/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/India-Post-Scam.jpg)
ઈન્ડિયા પોસ્ટ સ્કેમ
What is India Post Scam | શું છે ઈન્ડિયા પોસ્ટ સ્કેમ : કેટલાક લોકોને India Post ના નામે છેતરપિંડીનો મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. સાયબર ગુનેગારો દ્વારા મોકલવામાં આવતા આ ફેક મેસેજનો હેતુ સામાન્ય લોકોને ટાર્ગેટ કરવાનો અને તેમની મહેનતની કમાણી ચોરી કરવાનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા યુઝર્સે આ ફેક મેસેજ મળવાની માહિતી શેર કરી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કેવી રીતે ‘ઈન્ડિયા પોસ્ટ’ કૌભાંડના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. જાણો આ નવું ઓનલાઈન સ્કેમ શું છે અને તમે તેનાથી પોતાને કેવી રીતે બચાવી શકો છો.
નવું ‘India Post’ કૌભાંડ શું છે: What is ‘India Post’ Scam?
ઘણા લોકોને ઈન્ડિયા પોસ્ટના નામે અલગ-અલગ અજાણ્યા ફોન નંબર પરથી મેસેજ આવી રહ્યા છે. આ સિવાય ઈન્ડિયા પોસ્ટના નામે ઈમેલ દ્વારા મેસેજ મોકલીને પણ લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં લખ્યું છે: “Your package has arrived at the warehouse and we attempted delivery twice but were unable to due to incomplete address details within 48 hours, otherwise your package will be returned. Please update address in the link: https://indiapostpu.vip/IN… After the update is completed we will redeliver within 24 hours, India Post”
જો કોઈ વ્યક્તિ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરે છે અને તેની વિગતો દાખલ કરે છે, તો તમે એક વેબસાઇટ પર પહોંચી જશો, જે બિલકુલ ઑફિશિયલ ઇન્ડિયા પોસ્ટ વેબસાઇટ જેવી જ દેખાય છે. ત્યારબાદ વેબસાઇટ રેન્ડમ ટ્રેકિંગ ID દેખાડે છે જેના પર ડિલિવરી નિષ્ફળતાનું નોટિફિકેશન હોય છે અને યુઝર્સને તેમનું સરનામું અપડેટ કરવા કહે છે.
આ કૌભાંડનો અસલી હેતુ લોકોની અંગત માહિતી અને પૈસાની ચોરી કરવાનો છે. ગયા મહિને જ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ફેક્ટ ચેક યુનિટે માહિતી આપી હતી કે, આ મેસેજ નકલી છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) ફેક્ટ ચેકની પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'ભારતીય પોસ્ટ ક્યારેય પણ આ પ્રકારના સંદેશાઓ મોકલતી નથી, જેમાં ડિલિવરી માટે સરનામું અપડેટ કરવાનું કહેવામાં આવે છે. આવી કપટપૂર્ણ લિંક્સ પર ક્લિક કરશો નહીં.'
ઉલ્લેખનીય છે કે, આ છેતરપિંડી લિંક ફક્ત મોબાઇલ ડિવાઈસ પર જ કાર્ય કરે છે, તે ડેસ્કટોપ પર ખુલશે જ નહીં.
કૌભાંડથી કેવી રીતે બચવું: How to stay safe?
કેટલીક સલામતી ટીપ્સ છે, જેનો ઉપયોગ કરીને તમે આ પ્રકારની છેતરપિંડી તમારી સાથે થતા અટકાવી શકો છો.
- આવી લિંક્સ પર ક્યારેય ક્લિક કરશો નહીં, જેમાં તમારી અંગત ડિટેલ્સ માંગવામાં આવી હોય.
- મેસેજમાં ભાષા અને ગ્રામરની ભૂલો જુઓ - સામાન્ય રીતે, આવા ફેક મેસેજમાં આવી ઘણી ભૂલો હોય છે.
- મેસેજ મોકલનાર વ્યક્તિની કોન્ટેક્ટ ડિટેલ્સ હંમેશા ચેક કરો અને ખાતરી કરો કે મેસેજ કોઈ વેરિફાઈડ સોર્સથી મોકલવામાં આવ્યો છે કે નહી.
- મેસેજમાં માંગવામાં આવેલી માહિતી સબમીટ કરતા પહેલા એવું વિચારો કે, શું કોઈ પાર્સલ કે પેકેજ તમને કોઈ મોકલવાનું હતું? આવી છેતરપિંડી કરનારાઓ ઉતાવળ હોવાનો ઢોંગ કરીને લોકોને ફસાવવાનો પ્રયાસ કરે છે.
- મેસેજમાં આપેલ લિંક અને મૂળ વેબસાઇટની લિંક સાથે હંમેશા ક્રોસચેક કરો.
- જો તમે આવા કૌભાંડમાં ફસાઈ જાઓ તો તરત જ ડિવાઈસ બંધ કરી દો, તમારી બેંકને એલર્ટ કરો અને પોલીસમાં ફરિયાદ નોંધાવો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us