India Pakistan Tension: ભારતે પાકિસ્તાન સામે બ્રહ્મોસ વાપર્યું? ડઝનેક એરબેઝના વિનાશ પછી દુશ્મન સેનાએ નમતું જોખ્યું

India Pakistan Tension: ભારતે પાકિસ્તાન સામે વળતા હુમલા કર્યા હતા. જેમા ભારતે પાકિસ્તાનના લગભગ 10 એરબેઝ પર હુમલા કરી નુકસાન પહોંચાડ્યું હતું. જો કે શનિવારે સાંજે બંને દેશો યુદ્ધવિરામ પર સહમત થઇ હતી.

India Pakistan Tension: ભારતે પાકિસ્તાન સામે વળતા હુમલા કર્યા હતા. જેમા ભારતે પાકિસ્તાનના લગભગ 10 એરબેઝ પર હુમલા કરી નુકસાન પહોંચાડ્યું હતું. જો કે શનિવારે સાંજે બંને દેશો યુદ્ધવિરામ પર સહમત થઇ હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Brahmos missile | india Pakistan tension

Brahmos Missile : બ્રહ્મોસ મિસાઇલ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. (Express Archives: Tashi Tobgyal)

India Pakistan Tension: ભારત પાકિસ્તાન ચાર દિવનસા સંધર્ષ બાદ શનિવારે યુદ્ધવિરામ પર સહમત થયા હતા. શનિવારે સાંજે ભારત પાકિસ્તાનના ડીજીએમઓ સ્તરની વાટાઘાટો બાદ બંને યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ પહેલા સવારે પાકિસ્તાની સેના સતત ભારતના નાગરિક અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહી હતી. વળતા હુમલામાં ભારતીય સશસ્ત્ર દળોએ પોતાના શસ્ત્રાગારમાં અદ્યતન મિસાઇલો, શસ્ત્રો અને લોઇટરિંગ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

Advertisment

ભારતીય સેનાના નિશાના પર રફીકી, મુરીદ, નૂર ખાન, રહીમ યાર ખાન, સુક્કુર અને ચુનિયનમાં પાકિસ્તાની હવાઇ મથક હતા. ભારતના હુમલામાં આ તમામ એર બેઝને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત સ્કર્દૂ, ભોલારી, જેકોબાબાદ અને સરગોધાના એરપોર્ટને ભારે નુકસાન થયું હતું. ભારતીય સેનાએ ચોક્કસ હથિયારોનો ઉપયોગ કરીને પસરુર અને સિયાલકોટમાં રડાર સ્થળોને નિશાન બનાવ્યા હતા.

ભારતે કયા શસ્ત્રોનો ઉપયોગ કર્યો?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ હુમલાઓમાં લોન્ચ કરવામાં આવનાર સટીક હથિયારો જેવા કે, (હાઇલી એઝાઇલ મોડ્યુલર મુનિશન એક્સટેન્ડેડ રેન્જ), સપાટીથી હવામાં હુમલો કરનાર સટીક નિર્દેશિત હથિયાર, તથા એસસીએએલપી, એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ્સ અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલો જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ થયો હતો કે નહીં તે અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આસપાસના યુદ્ધમાં જ ક્રૂઝ મિસાઇલનું પહેલું પ્રદર્શન થશે. હેમર પ્રિસિઢન ગાઇડેડ મ્યૂનિશન અને સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલ ભારતીય વાયુસેનાના રાફેલ ફાઇટર જેટથી લોન્ચ કરી શકાય છે.

Advertisment

ભારતીય સૈન્યના ફક્ત ઓળખાયેલા પાકિસ્તાની લશ્કરી ઠેકાણાં પર જ હુમલો કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ સ્થળ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ટેકનિકલ માળખાકીય સુવિધાઓ, સેના અને કન્ટ્રોલ રૂમ, રડાર સાઇટ્સ અને હથિયારોના ગોદામ હોય તેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સ્કાર્ડુમાં આવેલ PAF એર બેઝ ઉત્તરમાં સ્થિત હોવાને કારણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, અને ભોલારી એર બેઝ પર કોમ્બેટ સ્ક્વોડ્રન અને તાલીમ સુવિધા છે.

પાકિસ્તાને શ્રીનગર થી ગુજરાતના નલિયા સુધી 26 થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાનના હવાઈ મથકોને નિશાન બનાવવા માટે હવાઈ પ્રીસિઝન હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરતાં, ભારતે એમ પણ કહ્યું કે પાકિસ્તાની સેના તેમના સૈનિકોને આગળના વિસ્તારોમાં ખસેડતું જોવા મળ્યું છે.

ભારત પાકિસ્તાન સંઘર્ષ એર સ્ટ્રાઈક પાકિસ્તાન india