/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Baba-Vanga-Prediction-About-War.jpg)
Baba Vanga Prediction About War : બાબા વાંગાની યુદ્ધ વિશે ભવિષ્યવાણી.
Baba Vanga Prediction About War: પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોઇ સમગ્ર દુનિયા ચિંતામાં મૂકાઇ ગઇ છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને દેશોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે પણ બંને દેશોને શાંતિ માટે અપીલ કરી છે. પરંતુ, વધી રહેલા તણાવને જોતા યુદ્ધનો ડર પણ વધુ ઘેરો બની રહ્યો છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભવિષ્યવાણી કરવા માટે પ્રખ્યાત બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પણ ચર્ચાનો વિષય બની છે. બાબા વાંગાએ 2025માં મોટા યુદ્ધની સંભાવનાની વાત કરી હતી, જેના કારણે ઘણા દેશોમાં વિનાશ થઈ શકે છે. જો કે તેમણે કોઈ ખાસ દેશનું નામ લીધું ન હતું, પરંતુ ભૂતકાળમાં કરવામાં આવેલી તેમની ભવિષ્યવાણીઓ મહદ્ અંશે સાચી સાબિત થઈ છે. બાબા વાંગાનું માનવું હતું કે વર્ષ 2025માં યૂરોપના ઘણા દેશોમાં ભીષણ યુદ્ધ થઇ શકે છે, જે સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી શકે છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી છે
બાબા વાંગાએ ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ ચૂકી છે. તેમણે 2025માં વિનાશક યુદ્ધની આગાહી કરી હતી. આવી જ રીતે તેમણે 2020માં પણ કોરોના મહામારીની આગાહી કરી હતી. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, 2024માં આખી દુનિયાને આર્થિક સંકટનો સામનો કરવો પડશે, જે પહેલાથી જ કોવિડ 19 મહામારીને કારણે થઈ ચૂક્યું છે, જે સમયે ઘણા દેશોની જીડીપીમાં મોટો ઘટાડો થયો હતો.
ઉપરાંત બાબા વાંગાએ 2004માં આવેલા ભૂકંપ, 9/11ના હુમલા અને પ્રિન્સેસ ડાયનાના મોતની પણ ભવિષ્યવાણી કરી હતી, જે પાછળથી સાચી સાબિત થઇ હતી. તેમની આગાહીઓ આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે.
ભારત પાકિસ્તાન વધતા તણાવ અને ભવિષ્યવાણીનો સંબંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને પહેલગામમાં થયેલ આતંકી હુમલો દુનિયાભરમાં ચિંતાનો વિષય બન્યો છે. જો આ તણાવનો ઉકેલ નહીં આવે તો બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા હજુ વધી શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે, કારણ કે તેમણે 2025માં વિનાશકારી યુદ્ધની વાત કરી હતી.
ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, અને હવે આ વિવાદ વધુ જટિલ બન્યો છે. જો આ તણાવ આ રીતે જ વધતો રહેશે તો વિશ્વ યુદ્ધની સંભાવના હજુ વધી શકે છે, જેમ કે બાબા વાંગાએ 2025 માટે ભવિષ્યવાણી કરી હતી.
ભવિષ્યવાણીમાં યુરોપ અને માનવતા માટે ખતરો
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ યુરોપના ઘણા દેશોમાં ભીષણ લડાઇઓ થઇ શકે છે, જે તે દેશો સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર દુનિયાને અસર કરશે. યુદ્ધથી માનવતાનું પતન થઈ શકે છે, અને તે સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર બની શકે છે. રશિયા યુક્રેન યુદ્ધ આનું ઉદાહરણ છે, જે માત્ર યુરોપને જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરે છે.
વધુમાં બાબા વાંગાએ 2043માં યુરોપમાં મુસ્લિમ ધર્મના અનુયાયીઓનું શાસન સ્થાપિત થવાનાની આગાહી કરી હતી, જે ઘણા લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us