/indian-express-gujarati/media/media_files/2026/01/09/modi-trump-trade-deal-2026-01-09-21-02-29.jpg)
પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ Photograph: (ફાઇલ ફોટો)
Modi Trump Trade Deal Talks : ભારતે શુક્રવારે અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકના તે નિવેદનને ખોટું ગણાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો નથી, તેથી બંને દેશો વચ્ચેનો વેપાર કરાર પૂર્ણ થઈ શક્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2025 માં આઠ વખત વાતચીત કરી છે.
લટનિકના એક પોડકાસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ બાબતોને નકારી કાઢી હતી. લટનિકે કહ્યું હતું કે યુએસ-ભારત વેપાર કરારમાં વિલંબ થયો હતો કારણ કે યુએસને વડા પ્રધાન મોદીના કોલ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.
ભારત અને અમેરિકાએ વચ્ચે કરારને લઇને અનેક રાઉન્ડની વાતચીત થઇ ચુકી છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ દાવાઓને ખોટી રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાએ આ કરારને લઇને અનેક રાઉન્ડની વાતચીત થઇ ચુકી છે અને ઘણા પ્રસંગોએ સમજુતી થવાની નજીક હતા.
રણધીર જયસ્વાલે કહ્યું કે અમે આ ટિપ્પણીઓ જોઈ છે. ભારત અને અમેરિકા 13 ફેબ્રુઆરી 2025 થી જ દ્વિપક્ષીય વેપાર કરાર માટે પ્રતિબદ્ધ છે. પરસ્પર લાભ માટે બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ છે. કેટલીકવાર એવું લાગતું હતું કે કરાર લગભગ નક્કી થઈ ગયો છે. પરંતુ સમાચારોમાં આ વાતચીતોને યોગ્ય રીતે બતાવવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે ભારત પરસ્પર 'લાભદાયી' વેપાર કરાર માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે અમે બે અર્થવ્યવસ્થાઓ વચ્ચે એવી સમજૂતી માટે પ્રતિબદ્ધ છીએ જે બંને માટે ફાયદાકારક હોય. વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ 2025 માં અત્યાર સુધીમાં આઠ વખત વાતચીત કરી ચુક્યા છે અને તેમાં ભારત-યુએસ ભાગીદારીના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ છે.
અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકે શું કહ્યું હતું
ચમીથ પાલિહાપિતિયાના ઓલ-ઇન પોડકાસ્ટમાં લટનિકે કહ્યું કે આ આખો કરાર પહેલાથી નક્કી હતો. પરંતુ સ્પષ્ટ કરીએ કે આ તેમનો (રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ) કરાર છે. કરાર તેમણે કર્યો. કરાર તેમણે પૂર્ણ કર્યો. મોદીએ ફક્ત રાષ્ટ્રપતિ સાથે વાત કરવાની હતી. તેઓ આમ કરવામાં અસહજ અનુભવી રહ્યા હતા. મોદીએ વાત કરી ન હતી.
આ પણ વાંચો - દુનિયાના નકશામાં ક્યાં છે ગ્રીનલેન્ડ? સમજો ડોનાલ્ડ ટ્રમ્પ તેના માટે કેમ છે આક્રમક
હોવર્ડ લટનિકે કહ્યું કે અમે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ સાથે વેપાર કરાર કર્યા છે. અમને તેમના પહેલા ભારત સાથે વેપાર કરાર કરારની આશા હતી પરંતુ તે ફક્ત એક ફોન કોલને કારણે અટકી ગયું. લટનિકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિએ ગુરુવારે એક બિલને મંજૂરી આપી હતી. આ બિલ હેઠળ રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ઓછામાં ઓછા 500 ટકા ટેરિફ લાદવામાં આવી શકે છે, જેથી તે દેશો પર દબાણ લાવી શકાય.
અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું કે આ કાયદો અમેરિકાને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર ભારે દબાણ લાવવાની શક્તિ આપશે અને તેમને સસ્તું રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે મજબૂક કરવામાં આવે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us