Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 9 February 2025 LIVE, આજના તાજા સમાચાર: છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર કર્યા છે. જો કે બે જવાનો પણ શહીદ થયા છે અને ચાર ઘાયલ થયા છે. સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ હજુ પણ ચાલુ છે. આ એન્કાઉન્ટર બીજાપુર જિલ્લાના એડપ્પલ્લી વિસ્તારમાં થઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીઆરજી અને એસટીએફના જવાનો નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર કરી રહ્યા છે.
બસ્તર પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તાર હેઠળના જંગલોમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહીદ થયા છે જ્યારે બે ઘાયલ થયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
દિલ્હી સીએમ આતિશી આપ્યું રાજીનામુ
દિલ્હી ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ મુખ્યમંત્રી આતિશીએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું છે. 142 દિવસ સુધી મુખ્યમંત્રી કુર્સી સંભાળી રાખી હતી. પરંતુ તેમની મુખ્યમંત્રી તરીકેની યાત્રા સમાપ્ત થઈ ગઈ છે. એલજી વી કે સક્સેનનાએ પણ વિધાનસભા ભંગ કરી દીધી છે. આ અંગે નોટિફિકેશન પણ જારી કરી દીધું છે. મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટીના એક એવા મોટા નેતા છે જેમણે પોતાની ખુર્સી બચાવી છે. બાકી કેજરીવાલ, સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સૌરભ ભારદ્વાજે પોતાની સીટો ગુમાવી છે.
પોલીસે પાકિસ્તાની શંકાસ્પદ યુવકની ધરપકડ કરી
રાજસ્થાનના જેસલમેરથી પોલીસે વિઝા વિના નેપાળ થઈને પાકિસ્તાનથી ભારત આવેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ પાકિસ્તાની શંકાસ્પદ યુવકે પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા છે. આ યુવક પાકિસ્તાની યુટ્યુબર છે, જેનું નામ વિનય કપૂર હોવાનું કહેવાય છે. ભારત આવ્યા બાદ પણ તેણે ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે.
4 જૂન 2024ના રોજ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તેણે 19 જૂન, 2024ના રોજ આ કાર્યક્રમનો વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર પણ પોસ્ટ કર્યો હતો. 2023માં તેનો પરિચય સોશિયલ મીડિયા દ્વારા સચિન ચૌધરી સાથે થયો હતો. જે બાદ તે નેપાળ થઈને ઉત્તરાખંડ થઈને ભારત પહોંચ્યો હતો.





