India-Pakistan Tension Today News : વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાન દ્વારા બ્રહ્મોસ બેઝને નુકસાન પહોંચાડવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. અમે પાકિસ્તાનની રક્ષણાત્મક પ્રણાલીને ધ્વસ્ત કરી છે. ભારતીય સેના સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. અમે કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું નથી. પાકિસ્તાનના ઘણા એરબેઝને નુકસાન થયું છે.
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા
ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. આ પગલું ત્યારે ભરવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી છે, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી.
રક્ષા મંત્રાલય ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
શુક્રવારે પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેમને નિષ્ફળ બનાવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે. આજે શનિવારે રક્ષા મંત્રાલય ઓપરેશન સિંદૂર અંગે પ્રેસકોન્ફરન્સ કરી હતી.






