આ ધારાસભ્ય પાસે છે ફક્ત 1700 રૂપિયાની સંપત્તિ, જાણો દેશના 5 સૌથી ગરીબ ધારાસભ્ય કોણ છે

નેતાઓની સંપત્તિની વાતો તો ઘણીવાર થતી રહે છે પરંતુ જે નેતાઓ સામાન્ય જીવન જીવે છે અને ચર્ચામાં પણ ઓછા રહે છે, તેમની વાતો બહુ ઓછી થાય છે. આજે અમે તમને એવા નેતાઓ વિશે જણાવીશું જે સૌથી ગરીબ છે

Written by Ashish Goyal
May 01, 2024 17:34 IST
આ ધારાસભ્ય પાસે છે ફક્ત 1700 રૂપિયાની સંપત્તિ, જાણો દેશના 5 સૌથી ગરીબ ધારાસભ્ય કોણ છે
દેશના મોટાભાગના નેતાઓ પાસે લાખો-કરોડો રૂપિયાની સંપત્તિ છે (પ્રતિકાત્મક તસવીર)

Poorest politicians of india, MLA : સામાન્ય રીતે જ્યારે રાજકારણીઓની વાત આવે છે ત્યારે તેમની સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. દેશના મોટાભાગના નેતાઓ પાસે લાખો-કરોડો રૂપિયાની સંપત્તિ છે. દેશમાં બહુ ઓછા નેતાઓ એવા છે જે સામાન્ય માણસની જેમ જીવન જીવે છે. આપણા દેશમાં રાજકારણીને વગ ધરાવતી વ્યક્તિ કહેવામાં આવે છે જેની પાસે વૈભવી ઘર, કાર અને સંપત્તિ હોય છે. નેતાઓની સંપત્તિની વાતો તો ઘણીવાર થતી રહે છે પરંતુ જે નેતાઓ સામાન્ય જીવન જીવે છે અને ચર્ચામાં પણ ઓછા રહે છે, તેમની વાતો બહુ ઓછી થાય છે. આજે અમે તમને એવા નેતાઓ વિશે જણાવીશું જે સૌથી ગરીબ છે.

લાઈવમિન્ટના રિપોર્ટ અનુસાર એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ વર્ષ 2023માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં 28 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 4001 ધારાસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ પછી ધારાસભ્યોની સંપત્તિ અંગેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સંપત્તિ સાથે જોડાયેલા આ આંકડા વર્ષ 2019, 2021, 2022 અને 2023 ની ઘોષણા પર આધારિત છે.

દેશના 5 સૌથી ગરીબ ધારાસભ્યો

-તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક એવા ધારાસભ્ય છે જેમની પાસે માત્ર 1700 રૂપિયા છે. ભાજપના ધારાસભ્ય નિર્મલ કુમાર ધારા પાસે માત્ર 1700 રૂપિયાની સંપત્તિ છે.

-બીજા ક્રમે ઓડિશાના અપક્ષ ધારાસભ્ય મકરંદ મુદુલી છે. તેમની પાસે કુલ 15 હજાર રૂપિયા છે.

-પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરિન્દર પાલ સિંહની કુલ સંપત્તિ 18,370 રૂપિયા છે.

-આપના ધારાસભ્ય નરિન્દર કૌર ભરાજની કુલ સંપત્તિ 24,409 રૂપિયા છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : રાજ બબ્બર યુપીથી હરિયાણા શિફ્ટ થયા, ગુરુગ્રામથી ચૂંટણી લડશે

-જેએમએમના ધારાસભ્ય મંગલ કાલિંદીની કુલ સંપત્તિ ₹30,000 છે.

એડીઆરના રિપોર્ટ અનુસાર રામ કુમાર યાદવ, અનિલ કુમાર, અનિલ પ્રધાન, રામ ડોંગરે અને વિનોદ ભીવા નિકોલે પણ એવા ધારાસભ્યોમાં સામેલ છે જેમની પાસે ખૂબ જ ઓછી સંપત્તિ છે.

એડીઆરના રિપોર્ટ અનુસાર મે 2023માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત બાદ ઉપમુખ્યમંત્રી બનેલા ડીકે શિવકુમાર સૌથી અમીર છે અને તેમની પાસે લગભગ 1500 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ