Gujarati News 9 July 2024 Highlights : રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા

India Gujarat Today Latest News in Gujarati Highlights,, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 9 July 2024 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PMi Modi, Russia highest civilian honour

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા (ANI video/Screengrab)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 9 July 2024 Highlights, આજના તાજા સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયામાં આજે મંગળવારે બીજો દિવસ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં આતંકવાદી હુમલામાં 5 જવાન શહીદ થયા છે આ પાંચ દિવસની અંદર બીજો આતંકી હુમલો છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર

Advertisment

રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા હતા. આ પછી પીએમ મોદીએ કહ્યું કે રશિયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવા માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. આ સન્માન ફક્ત મારું સન્માન નથી પણ 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે. આ ભારત અને રશિયા વચ્ચે સદીઓ જૂની ખાસ મિત્રતા અને આપસી વિશ્વાસનું સન્માન છે.

મુંબઈ : બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ

મુંબઈના વર્લી બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની મંગળવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. થાણેના શાહપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને વર્લી પોલીસ સ્ટેશન લાવવામાં આવશે. પોલીસે આ કેસમાં અન્ય 12 લોકોની પણ ધરપકડ કરી છે. મિહિર શાહ તે વ્યક્તિ છે જેની ગાડીથી અકસ્માત થયા પછી એક મહિલાનું મોત થયું હતું. મિહિર શાહ ત્યારથી ફરાર હતો. મુંબઈ પોલીસે તેની ધરપકડ કરવા માટે 6 ટીમો બનાવી હતી. તેને દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) પણ જાહેર કર્યો હતો. આ કેસમાં આરોપીના પિતા શિવસેનાના નેતા રાજેશ શાહને જામીન મળ્યાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે.

Advertisment

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ

હવામાનની આગાહીના પગલે અમદાવાદમાં મંગળવારે બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.એસજી હાઈવે, ગોતા, બોપલ, પ્રહલાદનગર, ઇનસપુર, મણિનગર, નરોડા સહિતમાં ભારે પવન સાથે વરસાદ ચાલી રહ્યો છે.

રશિયન સેનામાં ભરતી થયેલ ભારતીયો પરત ફરશે

રશિયામાં પીએમ મોદી: યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઘણા ભારતીયો રશિયન સેનામાં ફસાયા હોવાના અહેવાલો છે અને રશિયાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં આ ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. વ્લાદિમીર પુટિન. હવે રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે જે મુજબ રશિયન આર્મીમાં ભરતી થયેલા ભારતીયોને રજા આપીને ભારત પરત મોકલવામાં આવશે, જે આ ભારતીયો અને તેમના પરિવારો માટે એક સારા સમાચાર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂત્રોનું કહેવું છે કે મોસ્કો પહોંચ્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલા આ મુદ્દો વ્લાદિમીર પુતિન સાથે ઉઠાવ્યો હતો અને રશિયન આર્મીમાં ભરતી થયેલા ભારતીયોને પરત મોકલવાની માંગ કરી હતી અને બંને વચ્ચે પહેલી મુલાકાત બાદ તેઓ બીજી વખત પણ મળ્યા હતા આ પહેલા રશિયાએ ભારતની માંગ સ્વીકારી લીધી છે અને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત મોકલવાનો નિર્ણય લીધો છે.

Modi in Russia: પીએમ મોદી રશિયા પ્રવાસ બીજો દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મિત્ર દેશ રશિયાના પ્રવાસે પહોંચ્યા હતા. મોસ્કો એરપોર્ટ પર પીએમ મોદીનું રશિયાના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી ડેનિસ મંટુરોવે સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ચર્ચામાં મહત્વના મુદ્દાઓ ઉપર વાતચીત થશે.

પીએમ નરેન્દ્ર મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રશિયાના કલાકારો બોલિવૂડ સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. પીએમ મોદીના સ્વાગત માટે ભારતીયો પણ પહોંચ્યા હતા.

  • Jul 09, 2024 23:37 IST

    ઓસ્ટ્રિયામાં ભારતીયો પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા વિયેના પહોંચ્યા

    ઓસ્ટ્રિયામાં ભારતીયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા વિયેના પહોંચ્યા. પીએમ નરેન્દ્ર મોદી મોસ્કો, રશિયાથી ઓસ્ટ્રિયા માટે રવાના થયા છે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેનને મળશે અને ચાન્સેલર કાર્લ નેહમર સાથે વાતચીત કરશે.

    — ANI_HindiNews (@AHindinews) July 9, 2024

  • Jul 09, 2024 21:40 IST

    પીએમ મોદી રશિયા પછી હવે ઓસ્ટ્રિયાના પ્રવાસે રવાના

    — ANI_HindiNews (@AHindinews) July 9, 2024

  • Jul 09, 2024 20:29 IST

    ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ, જય શાહે કરી જાહેરાત

    ટીમ ઈન્ડિયાને નવા હેડ કોચ મળી ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે મંગળવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. ગંભીરના નામની જાહેરાત માત્ર ઔપચારિકતા હતી. દ્રવિડનો કાર્યકાળ ભારતીય ક્રિકેટ ટીમ ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનવાની સાથે જ પુરો થયો હતો. ગયા વર્ષે વન ડે વર્લ્ડ કપ બાદ તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. ગંભીર 3.5 વર્ષ સુધી આ પદ પર રહેશે. આ કાર્યકાળ 2027ના અંતમાં સમાપ્ત થશે.

  • Jul 09, 2024 19:01 IST

    રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા હતા. આ પછી પીએમ મોદીએ કહ્યું કે રશિયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવા માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. આ સન્માન ફક્ત મારું સન્માન નથી પણ 14દ કરોડ ભારતવાસીઓનું સન્માન છે. આ ભારત અને રશિયા વચ્ચે સદીઓ જૂની ખાસ મિત્રતા અને આપસી વિશ્વાસનું સન્માન છે.

    — ANI_HindiNews (@AHindinews) July 9, 2024

  • Jul 09, 2024 17:52 IST

    ભાજપે હરિયાણામાં મોહન લાલ બડૌલીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા

    — ANI_HindiNews (@AHindinews) July 9, 2024

  • Jul 09, 2024 17:09 IST

    મુંબઈ : બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ

    મુંબઈના વર્લી બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની મંગળવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. થાણેના શાહપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને વર્લી પોલીસ સ્ટેશન લાવવામાં આવશે. પોલીસે આ કેસમાં અન્ય 12 લોકોની પણ ધરપકડ કરી છે. મિહિર શાહ તે વ્યક્તિ છે જેની ગાડીથી અકસ્માત થયા પછી એક મહિલાનું મોત થયું હતું. મિહિર શાહ ત્યારથી ફરાર હતો. મુંબઈ પોલીસે તેની ધરપકડ કરવા માટે 6 ટીમો બનાવી હતી. તેને દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) પણ જાહેર કર્યો હતો. આ કેસમાં આરોપીના પિતા શિવસેનાના નેતા રાજેશ શાહને જામીન મળ્યાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે.

  • Jul 09, 2024 16:54 IST

    પીએમ મોદીએ કહ્યું - લગભગ 10 વર્ષમાં આપણે 17 વખત મળ્યા છીએ

    પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 2.5 દાયકાથી, મારા રશિયાની સાથે-સાથે તમારી સાથે પણ સંબંધો રહ્યા છે. લગભગ 10 વર્ષમાં આપણે 17 વખત મળ્યા છીએ. છેલ્લા 25 વર્ષમાં આપણી લગભગ 22 દ્વિપક્ષીય બેઠકો થઈ છે. આ અમારા સંબંધોની ઊંડાઈ દર્શાવે છે.

    — ANI_HindiNews (@AHindinews) July 9, 2024

  • Jul 09, 2024 16:33 IST

    હું તમામ પ્રકારના આતંકવાદની ટિકા કરું છું - પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત છેલ્લા 40-50 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આતંકવાદ કેટલો ભયાનક હોય છે તે અમે છેલ્લા 40 વર્ષથી સામનો કરી રહ્યા છીએ. તો જ્યારે મોસ્કોમાં આતંકવાદી ઘટનાઓ બની, જ્યારે દાગિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ બની. તેનું દર્દ કેટલું હશે તેની હું કલ્પના કરી શકું છું. હું તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરું છું.

    — ANI_HindiNews (@AHindinews) July 9, 2024

  • Jul 09, 2024 15:09 IST

    અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ

    હવામાનની આગાહીના પગલે અમદાવાદમાં મંગળવારે બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.એસજી હાઈવે, ગોતા, બોપલ, પ્રહલાદનગર, ઇનસપુર, મણિનગર, નરોડા સહિતમાં ભારે પવન સાથે વરસાદ ચાલી રહ્યો છે.

  • Jul 09, 2024 13:58 IST

    બદલતા ભારતને જોઈ આશ્ચર્યચકિત થઈ છે દુનિયા: વડાપ્રધાન મોદી

    પીએમ મોદીએ કહ્યું કે ભારતીય યુવાનોની પ્રતિભા જોઈને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને દુનિયામાં હાજર એનઆરઆઈ પોતાના પર ગર્વ અનુભવે છે. ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હું આજે અહીં એકલો નથી આવ્યો પરંતુ મારી સાથે દેશની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે આજે 9 જુલાઈ છે, આ દિવસની ખાસ વાત એ છે કે મેં આ દિવસે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આમ, મને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે.

  • Jul 09, 2024 10:28 IST

    PM મોદીનો રશિયા પ્રવાસ વચ્ચે મોસ્કોનો મોટો નિર્ણય

    યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઘણા ભારતીયો રશિયન સેનામાં ફસાયા હોવાના અહેવાલો છે અને રશિયાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં આ ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. વ્લાદિમીર પુટિન. હવે રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે જે મુજબ રશિયન આર્મીમાં ભરતી થયેલા ભારતીયોને રજા આપીને ભારત પરત મોકલવામાં આવશે, જે આ ભારતીયો અને તેમના પરિવારો માટે એક સારા સમાચાર છે.

  • Jul 09, 2024 08:27 IST

    હાથરસ દુર્ઘટનામાં SITએ લગભગ 300 પાનાનો અહેવાલ સુપરત કર્યો

    હાથરસ નાસભાગની ઘટના અંગે SITએ 300 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે. 2 જુલાઈના રોજ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી જવાથી 121 લોકો માર્યા ગયા હતા.

  • Jul 09, 2024 07:58 IST

    વાંચો તમારું મંગળવારનું રાશિફળ

    આજે 9 જુલાઈ 2024, મંગળવારનો દિવસ મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ.

  • Jul 09, 2024 07:57 IST

    જમ્મુ કાશ્મિરમાં પાંચ દિવસની અંદર બીજો આતંકી હુમલો

    જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર થયેલા હુમલામાં 5 સૈનિકો શહીદ થયા છે. આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. તેઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને એન્કાઉન્ટર ચાલુ છે. જોકે, જમ્મુ કાશ્મિરમાં પાંચ દિવસની અંદર આ બીજો આતંકી હુમલો છે.

  • Jul 09, 2024 07:57 IST

    પીએમ મોદીનો રશિયામાં આજે બીજો દિવસ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મિત્ર દેશ રશિયાના પ્રવાસે પહોંચ્યા હતા. મોસ્કો એરપોર્ટ પર પીએમ મોદીનું રશિયાના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી ડેનિસ મંટુરોવે સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ચર્ચામાં મહત્વના મુદ્દાઓ ઉપર વાતચીત થશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ