/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Minto-Park-Allahabad-1.jpg)
Allahabad Minto Park: અલ્હાબાદનું મિન્ટો પાર્કમાં એક સ્તંભ બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાની ઐતિહાસિક ઘોષણાનું સાક્ષી છે. (Photo: Allahabad Heritage Society)
India Independence Day Story: ભારતને અંગ્રેજની ગુલાબી માંથી આઝાદી મળી તે પહેલા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓ એ લાંબી લડાઇ લડી હતી. ભારત સહિત વિશ્વના ઘણા દેશો સેંકડો વર્ષોથી ગુલામીમાં બંધાયેલા હતા. મુગલ શાસન બાદ ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઇ હતી.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલા ભારતમાં શાસન કર્યું હતું, ત્યારબાદ બ્રિટનની મહારાણી વિક્ટોરિયાએ તેની કમાન સંભાળી હતી. જ્યારે મહારાણીએ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારત પર શાસન કરવાનો અધિકાર પાછો ખેંચી લીધો, ત્યારે તેની ઘોષણા સૌપ્રથમ અલ્હાબાદના મિન્ટો પાર્ક ખાતેના તત્કાલીન વાઇસરોય લોર્ડ ચાર્લ્સ કેનિંગે વાંચી સંભળાવી હતી. ચાલો જાણીયે તેનો રસપ્રદ ઇતિહાસ છે.
1765માં મુગલ બાદશાહ શાહ આલમ દ્વિતીય અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા
દેશમાં વેપાર કરવાના ઇરાદા સાથે આવેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સૌપ્રથમ 1757માં પોતાનો પગ મૂક્યો હતો. આ માટે મુગલ બાદશાહ શાહ આલમ દ્વિતીય અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે 1765માં કરાર થયા હતા. આ કરાર જ ભારતમાં ગુલામીના નવા અધ્યાયનો પાયો હતો. આ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના કાયદા અને આદેશ લોકો પર ભારતમાં કોઇ કંપની નહીં પરંતુ ઓથોરિટીની જેમ ચલાવવાનું શરૂ કર્યું હતું.
અંગ્રેજોના જુલ્મોથી લોકોની ધીરજ તુટી, 1857માં ક્રાંતિની ઘોષણા કરી હતી
લગભગ સો વરસ સુધી ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતીયો પર ભયંકર જુલ્મ ગુજાર્યા હતા. અંગ્રેજ અધિકારીઓ મનમાની રીતે કરવેરા વસૂલતા હતા. ભારતમાંથી કાચો માલ વિદેશ લઇ જવામાં આવતો અને ત્યાંથી તૈયાર માલ લાવી ભારતમાં અતિશય ઉંચા ભાવે વેચતા હતા. આનાથી લોકોની ધીરજ તૂટી. લોકો આંદોલનની તૈયારી કરવા લાગ્યા. લોકો કંપની સામે એક થયા અને 1857માં ક્રાંતિની ઘોષણા કરી.
Minto Park, Prayagraj (Allahabad).
The park is a historical site, as in 1858 Earl Canning read out the declaration of Queen Victoria's Proclamation of complete transfer of control over India from The EIC to the govt. of Britain. The park is named after Earl of Minto. pic.twitter.com/57JLLjQ5R6— Indian Art (@IndiaArtHistory) December 16, 2018
1857ની આ ક્રાંતિ ભારત માંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં મૂળિયાં ઉખેડી નાંખવાનો મુખ્ય આધાર બની હતી. તેનો પડઘો બ્રિટનની રાણી સુધી પહોંચ્યો. ગભરાયેલા મહારાણી વિક્ટોરિયા અને તેમના સાથીઓએ નક્કી કર્યું કે ભારતમાં પ્રશાસનની જવાબદારી પોતાના હાથમાં લેવી જોઈએ અને આ સાથે જ ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી તેના અધિકારો લઈ લેવાનું નક્કી કરવામાં આવ્યું. આ માટે ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યો હતો. 1 નવેમ્બર, 1858ના રોજ તત્કાલીન અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)માં યમુના કિનારે આવેલા એક ઉદ્યાનમાં ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ચાર્લ્સ કેનિંગે તે ઘોષણા સૌપ્રથમ વાર વાંચી હતી. આને કારણે આ સ્થળ ઐતિહાસિક બન્યું હતું.
ત્યારબાદ 9 નવેમ્બર, 1910ના રોજ લોર્ડ મિન્ટોએ આ સ્થળનું સુશોભન કરાવ્યું અને તેને એક મોટા ઉદ્યાનમાં તબ્દીલ કર્યું. તેને મિન્ટો પાર્ક કહેવામાં આવે છે. 13 એકરમાં ફેલાયેલા આ બગીચામાં સફેદ આરસપહાણના સ્તંભ પર રાણી વિક્ટોરિયાની ઘોષણા અંકિત કરવામાં આવી હતી. આ સ્તંભની ટોચ પર ચાર સિંહની પ્રતિકૃતિ છે.
આ પણ વાંચો | સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશ, 15 ઓગસ્ટ પર ચાલો કરીયે ધ્વજ વંદન
બ્રિટનની મહારાણીએ પોતાના ઘોષણા પત્રમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતના અત્યાચારો માટે પણ ખેદ વ્યક્ત કર્યો છે, જોકે રાણીના શાસનકાળમાં પણ અંગ્રેજોએ ભારતવાસીઓ પર અતિશય અત્યચાર ગુજાર્યા હતો. ઘણી લાંબી લડત બાદ ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ ગુલામીમાંથી સ્વતંત્રતા મેળવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us