India Pakistan Tension: રક્ષા મંત્રી રાજનાથ સિંહે બ્રહ્મોસ યુનિટનું ઉદ્ઘાટન કર્યું

India Pakistan Tension Today News Update: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં બ્રહ્મોસ યુનિટનું ઉદઘાટન કર્યું છે. એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ બ્રહ્મોસ મિસાઇસ 290 થી 400 કિમી રેન્જ સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

Written by Ajay Saroya
Updated : May 11, 2025 23:12 IST
India Pakistan Tension: રક્ષા મંત્રી રાજનાથ સિંહે બ્રહ્મોસ યુનિટનું ઉદ્ઘાટન કર્યું
Rajnath Singh : દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (તસવીર: ajnathsingh/X)

India Pakistan Tension Today News Update: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં બ્રહ્મોસ યુનિટનું ઉદઘાટન કર્યું છે. એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ બ્રહ્મોસ મિસાઇસ 290 થી 400 કિમી રેન્જ સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ દ્વારા ભારતે પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો છે.

રવિવારે સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં રવિવારને 11 મે ના રોજ સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 2.83 ઇંચ (72 મીમી ) વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Live Updates

રાજસ્થાનના બાડમેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ વચ્ચે સાયરનનો અવાજ સંભળાયા

રાજસ્થાનના બાડમેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ વચ્ચે સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે.

DGMO એ કહ્યું - અમે 100 આતંકવાદીઓને ઠાર કર્યા

ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાન સાથેના તણાવ અંગે ત્રણેય સેનાની એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. અમે 100 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદી ઠેકાણાને ઉડાવી દેવાના પુરાવા પણ બતાવ્યા. સેનાએ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યુસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે.

સાંજે 6.30 કલાકે ત્રણેય સેનાના ડીજીએમઓ પ્રેસ બ્રીફિંગ કરશે

આજે સાંજે 6:30 વાગ્યે ત્રણેય સેનાઓ- ભારતીય સેના, ભારતીય નૌ સેના અને ભારતીય વાયુસેનાના સૈન્ય સંચાલન મહાનિર્દેશક દ્વારા મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે.

સેનાએ જેસલમેરમાં પાકિસ્તાનની મિસાઇલને નિષ્ક્રિય કરી

રાજસ્થાનના જેસલમેરમાં એક ખેતરમાં આવી પડેલી પાકિસ્તાની મિસાઇલને નિષ્ક્રિય કરી છે. આ મિસાઇલ ગઇ કાલે એક ખેતર માંથી મળી આવી હતી.

શહીદ BSF સૈનિક મોહમ્મદ ઇમ્તિયાઝને અંતિમ શ્રદ્ધાંજલી

પાકિસ્તાન સરહદ પારથી ગોળીબારમાં શહીદ થનાર બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બ્રહ્મોસ યુનિટનું ઉદઘાટન કર્યું

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં બ્રહ્મોસ યુનિટનું ઉદઘાટન કર્યું છે. એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ બ્રહ્મોસ મિસાઇસ 290 થી 400 કિમી રેન્જ સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ દ્વારા ભારતે પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો છે.

PM મોદી સાથે ત્રણેય સેના પ્રમુખની બેઠક, ડોભાલ અને રક્ષા મંત્રી પણ સામેલ

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને સેના પ્રમુખ સાથે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ, દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ અને સીડીએસ અમિત ચૌહાણ હાજર છે. નોંધનિય છે કે, શનિવારે સાંજે 5 વાગે યુદ્ધવિરામની ઘોષણા બાદ રાતે 8 વાગે પાકિસ્તાને હુમલા કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

11 વાગે રક્ષા મંત્રાલયની પ્રેસ બ્રિફિંગ, વર્તમાન સ્થિતિની જાણકારી આપશે

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ જમ્મુ કાશ્મીર સહિત ઘણા વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે. આ દરમિયાન રક્ષા મંત્રાલય 11 વાગે પ્રેસ બ્રિફિંગ કરશે. જેમા પ્રવર્તમાન સ્થિતિ વિશે સરકાર જાણકારી આપશે.

ચિનાબ નદીના સલાલ ડેમમાંથી પાણી છોડાયું

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ દરમિયાન ચીનાબ નદી પર બાંધવામાં આવેલા સલાલ ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે. સલાલ ડેમના ઘણા દરવાજા ખોલવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના રાજોરી અને પુંછમાં સ્થિતિ સામાન્ય

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં સ્થિતિ સામાન્ય દેખાઇ રહી છે. રાતે કોઇ ડ્રોન, ગોળીબાર કે હુમલાની જાણકારી મળી નથી. તેવી જ રીતે પુંછ જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય દેખાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ