ટેરિફ વિવાદ પર તુલસી ગબાર્ડનું નિવેદન, કહ્યું - ટોપ લીડરશિપ કરી રહી છે સીધી વાત

India-US Tariffs Conflicts : અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ભારતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત અને સમાધાન થઈ શકે છે

India-US Tariffs Conflicts : અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ભારતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત અને સમાધાન થઈ શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Modi, Tulsi Gabbard

પીએમ મોદી અને તુલસી ગબાર્ડ વચ્ચે મુલાકાત - (ફાઇલ ફોટો - X @narendramodi )

India-US Tariffs Conflicts : અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ભારતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત અને સમાધાન થઈ શકે છે. આ દરમિયાન ટેરિફ વિવાદ અંગે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે બંને દેશોનું ટોચનું નેતૃત્વ જ આ વિશે વાત કરી રહ્યું છે.

Advertisment

તુલસી ગબાર્ડે દિલ્હીમાં થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચના વાર્ષિક રાયસીના ડાયલોગ્સ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવાની આ એક મોટી તક છે. તેમણે કહ્યું કે ભારતમાં તકો છે અને તેમને એ જાણીને વધુ આનંદ થાય છે કે ભારતીય અધિકારીઓ તેને નકારાત્મક રીતે જોવાને બદલે સકારાત્મક રીતે જોઈ રહ્યા છે.

બંને દેશોના નેતાઓ વચ્ચે છે સારા સંબંધ

તુલસી ગબાર્ડે પીએમ મોદીની નીતિઓ વિશે કહ્યું કે તેઓ ભારતીય અર્થવ્યવસ્થા અને અહીંના લોકો માટે ઉપલબ્ધ તકોને સર્વોત્તમ હિતને ધ્યાનમાં રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે આ જ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ત્યાંના આર્થિક હિતો માટે કામ કરી રહ્યા છે.

યુએસ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર ગબાર્ડે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા બંને દેશો પાસે એવા નેતાઓ છે જેમને મુદ્દાઓ વિશે સમાન જાણકારી છે અને તેઓ તેને સરળ રીતે ઉકેલી શકે છે.

Advertisment

ભારત-અમેરિકાની ભાગીદારી વધશે

તુલસી ગબાર્ડે કહ્યું કે બંને દેશોના નેતાઓ વચ્ચે સારી મિત્રતા છે અને આ જ પાયા પર બંને દેશો પોતાની ભાગીદારીને આગળ વધારશે. ઇન્ટરવ્યૂ દરમિયાન ગબાર્ડે મહાભારતના ઉપદેશો, ખાસ કરીને કૃષ્ણ દ્વારા અર્જુનને આપેલા ઉપદેશો અને ગીતા વિશે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે અમે માત્ર ગુપ્તચર ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વાણિજ્ય, વેપાર, સંરક્ષણ અને શિક્ષણમાં પણ અમારા સંબંધોને મજબૂત કરવા માંગીએ છીએ. તુલસી ગબાર્ડે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા india PM Narendra Modi