/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/rahul-gandhi-1.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Express file photo by Partha Paul)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 9 may 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 9 મે 2024, ગુરુવારનો દિવસ છે. આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓએ એક સાથે માસ સીએલ મુકતા એર ઈન્ડિયા એક્સપ્રેસ સંકટમાં આવી ગઈ છે.એરલાઇનના સીઇઓ આલોક સિંહે કહ્યું કે એરલાઇન આગામી દિવસોમાં તેની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરશે. બીજી તરફ દાહોદમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં બુથકેપ્ચરિંગની ઘટનાનો વીડિયો વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે. અહીં વાંચો દિવસ ભરના આજના તાજા સમાચાર..
વચગાળાના જામીન આપવાથી ખોટી પરંપરા શરૂ થશે, ચૂંટણી પ્રચાર મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટમાં ઇડીનું સોગંદનામું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી સીએમને ગમે તેમ કરીને જેલમાંથી બહાર કાઢવાની પૂરી કોશિશ કરી રહી છે ત્યારે હવે ઈડીએ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જામીન ન આપવાના પક્ષમાં દલીલ કરી છે. ઇડીનું કહેવું છે કે વચગાળાના જામીનથી ખોટી પરંપરા શરૂ થશે અને ચૂંટણી પ્રચાર એ મૂળભૂત અધિકાર નથી કે આ આધાર પર કોઈને જામીન આપવામાં આવે.
દાહોદના બુથ કેપચરિંગનો મામલો મતદાન રદ
લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાની મતદાન અંતર્ગત દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવતા પરથમપુરા મતદાન બુથ કેપ્ચરિંગ થયાનો મામલો સામે આવ્યો હતો. તંત્રના ધ્યાને આવતા આ બુથનું મતદાન રદ કરીને 11 મે ના રોજ ફરી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે.
- May 09, 2024 22:24 IST
ભાજપ ચૂંટણી જીતશે તો હિંદુસ્તાન નું સંવિધાન બદલી નાંખશે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હૈદરાબાદરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપ - આરએસએસે સ્પષ્ટ કહ્યુ છે કે, જો તેઓ ચૂંટણી જીતશે તો હિંદુસ્તાનનું સંવિધાન બદલી નાંધશે, તેને રદ કરી નાંખશે, હિંદુસ્તાનનું સંવિધાન હિંદુસ્તાનના ગરીબ લોકોનું પુસ્તક છે, જે તેમને અધિકાર આપે છે. ભાજપના નેતા જ્યારે સંવિધાનને બદલી નાંખશે, તેને રદ કરવાની વાત કરે છે તો તે માત્ર ગરીબ લોકો પર નહીં પણ દેશની આત્મા પર આક્રમણ કરે છે.
#WATCH सरूरनगर, हैदराबाद: कांग्रेस सांसद राहुल गांधी ने जनसभा को संबोधित करते हुए कहा, "भाजपा, RSS ने साफ कह दिया है कि अगर वे चुनाव जीतेंगे तो हिंदुस्तान के संविधान को बदल देंगे, उसे रद्द कर देंगे। हिंदुस्तान का संविधान हिंदुस्तान के गरीब लोगों की किताब है, यह उन्हें अधिकार देता… pic.twitter.com/VnBccLLOps
— ANI_HindiNews (@AHindinews) May 9, 2024
- May 09, 2024 17:11 IST
ઇફ્કોની ડાયરેકટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાનો વિજય, બિપીન ગોતાને ભાજપનું મેન્ડેટ હોવા છતા પરાજય
ઇફ્કોની ડાયરેકટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાએ વિજય સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે. ઇફ્કોની ડાયરેકટરની ચૂંટણીમાં ભાજપના જ જયેશ રાદડીયા અને બિપીન પટેલ ગોતા વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં જયેશ રાદડીયાએ બાજી મારી લીધી છે. ખાસ વાત એ છે કે બિપીન પટેલ ગોતાને ભાજપનું મેન્ડેટ મળ્યું હોવા છતા તેમનો પરાજય થયો છે. 180 માંથી વિજય રાદડીયાને 114 મત મળ્યા હતા. જ્યારે બિપીન પટેલને 66 મત મળ્યા હતા.
- May 09, 2024 16:57 IST
વચગાળાના જામીન આપવાથી ખોટી પરંપરા શરૂ થશે, સુપ્રીમ કોર્ટમાં ઇડીનું સોગંદનામું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી સીએમને ગમે તેમ કરીને જેલમાંથી બહાર કાઢવાની પૂરી કોશિશ કરી રહી છે ત્યારે હવે ઈડીએ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જામીન ન આપવાના પક્ષમાં દલીલ કરી છે. ઇડીનું કહેવું છે કે વચગાળાના જામીનથી ખોટી પરંપરા શરૂ થશે અને ચૂંટણી પ્રચાર એ મૂળભૂત અધિકાર નથી કે આ આધાર પર કોઈને જામીન આપવામાં આવે.
- May 09, 2024 14:13 IST
દાહોદના બુથ કેપચરિંગનો મામલો મતદાન રદ્દ, બુથ પર ફરી થશે મતદાન
લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાની મતદાન અંતર્ગત દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવતા પરથમપુરા મતદાન બુથ કેપ્ચરિંગ થયાનો મામલો સામે આવ્યો હતો. તંત્રના ધ્યાને આવતા આ બુથનું મતદાન રદ્દ કરીને ફરી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે.
- May 09, 2024 14:08 IST
ગોધરામાં પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું ઝડપાયુ મસ્ત મોટું કૌભાંડ
દાહોદ જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹7,00,000 રોકડા મળી આવ્યા


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us