/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/jhelum-river.jpg)
Jhelum River : ઝેલમ નદી. (Photo: @aa_french)
Pakistan Occupied Kashmir: ભારતે શનિવારે અચાનક ઝેલમ નદીનું જળસ્તર વધારી દીધું અને આ કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ગભરાટ ફેલાઈ ગયો. પીઓકેનું કહેવું છે કે ભારતે ઉરી ડેમમાંથી કોઈ પણ પૂર્વ ચેતવણી વિના પાણી છોડ્યું હતું. જણાવવું રહ્યું કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિત અનેક મોટા પગલા લીધા છે. ભારતે કહ્યું છે કે તે પહેલગામ હુમલાના ગુનેગારોને છોડશે નહીં.
ભારત તરફથી જ્યારે ઝેલમ નદીમાં પાણી છોડવામાં આવ્યું તો પીઓકેના હટ્ટિયન બાલા જિલ્લામાં ઈમરજન્સી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને સુરક્ષિત સ્થળે ભાગવું પડ્યું હતું. પીઓકે એ તેને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અને સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદ અને ચકોટી વિસ્તારમાં સ્થાનિક પ્રશાસન તરફથી લાઉડ સ્પીકર પર ચેતવણી જાહેર કરવામાં આવી હતી કે નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોએ તેમના ઘરો છોડીને તેમના ઘરો ખાલી કરાવવા પડ્યા હતા.
झेलम नदी पाकिस्तान में 20 फीट पानी एकदम से बढ़ गया है
चारों तरफ़ से घिर चुका है आतंकिस्तान 👇👇
pic.twitter.com/6mvX3INVMK— Shivam Tyagi (Modi Ka Parivar) (@ShivamSanghi12) April 26, 2025
પીઓકે પ્રશાસને કહ્યું કે, ઝેલમ નદીની નજીક રહેતા લોકોએ ત્યાંથી ખસી જવું જોઈએ કારણ કે ભારત દ્વારા ઝેલમમાં સામાન્ય કરતા વધુ પાણી છોડવાના કારણે પૂર આવ્યું છે. આના કારણે પ્રાણીઓ અને પાકને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
પીઓકેની સરકારે ભારત પર જાણી જોઈને જળ આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે અને પૂર્વ માહિતી આપવામાં નિષ્ફળતાને સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ કરાર મુજબ બંને દેશોએ પાણી છોડવાની માહિતી અગાઉથી આપવી પડશે. પીઓકેના પ્રશાસનનું કહેવું છે કે, ભારત દ્વારા પાણી છોડવાના કારણે મોટી સમસ્યા ઉભી થઇ છે અને આ મામલે ભારત તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us