Gujarati News 8 September 2024 Highlights : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી જાહેર, 9 ઉમેદવારોની જાહેરાત કરી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 September 2024 : મોહિત ગ્રોવરને ગુરુગ્રામથી ટિકિટ આપવામાં આવી છે. અશોક અરોરાને થાનેસરથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કુલદીપ શર્માને ગન્નૌરથી અને બાદશાહપુરથી વર્ધન યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે બ્રિજેન્દ્ર સિંહને ઉચાના કલાનાથી ટિકિટ આપવામાં આવી છે. તેમનો મુકાબલો જેજેપીના દુષ્યંત ચૌટાલા સામે થશે.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 September 2024 : મોહિત ગ્રોવરને ગુરુગ્રામથી ટિકિટ આપવામાં આવી છે. અશોક અરોરાને થાનેસરથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કુલદીપ શર્માને ગન્નૌરથી અને બાદશાહપુરથી વર્ધન યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે બ્રિજેન્દ્ર સિંહને ઉચાના કલાનાથી ટિકિટ આપવામાં આવી છે. તેમનો મુકાબલો જેજેપીના દુષ્યંત ચૌટાલા સામે થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Election 2024, Congress

કોંગ્રેસ ફાઈલ તસવીર - express photo

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 8 September 2024 Highlights, આજના તાજા સમાચાર: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસે 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. જાહેર કરવામાં આવેલી યાદી મુજબ મોહિત ગ્રોવરને ગુરુગ્રામથી ટિકિટ આપવામાં આવી છે. અશોક અરોરાને થાનેસરથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કુલદીપ શર્માને ગન્નૌરથી અને બાદશાહપુરથી વર્ધન યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે બ્રિજેન્દ્ર સિંહને ઉચાના કલાનાથી ટિકિટ આપવામાં આવી છે. તેમનો મુકાબલો જેજેપીના દુષ્યંત ચૌટાલા સામે થશે. કોંગ્રેસ આ પહેલા પ્રથમ યાદીમાં 32 ઉમેદવારો જાહેર કર્યા હતા.

Advertisment

પેરાલિમ્પિક્સ 2024 : ભારતે રેકોર્ડ 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીત્યા

પેરિસ પેરાલિમ્પિક્સમાં રવિવારે (8 સપ્ટેમ્બર) ભારતના અભિયાનનો અંત આવ્યો છે. ભારતે રેકોર્ડ સાત 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 29 મેડલ સાથે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. મેડલ ટેબલમાં ભારત 18માં સ્થાને રહ્યું છે.

દિલ્હી : ફેક્ટરીમાં આગ લાગી

આજે સવારે દિલ્હીના રણહોલા વિસ્તારમાં રાજીવ રતન આવાસ પાસે એક ફેક્ટરીમાં આગ લાગી છે. આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઋષિ પાંચમ છે. દેશમાં ઋષિ પાંચમ તહેવારનો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.

  • Sep 08, 2024 23:29 IST

    હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બીજી યાદીમાં 9 ઉમેદવારોની જાહેરાત કરી

    હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસે 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. જાહેર કરવામાં આવેલી યાદી મુજબ મોહિત ગ્રોવરને ગુરુગ્રામથી ટિકિટ આપવામાં આવી છે. અશોક અરોરાને થાનેસરથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કુલદીપ શર્માને ગન્નૌરથી અને બાદશાહપુરથી વર્ધન યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે બ્રિજેન્દ્ર સિંહને ઉચાના કલાનાથી ટિકિટ આપવામાં આવી છે. તેમનો મુકાબલો જેજેપીના દુષ્યંત ચૌટાલા સામે થશે. કોંગ્રેસ આ પહેલા પ્રથમ યાદીમાં 32 ઉમેદવારો જાહેર કર્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) September 8, 2024



  • Sep 08, 2024 21:52 IST

    ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી : પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત

    ભારત બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે અને તે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેએલ રાહુલ અને ઋષભ પંતની વાપસી થઇ છે.

    પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.



  • Advertisment
  • Sep 08, 2024 20:45 IST

    ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા

    મુંબઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતું.

    — ANI_HindiNews (@AHindinews) September 8, 2024



  • Sep 08, 2024 18:11 IST

    અબુ ધાબીના પ્રિન્સ દિલ્હી પહોંચ્યા

    દિલ્હી: અબુ ધાબીના પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દિલ્હી પહોંચ્યા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું સ્વાગત કર્યું હતું.

    — ANI_HindiNews (@AHindinews) September 8, 2024



  • Sep 08, 2024 16:45 IST

    પેરાલિમ્પિક્સ 2024 : ભારતે રેકોર્ડ 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીત્યા

    પેરિસ પેરાલિમ્પિક્સમાં રવિવારે (8 સપ્ટેમ્બર) ભારતના અભિયાનનો અંત આવ્યો છે. ભારતે રેકોર્ડ સાત 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 29 મેડલ સાથે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. મેડલ ટેબલમાં ભારત 18માં સ્થાને રહ્યું છે.



  • Sep 08, 2024 13:07 IST

    જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 6 ઉમેદવારના નામ જાહેર

    જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમા 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમા કરનાહ બેઠક પર ઇદરીશ કરનાહી, હંદવાડામાં ગુલામ મોહમ્મદ મીર, સોનાવારીમાં અબ્દુલ રશીદ કાન, બાંદીપોરામાં નસીર અહમદ લોન, ગુરેજ બેઠક પર ફકીર મોહમ્મદ ખાન અને ઉધમપુર પૂર્વ બેઠક પર આર.એસ. પઠાનિયાને ઉમેદવાર બનાવ્યા છે.

    https://twitter.com/AHindinews/status/1832675915442143500



  • Sep 08, 2024 12:53 IST

    ઝારખંડને કુશાસન મુક્ત કરીશું - શિવરાજ સિંહ ચૌહાણ

    કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમારો એક માત્ર કાર્યક્રમ ઝારખંડને કુશાસનથી મુક્ત કરવાનો છે. ચૂંટણી નજીક આવતા 5 લાખ નોકરીઓ આપવાનું વચન આપનારા મુખ્યમંત્રી હવે જાણે છે કે આ સમયે કોઈ ભરતી થઈ શકે નહીં, તેથી સ્થિતિ એવી છે કે પોલીસ ભરતીમાં જ યુવાનોને 10 કિમી દોડાવવામાં આવ્યા હતા, યોગ્ય વ્યવસ્થા ન હોત તો આ બન્યું ન હોત, હેમંત સોરેનની સરકારે માત્ર વોટ માટે યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આ કાવતરું ઘડ્યું હતું, જેના કારણે 12 યુવાનોએ જીવ ગુમાવ્યો. જીવ ગયો આ કોઈ અકસ્માત નથી, પરંતુ વોટની લાચમાં થયેલી હત્યાઓ છે.

    — ANI_HindiNews (@AHindinews) September 8, 2024



  • Sep 08, 2024 10:20 IST

    રાહુલ ગાંધી અમેરિકા ટેક્સાસ પહોંચ્યા

    રાહુલ ગાંધી અમેરિકા પ્રવાસે ટેક્સાસના ડલાસ પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ મેટા પર લિખ્યું છે, હું આ યાત્રા દરમિયાન સાર્થક ચર્ચાઓ અને વ્યવહારિક વાતચીતમાં સામેલ થવા ઉત્સકુ છે, જે આપણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબુચ કરશે.

    — Congress (@INCIndia) September 8, 2024



  • Sep 08, 2024 10:14 IST

    લખનઉ બિલ્ડિંગ ધરાશાયી, તપાસ સમિતિ રચાઇ

    લખનઉમાં શનિવારે બિલ્ડિંગ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘયાલ થયા છે. બિલ્ડિંગ ધરાશાયી થતા એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ બચાવ કામગીરી કરી રહી છે. લખનઉના પોલિસ કમિશનર અમિત વર્માએ કહ્યું કે, બિલ્ડિંગ પડવાથી 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હજી પણ બચાવ કામગીરી ચાલુ છે. બિલ્ડિંગ પડવાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

    https://twitter.com/AHindinews/status/1832637057812066782



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ દેશ