Indian Drones Strike Several Locations : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને ભારતના 15 સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવી હતી.
વિશ્વસનીય જાણકારી અનુસાર લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંઢર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા (એલઓસી) પાર તેના બિનઉશ્કેરણીજનક ગોળીબારને વધુ તીવ્ર બનાવ્યો છે.
ક્યાં-ક્યાં હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો
રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 7-8 મે 2025 ની વચ્ચેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભઠીંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઇ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક સૈન્ય મથકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો – દુનિયાએ જોઇ ભારતની તાકાત, પાકિસ્તાન ચોંકી ગયું, ઓપરેશન સિંદૂરના 3 મોટા સંકેતો
આ હુમલાઓને કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા બેઅસર કરવામાં આવ્યા હતા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે જે પાકિસ્તાની હુમલાની પુષ્ટિ કરે છે.
ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ઉડાવી
પાકિસ્તાન રાત્રે હુમલોના પ્રયત્ન કર્યો હતો. જોકે એક પણ હુમલો સફળ થયો નથી, ભારતે જે S-400 સિસ્ટમ લગાવી હતી, તેણે તમામ મિસાઇલોને બેઅસર કરી દીધી છે. પાકિસ્તાને મોડી રાત્રે ભારતના સૈન્યમથકને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એકપણ હુમલો સફળ થયો નથી. તેની સામે પાકિસ્તાનની લાહોર એર ડિફેન્સ સિસ્ટમ ઉડાડી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સવારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
હવે જાણકારી માટે જણાવી દઈએ કે પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, પાકિસ્તાનના 9 સ્થળો નષ્ટ કર્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા છે.





