Gravity Hole in Indian Ocean : પૃથ્વી અંગે ઘણા પ્રકારની બધી ધારણાઓ અને કલ્પનાઓ છે, જે ઘણી પ્રચલિત છે, જેમ કે પૃથ્વીનો આકાર ગોળ છે અને ગુરુત્વાકર્ષણ તમામ સ્થળે એક સમાન છે, પૃથ્વીનો આકાર સમતલ નથી. પૃથ્વીની સપાટીનું ધનત્વ પણ બદલાતુ રહે છે, તેના પર ઘણા પ્રકારનું બળ લાગે છે. પરંતુ હિંદ મહાસાગરની વચ્ચે આ ગુરુત્વાકર્ષણ બળ અત્યંત નબળું પડી જાય છે. આ વિસ્તારને ગ્રેવિટી હોલ કહેવામાં આવે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ આ ગ્રેવિટી હોલ કેમ છે તેના રહસ્યો શોધ્યા છે.
ગ્રેવિટી હોલ ક્યાં છે?
અમેરિકન વૈજ્ઞાનિક અનુસાર,પૃથ્વીના કોઈપણ ખુણામાં ગુરુત્વાકર્ષણ ખેંચવાની શક્તિ તે ચોક્કસ પ્રદેશની નીચે પૃથ્વીના પડ, આવરણ અને ખડકો પર આધારિત હોય છે. રસપ્રદ વાત એ છે કે, હિંદ મહાસાગરમાં એક વિશાળ પ્રદેશ, ભારતના દક્ષિણ છેડાથી લગભગ 1,200 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, ગુરુત્વાકર્ષણનું એટલું ઓછું ખેંચાણ ધરાવે છે કે તે “હોલ” પર હિંદ મહાસાગરનું સમુદ્રનું સ્તર વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ 106 મીટર ઓછું છે,
ગ્રેવિટી હોલની શોધ કોણે કરી?
દરિયાના આ વિસ્તારને ઇન્ડિયન ઓસીન જીઓડ લો (Indian Ocean geoid low/ IOGL) કહેવામાં આવે છે અને તે 1948માં ડચ ભૂ-ભૌતિકશાસ્ત્રી ફેલિક્સ એન્ડ્રીસ વેનિંગ મેઇનેઝ એ શોધી કાઢ્યુ હતુ. ત્યારથી અન્ય જહાજ-આધારિત પ્રયોગો અને ઉપગ્રહોના મેપિંગ મારફતે પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. પરંતુ વૈજ્ઞાનિકો આમ થવા પાછળનું કારણ શું છે તે વાત અત્યાર સુધી વૈજ્ઞાનિકો કહી શક્યા નથી.
ભારતીયો વૈજ્ઞાનિકોએ ખોલ્યા ગ્રેવિટી હોલના રહસ્યો
ગુરુત્વાકર્ષણની આ વિસંગતતાનું કારણ શું છે તે હજી સ્પષ્ટ ન હતું. જો કે બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc)ના બે વૈજ્ઞાનિકોએ હિંદ મહાસાગરના આ ગ્રેવિટી હોલના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. ભારતીય વૈજ્ઞાનિક દેબાંજન પાલ અને અત્રેયી ઘોષ ગ્રેવિટી હોલને વધુ સારી રીતે સમજી શક્યા છે અને તેનું રહસ્ય ઉકેલવામાં સફળ થયા છે. જિયોફિઝિકલ લેટર્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.
ભારતીય વૈજ્ઞાનિકો દેબાંજન પાલ અને અત્રેયી ગોષે તેમના સંશોધન પત્રમાં હિંદ મહાસાગરમાં ગ્રેવિટી હોલના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે, આના પર કામ કરનારા અગાઉના તમામ અભ્યાસોમાં ગુરુત્વાકર્ષણની આ વિસંગતતા કેવી રીતે સર્જાઇ તેના પર ધ્યાન અપાયું ન હતું. અમે તેની પાછળ કામ કરતી સિસ્ટમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
બીબીસી અનુસાર છેલ્લા 140 મિલિયન વર્ષોના કોમ્પ્યુટર-સિમ્યુલેટેડ મોડલ્સને જોયા પછી, તેઓને પૃથ્વીના પોપડાની નીચે લગભગ 965 કિલોમીટર નીચે એક પ્રાચીન મહાસાગરના અવશેષો મળ્યા છે.
તમામ સિમ્યુલેશનમાં, સંશોધકોને આફ્રિકાની નીચે પીગળેલા ઘન ખડકના (plumes) અવશેષો મળ્યા, જે સંભવતઃ ટેકટોનિક પ્લેટોના આવરણમાં ડૂબી જવાને કારણે થઈ શકે છે. તેઓ માને છે કે આ ખડકો IOGL પાછળનું કારણ હોઈ શકે છે.
પરંતુ સંશોધકો ન્યૂ સાયન્ટિસ્ટને કહ્યું કે સિમ્યુલેશનમાં પ્લુમ્સ ખરેખર હિંદ મહાસાગરની નીચે હાજર હોવાના કોઈ સ્પષ્ટ સિસ્મોગ્રાફિક પુરાવા નથી. તેમનું માનવું છે તે, તેના ડુબવા પાછળ અન્ય પરિબળો પણ હોઇ શકે છે, કોઈ નક્કર નિષ્કર્ષ પર આવવાની પહેલા તેને શોધવાની જરૂર છે.





