હિન્દુઓ પર થઇ રહેલી હિંસા વચ્ચે ભારતનું મોટું પગલું, વિદેશ સચિવ બાંગ્લાદેશ જશે, ઘણા મુદ્દા પર ચર્ચાની સંભાવના

Bangladesh Violence : બાંગ્લાદેશ છોડ્યા બાદ પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરની અરાજકતા સ્થિતિ અને હિન્દુઓ પર હુમલા માટે સરકારના વડા મુહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા

Bangladesh Violence : બાંગ્લાદેશ છોડ્યા બાદ પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરની અરાજકતા સ્થિતિ અને હિન્દુઓ પર હુમલા માટે સરકારના વડા મુહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Vikram Misri, Indian foreign secretary Vikram Misri

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાત લેશે (ફાઇલ ફોટો)

Bangladesh Violence : બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલી હિંસા વચ્ચે ભારતે મોટું પગલું ભર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાત લેશે અને તેઓ તેમના સમકક્ષને મળશે. આ મુલાકાત દરમિયાન અન્ય ઘણી બેઠકો પણ થશે.

Advertisment

'મસૂદ અઝહર સામે કડક કાર્યવાહી થવી જોઈએ'

મસૂદ અઝહર પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલો છે. અમે માંગ કરીએ છીએ કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તે પાકિસ્તાનમાં નથી તેવો ઇન્કાર કરવામાં આવ્યો છે. તમે જેનો ઉલ્લેખ કરી રહ્યા છો, જો અહેવાલો સાચા હોય તો તે પાકિસ્તાનની બેવડું ચરિત્ર બહાર આવે છે. મસૂદ અઝહર ભારતમાં સરહદ પારથી થતા આતંકી હુમલામાં સામેલ છે. અમે ઇચ્છીએ છીએ કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

'ભારત સીરિયાની ઘટના પર નજર રાખી રહ્યું છે'

સીરિયામાં તાજેતરના ઘટનાક્રમ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે સીરિયાના ઉત્તરમાં હાલમાં થયેલી લડાઈની વૃદ્ધિની નોંધ લીધી છે. અમે પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. સીરિયામાં લગભગ 90 ભારતીય નાગરિકો છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રની વિવિધ સંસ્થાઓમાં કામ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે. આપણા દૂતાવાસો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તેમની સાથે ગાઢ સંપર્કમાં છે.

દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે મજબૂત સંબંધો છે

દક્ષિણ કોરિયામાં તાજેતરમાં સર્જાયેલી અશાંતિ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયા અને ભારતની વચ્ચે મજબૂત આર્થિક અને રાજકીય ભાગીદારી છે. અમે ઘટનાક્રનમ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયા સાથે આપણા મજબૂત રોકાણ, વેપારી સંબંધો અને રક્ષા સહયોગ છે. આપણા લોકો વચ્ચે પણ ઘણો મજબૂત સંબંધ છે. મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પણ છે જે ત્યાં રહે છે. અમે સતત ચાંપતી નજર રાખી રહ્યા છીએ, જેથી જો કોઈ એવી ઘટના બને કે જેનાથી આપણા ભારતીય નાગરિકોની અને આપણા હિતોની સુરક્ષાને અસર થાય તો અમે તેના પર નજર રાખી શકીએ. અમે આશા રાખીએ છીએ કે દેશમાં સ્થિતિ જલ્દી સ્થિર થઇ જશે.

Advertisment

'પુતિન સાથેની શિખર વાર્તા ભારતમાં યોજાય તેવી શક્યતા'

આગામી વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સંભવિત ભારત મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે રશિયા સાથે વાર્ષિક સમિટની વ્યવસ્થા કરી છે. છેલ્લી વાર્ષિક સમિટ મોસ્કોમાં યોજાઇ હતી, જેના માટે વડા પ્રધાન મોસ્કો ગયા હતા. આગામી સમિટ આવતા વર્ષે ભારતમાં યોજાવાની છે. તેની તારીખો ડિપ્લોમેટિક ચેનલો દ્વારા નક્કી કરવામાં આવશે.

શેખ હસીનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલી હિંસા પર શું કહ્યું?

બાંગ્લાદેશ છોડ્યા બાદ પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરની અરાજકતા સ્થિતિ અને હિન્દુઓ પર હુમલા માટે સરકારના વડા મુહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે યુનુસ દેશમાં નરસંહાર માટે જવાબદાર છે અને તે લઘુમતીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે.

ન્યૂયોર્કમાં અવામી લીગના સમર્થકો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભારત તરફથી એક વર્ચ્યુઅલ સંબોધનમાં હસીનાએ કહ્યું હતું કે 5 ઓગસ્ટે તેમની અને તેમની બહેન શેખ રેહાનાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જેવી રીતે 1975માં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી હતી. મુહમ્મદ યુનુસ સત્તાનો ભૂખ્યો છે, તેથી જ તે પૂજા સ્થળોને હુમલાઓથી બચાવી શકતા નથી. છેલ્લા ત્રણ મહિનામાં તેઓ સરકાર ચલાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે.

bangladesh india દેશ