/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/India-INS-Surat-Missile-Test.jpg)
India INS Surat Missile Test: ભારતીય નેવીએ અરબ સાગરમાં આઈએનએસ સુરત મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. (Photo: @indiannavy)
India INS Surat Missile Test: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે દરિયાઇ સુરક્ષામાં એક મહત્વની ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભારતીય નૌકાદળનું લેટેસ્ટ સ્વદેશી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર આઇએનએસ સુરતે (INS Surat) દરિયામાં સફળતાપૂર્વક નિશાન સાધ્યું છે. નૌકાદળની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવામાં આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ધિ સ્વદેશી યુદ્ધ જહાજની ડિઝાઇન, વિકાસ અને કામગીરીમાં ભારતીય નૌકાદળની વધતી જતી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે અને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
આઈએનએસ સુરત મિસાઈલ હુમલાની સ્થિતિમાં દુશ્મનની મિસાઈલોને પોતાની રીતે ઓળખીને તેને હવામાં કે પાણીમાં નેસ્ત નાબૂદ મારવા માટે સક્ષમ છે. આ મિસાઇલ ભારતની દરિયાઇ સરહદને વધુ મજબૂત બનાવે છે. ભારતની મોટાભાગની સરહદ સમુદ્રથી ઘેરાયેલી છે. આવી સ્થિતિમાં, આ સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
ભારતીય નૌકાદળે આઈએનએસ સુરતના સફળ પરીક્ષણનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે આ સીમાચિહ્નરૂપ ભારતીય નૌકાદળની દેશના દરિયાઇ હિતોની રક્ષા અને ભારત પ્રત્યેના સમર્પણ પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ભારતીય ભૂમિસેનાનું સૌથી નવું સ્વદેશી ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ સુરતે નિશ્ચિત ચોક્સાઈથી દરિયામાં એક લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું, જે આપણી સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.
#IndianNavy's latest indigenous guided missile destroyer #INSSurat successfully carried out a precision cooperative engagement of a sea skimming target marking another milestone in strengthening our defence capabilities.
Proud moment for #AatmaNirbharBharat!@SpokespersonMoD… pic.twitter.com/hhgJbWMw98— SpokespersonNavy (@indiannavy) April 24, 2025
સમાચાર એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પાકિસ્તાને 24-25 એપ્રિલના રોજ તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની અંદર કરાચી દરિયાકાંઠે સપાટીથી સપાટી પર મિસાઇલનું પરીક્ષણ કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે, ભારતીય એજન્સીઓ તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓની સંડોવણીના કારણે ભારતે પાકિસ્તાનને લઇને પાંચ મોટા નિર્ણય લીધા છે. ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનું આદેશ આપ્યો છે. આ સાથે અટારી બોર્ડરને બંધ કરી દેવામાં આવી છે અને સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે. પાકિસ્તાનના નાગરિકોના વિઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યા છે અને હાઈ કમિશનમાં સ્ટાફની સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવી છે. વધારાના અધિકારીઓએ સાત દિવસની અંદર ભારત છોડવું પડશે.
આ પણ વાંચો | પાકિસ્તાનની તુલનામાં ભારત કેટલો શક્તિશાળી?આર્મી, નેવી અને એરફોર્સની તુલના જાણો
પાકિસ્તાનમાં ઉચ્ચ સ્તરીય બેઠક
સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝડપી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભયનો માહોલ સર્જાયો છે. આને લઈને પાકિસ્તાનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. પાકિસ્તાનને વિશ્વાસ છે કે ભારત જવાબી કાર્યવાહી કરી શકે છે. બે દિવસ પહેલા પહેલગામમાં આતંકવાદીઓએ નિઃશસ્ત્ર લોકોની હત્યા કરી હતી. આ હુમલાથી સમગ્ર દેશમાં રોષ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us