/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/airport-security.jpg)
આ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે નહીં (પ્રતિકાત્મક તસવીર)
airports in india : ભારતના ઓપરેશન સિંદૂરનો બીજો તબક્કો ચાલુ છે. પાકિસ્તાને જમ્મુ અને અન્ય શહેરોમાં ડ્રોન હુમલા કર્યા હતા, જેને હવામાં જ પાડી દેવામાં આવ્યા હતા. આ પછી ભારતે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતે મોટો હુમલો કર્યો છે. આ દરમિયાન ભારતની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ તમામ એરલાઇન્સ અને એરપોર્ટ્સને તેમની સુરક્ષા વધુ કડક બનાવવાની સૂચના આપી છે.
એરલાઇન્સ અને એરપોર્ટ્સને સુરક્ષા પગલાં વધારવાની સૂચના આપી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક સૂત્રએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) એ દેશભરની તમામ એરલાઇન્સ અને એરપોર્ટ્સને સુરક્ષા પગલાં વધારવાની સૂચના આપી છે. તમામ એરપોર્ટ પર તમામ મુસાફરોનું સેકન્ડરી લેડર પોઇન્ટ ચેકિંગ (એસએલપીસી) કરવામાં આવશે. મુલાકાતીઓને ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એર માર્શલ્સ તૈનાત રહેશે.
Bureau of Civil Aviation Security (BCAS) instructed all airlines and airports across the country to enhance security measures. All passengers at all airports will undergo Secondary Ladder Point Check (SLPC). Visitor entry to terminal buildings has been banned. Air Marshal will be…
— ANI (@ANI) May 8, 2025
અકાસા એરએ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી
અકાસા એરએ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. એક્સ પર એરલાઇન વતી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના તમામ એરપોર્ટ્સ પર વધેલા સુરક્ષા પગલાંને કારણે, અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રસ્થાનના ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચો, જેથી ચેક-ઇન અને બોર્ડિંગનો અનુભવ સુનિશ્ચિત કરી શકાય. કૃપા કરીને ખાતરી કરો કે તમે એરપોર્ટમાં પ્રવેશવા માટે સરકાર દ્વારા માન્ય ફોટો ઓળખ દસ્તાવેજો સાથે રાખો છો.
આ પણ વાંચો - વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું – પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર, તસવીર દેખાડી પોલ ખોલી
તમારા ચેક-ઇન બેગેજ ઉપરાંત 7 કિલોગ્રામ વજનની માત્ર એક જ હેન્ડબેગને મંજૂરી આપવામાં આવશે. ગાઇડલાઇન્સ મુજબ તમામ મુસાફરોને બોર્ડિંગ પહેલા ડબલ સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us