/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Intimate-health-Wellness-Market-in-India.jpg)
Wellness Products: ભારતમાં વેલનેસ પ્રોડક્ટ્સ ઓનલાઇન વેચાઇ રહ્યા છે.
ભારતમાં ઇન્ટિમેટ વેલનેસ ડિવાઇસ (Intimate Wellness Device) માર્કેટ રોકેટ ગતિએ વધી રહ્યું છે. કાયદાકીય ગૂંચ અને અન્ય કારણોસર 'ગ્રે એરિયા'માં કરોડોનો ધંધો ધમધમી રહ્યો છે. ભારતીય ઉપભોક્તા બજારમાં 'ઇન્ટિમેટ વેલનેસ ડિવાઇસ' અથવા ઇન્ટિમેટ હેલ્થ ડિવાઇસ સેગમેન્ટ જે ઝડપથી વધી રહ્યું છે એ વિચાર માંગી લે એમ છે. આ વિકાસ વૈધાનિક અસ્પષ્ટતા (Legal Ambiguity) અને સાંસ્કૃતિક રૂઢિચુસ્તતા વચ્ચે એક મોટો વિરોધાભાસ ઊભો કરે છે. અહીં સમજીએ આ અંગે કાયદો શું છે અને આ માર્કેટ કેમ વધી રહ્યું છે!
ગ્રાન્ડ વ્યૂ રિસર્ચ (Grand View Research) ના 2024 ના અહેવાલ મુજબ, ભારતનું ઇન્ટિમેટ વેલનેસ ટોય માર્કેટ 2030 સુધીમાં 1 બિલિયન ડોલર (અંદાજે 8300 કરોડ રૂપિયા) ના આંકડાને પાર કરી જશે, જે વાર્ષિક 9.9% ના દરે વધી રહ્યું છે. 2020 માં પણ, ટેકસાયન્સ રિસર્ચ (TechSci Research) દ્વારા આ ઉદ્યોગનો અંદાજ 91 મિલિયન ડોલરનો હોવાનો અંદાજો લગાવાયો હતો, જે 16% ના ઝડપી વાર્ષિક દરે વૃદ્ધિ પામી રહ્યો છે.
ઇન્ટિમેટ વેલનેસ ડિવાઇસ વેચાણ: મેટ્રો શહેરો મોખરે
થેટ્સપર્સનલ ડોટ કોમ (ThatsPersonal.com) ના 2023 ના સર્વેક્ષણ મુજબ, ઇન્ટિમેટ વેલનેસ ટોય્ઝના વેચાણમાં મુંબઈ સૌથી મોટું શહેર છે, જોકે દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડાના સંયુક્ત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) મુંબઈને વેચાણના આંકડામાં વટાવી જાય છે. અન્ય ટોચના શહેરોમાં બેંગલુરુ, ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે અને અમદાવાદનો સમાવેશ થાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/bhartiya-nyaya-sanhita-2023-act-294-and-295-info.jpg)
આ આંકડા સ્પષ્ટ કરે છે કે આ બજાર ખૂબ જ મજબૂત અને ધમધમી રહ્યું છે. જોકે અહીં મોટો યક્ષ પ્રશ્ન એ છે કે, આ આખા ઉદ્યોગનું નિયમન સ્પષ્ટ કાયદા હેઠળ થતું નથી જે એક પડકાર છે.
કાયદાકીય ગૂંચવણ: BNS અને 'અશ્લીલતા'
ભારતમાં પુખ્ત ટોય્ઝનું ઉત્પાદન, આયાત અને વેચાણ મુખ્યત્વે જટિલ કાયદાઓ પર આધાર રાખે છે:
- ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023: BNS ની કલમ 294 અને 295 અશ્લીલ (obscene) સામગ્રી, જેમાં ડિજિટલ મીડિયાનો પણ સમાવેશ થાય છે, તેના વેચાણ, જાહેરાત કે જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ મૂકે છે.
- માહિતી ટેકનોલોજી (IT) એક્ટ 2000: આ કાયદાની કલમ 67 ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવા કે પ્રસારિત કરવા બદલ સજાની જોગવાઈ કરે છે, જેમાં રૂ. પાંચ લાખ સુધીનો દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના વકીલ તુષાર કુમાર જણાવે છે કે, ઓનલાઈન માર્કેટપ્લેસ આ ઉપકરણોનું કાયદેસર રીતે વેચાણ કરી શકે છે કારણ કે BNS ની કલમ 294 અને 295 નો પ્રતિબંધ 'અશ્લીલ સામગ્રી' સાથે જોડાયેલો છે, ન કે સેક્સ્યુઅલ-વેલનેસ ઉપકરણો સાથે.
"શારીરિક ઉપકરણ, જે કોઈપણ જાતીય સ્પષ્ટ રજૂઆતથી મુક્ત હોય, તે માત્ર જાતીય હેતુઓ માટે વપરાતું હોવાથી, સ્વયં અશ્લીલ બની જતું નથી."
આ કાયદાકીય છટકબારીને કારણે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ આવા ઉત્પાદનોને 'પર્સનલ વેલનેસ', 'બોડી મસાજર્સ' અથવા 'ઇન્ટિમેટ હેલ્થ ડિવાઇસિસ' ની શ્રેણીમાં મૂકીને વેચાણ કરે છે.
આયાત પર પ્રતિબંધ: 60 વર્ષ જૂનો નિયમ
કાયદાકીય ગ્રે એરિયા સૌથી વધુ આયાત પર જોવા મળે છે. કસ્ટમ્સ વિભાગે 1964 ના મહેસૂલ વિભાગના એક નોટિફિકેશનને ટાંકીને આવા પુખ્ત ટોય્ઝની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નોટિફિકેશન 'અશ્લીલ કે અશોભનીય વસ્તુઓ' ની આયાત પર પ્રતિબંધ મૂકે છે.
કુમારના મતે, કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી આ જપ્તીઓ કાયદાકીય આદેશ પર નહીં, પરંતુ 1964 ના અનમન્ડેડ નોટિફિકેશનમાંથી મળેલા નૈતિકતા-આધારિત અમલમાંથી ઉદ્ભવે છે, જે અધિકારીઓને 'જાતીયતા' ને 'અશ્લીલતા' સાથે મિશ્રિત કરવાની વ્યક્તિલક્ષી વિવેકબુદ્ધિ આપે છે.
હાઇકોર્ટનો આદેશ: સમાન નીતિની જરૂરિયાત
દિલ્હી હાઇકોર્ટે આયાત નિયમોમાં અસંગતતાની નોંધ લેતા સ્પષ્ટ કર્યું કે આયાત પરનો કોઈપણ પ્રતિબંધ સમાનરૂપે લાગુ થવો જોઈએ, પસંદગીના ધોરણે નહીં.
કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ને આદેશ આપ્યો કે તેઓ 'બોડી મસાજર્સ' કે પુખ્ત ટોય્ઝ તરીકે જાહેર કરાયેલા ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવા અથવા પ્રતિબંધિત કરવા માટે આંતર-મંત્રાલય પરામર્શ કરે, જેથી આધુનિક સમયને અનુરૂપ એક સમાન નીતિ બનાવી શકાય.
કોઇ સ્પષ્ટ પ્રતિબંધ નથી!
એડવોકેટ કુમાર જણાવે છે કે, ભારતીય કાયદો આ પ્રકારની વસ્તુઓના ઉત્પાદન અથવા વેપાર પર કોઈ સ્પષ્ટ પ્રતિબંધ મૂકતો નથી, અને બંધારણનો આર્ટિકલ 19(1)(g) કાયદાકીય પ્રતિબંધની ગેરહાજરીમાં કાયદેસર વ્યવસાય કરવાની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. આથી, કાયદાનું પાલન ઉત્પાદન પર નહીં, પરંતુ તેના જાહેર પ્રદર્શન (Portrayal) પર લાગુ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us