Russia Ukraine War: ભારત પાકિસ્તાન બાદ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થશે? પુતિને સીધી મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો

Russia Ukraine War: ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે રશિયા યુક્રેન વચ્ચે પણ સીઝફાયર થઇ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ યુક્રેન સાથે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે.

Written by Ajay Saroya
May 11, 2025 10:59 IST
Russia Ukraine War: ભારત પાકિસ્તાન બાદ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થશે? પુતિને સીધી મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો
રશિયા યુક્રેન યુદ્ધ વિરામ - photo - X

Russia Ukraine War: ભારત પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધની શક્યતા ટળી ગઈ છે, કારણ કે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થઈ રહ્યા છે. બીજી તરફ છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેને લઈને હવે એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15 મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે “સીધી વાટાઘાટો”નો પ્રસ્તાવ મૂક્યો હતો અને કહ્યું હતું કે આ વાટાઘાટોનો હેતુ કાયમી શાંતિ સ્થાપિત કરવા અને યુદ્ધના મૂળ કારણને સમાપ્ત કરવાનો હોવો જોઈએ.

રવિવારે ક્રેમલિનમાં પત્રકારો સાથેની વાતચીતમાં પુતિને યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંને દેશો વચ્ચે છેલ્લે 2022માં મુલાકાત થઈ હતી. રશિયન દળોએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું, જેના કારણે 1962ની ક્યુબા મિસાઇલ કટોકટી પછી રશિયા અને પશ્ચિમ વચ્ચે સૌથી ગંભીર અથડામણ સર્જાઇ હતી.

યુરોપના 4 દેશો દ્વારા યુદ્ધવિરામની હાકલ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે યુરોપના ચાર મોટા દેશો – બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડે રશિયા પર યુક્રેન સાથે 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્વીકારવા માટે દબાણ વધાર્યું છે. આ ચાર દેશોના નેતાઓએ કહ્યું છે કે તેમના પ્રસ્તાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન છે, જેમને તેમણે દિવસની શરૂઆતમાં ફોન પર જાણકારી આપી હતી.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેમણે સંઘર્ષના મૂળ કારણોને નાબૂદ કરવા અને કાયમી શાંતિની પુન:સ્થાપના પ્રાપ્ત કરવાના પ્રયાસમાં 15 મેના રોજ યુક્રેન સાથે ઇસ્તંબુલમાં સીધી વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો છે.

યુક્રેને 2022માં મંત્રણા તોડી નાખી હતીઃ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 2022માં આક્રમણ બાદ તરત જ યુક્રેન સાથેની નિષ્ફળ વાટાઘાટોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 2022માં રશિયાએ આ વાટાઘાટો તોડી ન હતી. તે કિવ હતો. તેમ છતાં, અમે પ્રસ્તાવ કરી રહ્યા છીએ કે કિવ કોઈ પણ પૂર્વશરતો વિના સીધી વાટાઘાટો ફરી શરૂ કરે.

પુતિને ચાર યુરોપિયન દેશો દ્વારા લાવવામાં આવેલા અને અમેરિકા દ્વારા સમર્થિત 30 દિવસના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો નથી, જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે શનિવારે સીએનએનને જણાવ્યું હતું કે મોસ્કોએ તેના પર વિચાર કરવો પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ