તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે નવી એડવાઇઝરી જાહેર કરી, ભારતીય નાગરિકોને તાત્કાલિક ઇરાન છોડવાની સલાહ

Indian Embassy Tehran Issues New Advisory : ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની સલાહ આપી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ યુદ્ધની સંભાવનાને કારણે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે

Indian Embassy Tehran Issues New Advisory : ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની સલાહ આપી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ યુદ્ધની સંભાવનાને કારણે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે

author-image
Ashish Goyal
New Update
Indian Embassy Tehran Iran Travel Advisory | Indian Citizens Leave Iran Immediately Security Alert | ઈરાન ભારતીય દૂતાવાસ એડવાઈઝરી | ઈરાન યુદ્ધ તણાવ ભારતીય નાગરિકો સુરક્ષા

Indian Embassy Advises to leave Iran Immediately Due to War Tension : ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની સલાહ આપી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ Photograph: (MEA)

Iran Indian Embassy Advisory:  તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની સલાહ આપી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ યુદ્ધની સંભાવનાને કારણે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 

Advertisment

ઇરાનમાં રહેતા તમામ ભારતીયોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉપલબ્ધ પરિવહન વિકલ્પોનો ઉપયોગ કરે અને તાત્કાલિક ઇરાન છોડી દે. આ પહેલા પણ ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીયોને વહેલી તકે દેશ છોડવા માટે કહ્યું હતું.

એડવાઈઝરીમાં શું-શું કહ્યું છે?

ભારતીય દૂતાવાસે તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે 5 જાન્યુઆરી 2026 ના રોજ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીને ચાલુ રાખીને અને ઈરાનમાં ઉભરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હાલમાં ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો (વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, વેપારીઓ અને પ્રવાસીઓ) ને કોમર્શિયલ ફ્લાઇટ્સ સહિત હાલના પરિવહન માધ્યમો દ્વારા ઇરાન છોડવાની સલાહ આપવામાં આવે છે. 

આ પણ વાંચો - નેપાળમાં ભયાનક અકસ્માત: બસ ત્રિશુલી નદીમાં પડી, 17 લોકોના મોત, 28 ઘાયલ

Advertisment

હેલ્પલાઇન નંબર જાહેર

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના મુસાફરી અને ઇમિગ્રેશન સંબંધિત તમામ દસ્તાવેજો - જેમ કે પાસપોર્ટ અને ઓળખ કાર્ડ - હંમેશા તેમની સાથે રાખે. કોઈપણ સહાય માટે તેઓ ભારતીય દૂતાવાસ (તેહરાન) નો સંપર્ક કરી શકે છે. ”

સહાય માટે એમ્બેસી મોબાઇલ નંબરો:

+989128109115, +989128109109, +989128109102,  +989932179359

ઇ-મેલ: cons.tehran@mea.gov.in

ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો https://www.meaers.com/request/home પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ભારતમાં રહેતા પરિવારના સભ્યો પણ આ લિંક દ્વારા ઇરાનમાં રહેતા તેમના પરિવાર માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

ઇરાન વિશ્વ અમેરિકા