ બીજેપી ધારાસભ્યો ઉભા થઈ ગયા અને પીડીપી અને સ્પીકર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવાનું શરૂ કર્યું, જેના પછી મોટો વિવાદ થયો.
- Nov 08, 2024 10:26 IST
Today Live News : સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી
બોલિવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાન ઘણા સમયથી ચર્ચામાં છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે અને હવે ફરી એકવાર મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન માટે ધમકીભર્યો મેસેજ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે રાત્રે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવ્યો હતો, જેના પછી પોલીસે હવે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
- Nov 08, 2024 09:29 IST
Today Live News : શેરબજાર વધીને ખુલ્યા બાદ 350 પોઇન્ટ ડાઉન, બેંક શેર તૂટ્યા
શેરબજાર શુક્રવારે વધીને ખૂલ્યા હતા પરંતુ બેંક શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા હતા. સેન્સેક્સ 79541 પાછલા બંધ સામે શુક્રવારે 79611 ખુલ્યો હતો. જો કે રિલાયન્સ, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, મારૂતિ સુઝુકી અને એશિયન પેઇન્ટસ જેવા બ્લુચીપ સ્ટોકમાં વેચવાલીથી શેરબજાર પર દબાણ આવ્યું અને સેન્સેક્સ 350 પોઇન્ટ ઘટી 79111ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી પાછલા બંધ 24092 સામે આજે 24207 ખૂલ્યો હતો પણ પ્રોફિટ બુકિંગના દબાણથી 100 પોઇન્ટના ઘટાડે 24000 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
- Nov 08, 2024 07:36 IST
Today Live News : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે
આજે 8 નવેમ્બર 2024, શુક્રવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ
- Nov 08, 2024 07:35 IST
Today Live News : જમ્મુ અને કાશ્મીરના કિશ્તવારમાં આતંકવાદી હુમલો
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે લોકોની હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા લોકોની ઓળખ ગ્રામ સંરક્ષણ સમિતિના સભ્યો (ગામ સંરક્ષણ રક્ષકો) તરીકે કરવામાં આવી છે. મૃતકોની ઓળખ નઝીર અહેમદ ઉ.વ. મોહમ્મદ ખલીલ અને કુલદીપ કુમાર ઉ.અમર ચંદ તરીકે કરવામાં આવી છે, બંને ઓહલી કુંટવાડા ગામના રહેવાસી છે. આતંકી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us