/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/PM-Narendra-Modi-and-UK-PM-Keir-Starmer-.jpg)
ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે આ કરાર ખૂબ જ મહત્વ છે (Credit: x/@narendramodi)
India UK FTA : ભારત અને બ્રિટન વચ્ચે જુલાઈ 2025માં હસ્તાક્ષર કરાયેલ ભારત-યુકે મુક્ત વેપાર કરાર એપ્રિલ 2026માં અમલમાં આવે તેવી સંભાવના છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી. ભારત અને યુકેએ 24 જુલાઈ, 2025ના રોજ વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ ભારતના 99 ટકા ઉત્પાદનો કોઈ પણ ડ્યૂટી વિના યુકે મોકલવામાં આવશે, જ્યારે ભારતમાં યુકેથી આવતી કાર અને વ્હિસ્કી પર ઓછી ડ્યૂટી રહેશે.
અધિકારીએ જણાવ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કરાર એપ્રિલમાં અમલમાં આવશે. બંને દેશોએ ડબલ કોન્ટ્રિબ્યુશન ટ્રીટી (ડીસીસી) પર પણ હસ્તાક્ષર કર્યા છે, જેથી કોઈ પણ દેશમાં અસ્થાયી કામદારો બે વખત સોશિયલ ટેક્સ ચૂકવશે નહીં. અધિકારીએ કહ્યું કે બંને કરારોનો એક સાથે અમલ થઈ શકે છે.
જુલાઈ 2025માં હસ્તાક્ષર કર્યા
ભારત અને યુકેએ જુલાઈ 2025માં ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં એફટીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનાથી બંને દેશોના બજારની પહોંચમાં નોંધપાત્ર સુધારો થશે અને વાર્ષિક દ્વિપક્ષીય વેપારમાં આશરે 34 અબજ અમેરિકી ડૉલરનો વધારો થશે. અધિકારીઓએ કહ્યું હતું કે જ્યારે એફટીએ અમલમાં આવશે ત્યારે 99 ટકા ભારતીય નિકાસ બ્રિટનમાં ડ્યુટીને આધિન રહેશે નહીં.
આ પણ વાંચો - અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઇને રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું - પીએમ મોદી અને તેમની સરકાર જૂઠ બોલવામાં નિષ્ણાત
બીજી તરફ બ્રિટિશ કંપનીઓ માટે ભારતમાં વ્હિસ્કી, કાર અને અન્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં સરળતા રહેશે. આનાથી એકંદરે દ્વિપક્ષીય વેપારમાં વધારો થશે. બંને દેશો વચ્ચેની 3 વર્ષની વાટાઘાટો પછી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 99 ટકા પ્રોડક્ટ કેટેગરી સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી હોવાથી ભારતને ફાયદો થશે.
પીએમ મોદીએ શું કહ્યું હતું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ FTAના સંદર્ભમાં કહ્યું હતું કે આજનો દિવસ ભારત-યુકે સંબંધોમાં ઐતિહાસિક દિવસ છે. ઘણા વર્ષોની સખત મહેનત પછી, ભારત અને યુકેએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે ભારત-યુકે વેપાર કરાર ખાસ કરીને ભારતના યુવાનો, ખેડૂતો, માછીમારો અને એમએસએમઈ ક્ષેત્ર માટે ફાયદાકારક સાબિત થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us