India Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે સીઝફાયર પર સહમતી બની છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ યુદ્ધવિરામ બાદ મોટી જાણકારી આપી છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે અને રાષ્ટ્રહિત અનુસાર જાણી જોઈને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વાયુસેનાએ કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો.
ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રહિત મુજબ જાણી જોઈને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગે વધુ વિગતવાર માહિતી આપવામાં આવશે. આઈએએફએ અટકળો અને અપ્રમાણિત માહિતીને શેર કરવાથી બચવાની અપીલ કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર
નિયંત્રણ રેખા પર ચાર દિવસ સુધી સટિક મિસાઇલ હુમલા, ડ્રોન ઘુસણખોરી અને તોપમારાની લડાઇ બાદ ભારત અને પાકિસ્તાન 10 મે ના રોજે સાંજે જમીન, હવા અને સમુદ્ર પર તમામ સૈન્ય કાર્યવાહી બંધ કરવા માટે સંમત થયા હતા. તેના કલાકો બાદ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને ગુજરાતના કેટલાક ભાગો સહિત વિવિધ ભાગોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા અને તેને તોડી પાડવામાં આવ્યા હતા. ભારતે કહ્યું કે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો – ભારતની ફૂટનીતિક જીત છે સીઝફાયર, સમજા કેવી રીતે પાકિસ્તાનને બતાવ્યું તેનું સ્થાન
પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના રાજીવ ઘઇને ફોન કર્યો
10 મે ના બપોર સુધીમાં જ્યારે પાકિસ્તાનની ઘણી આક્રમક રણનીતિને ભારતે નિષ્ફળ બનાવી દીધી હતી, ત્યારે પાકિસ્તાનના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઇને સીધો ફોન કર્યો હતો. કોલનો સમય લગભગ 3:30 વાગ્યાનો હતો.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બાદમાં પ્રેસ બ્રીફિંગમાં તેની પુષ્ટિ કરી હતી. ભારતે પ્રોટોકોલની બહાર પાકિસ્તાન સાથે કોઈ ઔપચારિક રાજદ્વારી અથવા લશ્કરી સંવાદમાં સામેલ ન થવાનું પોતાનું વલણ જાળવી રાખ્યું છે. આનો અર્થ એ થયો કે આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં નવી દિલ્હી મધ્યસ્થતામાં સામેલ થયું ન હતું. ભારતે પુષ્ટિ આપી હતી કે 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પછી તેના નિર્ણયમાં સિંધુ જળ સંધિને અસ્થાયી સ્થગિત કરવાનો સમાવેશ થાય છે.