/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/drone-equipped-with-ak-47.jpg)
India Drone Equipped With AK 47 : ભારતમાં આઈઆઈટી એકે 47 થી સજ્જ ડ્રોન તૈયાર કરી રહી છે. (Indian Express Photo)
India Pakistan Tension: દેશની સરહદની સુરક્ષા માટે એકે 47થી સજ્જ ડ્રોન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આ ડ્રોન પેટ્રોલિંગ દરમિયાન દુશ્મનોને ઓળખી શકશે અને સટીક નિશાન લગાવી શકશે. તેની એક ખાસિયત એ હશે કે તે લક્ષ્ય પર વાર કરવા માટે 180 ડિગ્રી સુધી સરળતાથી રોટેટ કરી શકશે.
તાજેતરના ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન સરહદ પારથી ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા પછી, ભવિષ્યમાં આવા કોઈપણ પડકારનો સામનો કરવા માટે એકે 47 થી સજ્જ ડ્રોન વિકસિત કરવું એ 'મેક ઇન ઇન્ડિયા' પહેલના ભાગરૂપે ટેકનોલોજીમાં ઇનોવેશનનો એક ભાગ છે. હાલના સમયમાં દુનિયાના જુદા જુદા દેશો વચ્ચેના યુદ્ધમાં ડ્રોનના વધતા જતા ઉપયોગને ધ્યાનમાં રાખીને ભારતના ડ્રોન ઉત્પાદકો પણ આવા તમામ પડકારોનો સામનો કરવા માટે ઇનોવેશનને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારતમાં ડ્રોનનો ઉપયોગ રેકી કરવા કે સર્વેલન્સ ટાર્ગેટિંગ ટાર્ગેટ અને ફર્સ્ટ પર્સન વ્યૂ (એફપીવી) માટે કરવામાં આવશે.
ડ્રોન હુમલો કરવા 180 ડિગ્રી સુધી રોટેટ કરી શકશે
એકે 47થી સજ્જ આ ડ્રોનની ખાસિયત એ હશે કે તે કોઇપણ ટાર્ગેટ પર હુમલો કરવા માટે 180 ડિગ્રી સુધી સરળતાથી રોટેટ કરી શકશે. કેમેરાના માધ્યમથી દુશ્મનના લોકેશન કે ટાર્ગેટને ઓળખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તે દુશ્મનો પર સતત ગોળીઓ ચલાવી શકશે. તેના મેન્યુફેક્ચરિંગમાં સામેલ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકલન કરશે અને તેને જમીનથી વાર કરવા માટે સંપૂર્ણ સક્ષમ બનાવાશે.
આઈઆઈટી ગુવાહાટીના સેન્ટર ફોર ડ્રોન રિસર્ચના રિસર્ચર સુધાકર કનોજિયાના જણાવ્યા અનુસાર, ડ્રોન ટેક્નોલોજીમાં સુરક્ષાની જોગવાઈ છે, જેથી દુશ્મન તપાસ ન કરી શકે. એટલું જ નહીં હેકિંગનું જોખમ પણ નથી, આ માટે અલગ અલગ કમ્યુનિકેશન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ સુરક્ષિત છે. લક્ષ્ય પર વાર કરવા ડ્રોનનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવી રહ્યો છે. આમાંના કેટલાક વન ટાઇમ યુઝ છે, જ્યારે મોટા પ્લેટફોર્મ માટે કેટલાક ડ્રોન છે જેનો ઉપયોગ ઘણી વખત હુમલા માટે થઈ શકે છે. તેમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા છે. સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન દુશ્મન દ્વારા શોધી કાઢવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે પણ જોગવાઈઓ કરી શકાય છે.
રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા પણ ડ્રોનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અન્ય સિસ્ટમો કરતા વધુ સુરક્ષિત હોવા છતાં ઓછા દાયરાને કારણે આ ટેકનોલોજીનો ઉપયોગ સર્વેલન્સમાં થાય છે. ડ્રોન ડેસ્ટિનેશનના ચિરાગ શર્માએ જણાવ્યું હતું કે વાયર (કેબલ) ડ્રોનને ઉડાન ભરવા માટે ઊર્જા પૂરી પાડે છે. આવા નાના કદના ડ્રોન પતંગની દોરીની તર્જ પર જોડાયેલા ઓએફસી કેબલ દ્વારા ઉડવાની ઉર્જા પ્રદાન કરે છે. તેને બેટરીની જરૂર હોતી નથી અને સંચાર માધ્યમોના વિભાજનને કારણે તેને ઓળખવું અથવા નુકસાન પહોંચાડવું અશક્ય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us