wing commander shivangi singh : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે અંબાલા એરબેઝ પહોંચ્યા હતા ત્યારે ફરી એકવાર વિંગ કમાન્ડર શિવાંગી સિંહ વિશે ચર્ચા થવા લાગી હતી. આ વર્ષે જ્યારે ભારતે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં એર સ્ટ્રાઇક કરી હતી, ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતનું રાઇફલ જેટ તોડી પાડ્યું હતું અને પાઇલટ શિવાંગી સિંહને પકડી લીધા છે. પરંતુ આજે જ્યારે શિવાંગી સિંહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે જોવા મળ્યા ત્યારે પાકિસ્તાનનું આ જુઠ્ઠાણું ફરી ખુલ્લુ પડી ગયું છે.
શિવાંગી સિંહ લગભગ બે દાયકાથી એરફોર્સમાં છે
વિંગ કમાન્ડર શિવાંગી સિંહ રાફેલ વિમાન ઉડાવનાર ભારતના એકમાત્ર મહિલા પાઇલટ છે. શિવાંગી સિંહ લગભગ બે દાયકાથી એરફોર્સમાં છે, તેમના પતિ પણ ફાઇટર પાઇલટ છે. ઓપરેશન સિંદૂરમાં રાફેલ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શિવાંગી સિંહે બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)માંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ હૈદરાબાદની ઇન્ડિયન એરફોર્સ એકેડેમી (એએફએ)માં તાલીમ લીધી હતી. 2017માં તે મહિલા ફાયર પાઇલટ્સની બીજી બેચના ભાગ રૂપે એરફોર્સમાં જોડાયા હતા. શિવાંગી સિંહે શરૂઆતમાં મિગ-21 બાઈસન વિમાન ઉડાવ્યું હતું અને ત્યારબાદ હાઈ-સ્પીડ જેટ ઉડાડવામાં નિપુણતા મેળવી હતી.
આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું – નીતિશ કુમારના ચહેરાનો થઇ રહ્યો છે ઉપયોગ, રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે રાફેલ ફાઇટર જેટમાં સફળતાપૂર્વક ઉડાન ભરી હતી. આ સાથે રાષ્ટ્રપતિ મુર્મુ બે લડાકુ વિમાનમાં ઉડાન ભરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. મુર્મુએ એપ્રિલ 2023માં આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ-30 એમકેઆઈ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.
રાષ્ટ્રપતિએ ‘જી-સૂટ’ પહેર્યો, પાયલોટ સાથે તસવીર પડાવી
રાફેલ વિમાનમાં સવાર થતા પહેલા રાષ્ટ્રપતિએ ‘જી-સૂટ’ પહેર્યો હતો. તેમણે પાઇલટ સાથે તસવીરો પણ લીધી હતી. વિમાને લગભગ 30 મિનિટ સુધી ઉડાન ભરી હતી અને લગભગ 200 કિ.મી.નું અંતર કાપ્યા પછી એરફોર્સ સ્ટેશન પર પરત ફર્યું હતું. આ વિમાનને 17 સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન અમિત ગેહાનીએ ઉડાવ્યું હતું. એરફોર્સ સ્ટેશન પર આગમન પર રાષ્ટ્રપતિને ઔપચારિક ‘ગાર્ડ ઓફ ઓનર’ પણ આપવામાં આવ્યું હતું.





