ISRO Moon Mission: ભારત ચંદ્ર પર મોકલશે માનવયાન, ઈસરો વડા સોમનાથે જણાવ્યો પ્લાન

ISRO Moon Mission : ઈસરો ચંદ્રયાનનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યા બાદ હવે ચંદ્ર અવકાશયાત્રી મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ચંદ્ર, શુક્ર અને મંગળ ગ્રહના સ્પેશ મિશન વિશે ઈસરોના વડા સોમનાથે મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

Written by Ajay Saroya
Updated : February 27, 2024 10:26 IST
ISRO Moon Mission: ભારત ચંદ્ર પર મોકલશે માનવયાન, ઈસરો વડા સોમનાથે જણાવ્યો પ્લાન
Moon : ચંદ્ર (Photo - Freepik)

ISRO Moon Mission : ઈસરો ચંદ્રયાનનું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યા બાદ વધુ એક મૂન મિશન પર કામગીરી કરી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) હવે ચંદ્ર પર માનવયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ચંદ્ર પર ભારત ક્યારે અવકાશયાત્રી મોકલશે તે અંગે ઈસરોના વડા એસ સોમનાથે જણાવ્યું છે.

ચંદ્ર પર 2040 સુધીમાં અવકાશયાત્રી મોકલશે : ઈસરો

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે સોમવારે જણાવ્યું હતું કે, અંતરિક્ષ સંસ્થા 2040 સુધીમાં ચંદ્ર પર એક ભારતીય અવકાશયાત્રીને મોકલવા કરવા માંગે છે. ઈસરોના વડાએ કહ્યું કે ચંદ્ર પર મિશન અચાનક નહીં થાય, તેના માટે ચંદ્ર પર મિશનની સતત પ્રેક્ટિસ અને પછી ચંદ્ર પર પૂરતી પદ્ધતિઓનું જ્ઞાન જરૂરી છે.

એસ સોમનાથે કહ્યું કે, “અમારે અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માટે ટેકનોલોજી અને વિજ્ઞાનનો રોડમેપ બનાવવાની જરૂર છે. જ્યારે અમે જોયું કે, ગગનયાન મિશનમાં કયા પ્રકારના પ્રયોગો કરવા માગીએ છીએ, તેમાંથી ઓછામાં ઓછા પાંચને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. “તે મારા માટે ખૂબ રોમાંચક પ્રયોગો નથી.” તેમણે આગળ કહ્યું કે, “આ મિશનની સાથે સાથે અમારી પાસે ચંદ્ર મિશન માટે પણ ક્ષમતા હોવી જોઇએ. ચંદ્ર સુધી અમારી સતત પહોંચી હોવી જોઇએ અને અંતમાં અમે જે ઈચ્છીયે છીએ કે, એક માનવ, એક ભારતીય જેને 2040 સુધી ચંદ્ર પર મોકલીય.

ચંદ્ર પર માનવયાન મોકલવું ખર્ચાળ

ઈસરોના વડાએ કહ્યું કે, ચંદ્ર પર માનવ મોકલવો, એ કોઇ ઓછા ખર્ચાળ મિશન નહીં હોય. આપણે લોન્ચર ક્ષમતાઓ, પ્રયોગશાળાઓ અને સિમુલેશન સિસ્ટમને વિકસીત કરવાની જરૂરી છે. આ માત્ર એક જ વાર કરી શકાતું નથી. તેને વારંવાર કરવાની જરૂર છે. તે પછી જ ભારતમાંથી ચંદ્ર પર માનવ મોકલવાનું શક્ય બનશે.

chandrayaan 3 | Mission | ISRO | INDIA | America | Chandrayaan 3 landing chandrayaan 3 landing on moon
ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સફળતા પૂર્વક ઉતરાણ (ઇમેજ ક્રેડિટ – ઇસરો)

ઈસરોના વડાએ કહ્યું કે, દુનિયાભર વિશ્વમાં ચંદ્રની શોધખોળ ફરી શરૂ થઈ ગઈ છે. અન્ય ઘણા દેશો પણ ચંદ્ર પર જઈ રહ્યા છે. મને લાગે છે કે અમેરિકા, ચીન અને અન્ય ઘણા દેશોને તેમા નવેસરથી રસ જાગ્યો છે. અવકાશમાં વધુ મિશન પર ભાર મૂકતા તેમણે કહ્યું કે અવકાશમાં માનવીય પહોંચને ઘણી હદ સુધી વધારવી જોઈએ.

ભારત સ્પેસ સ્ટેશન બનાવશે

તેમણે કહ્યું કે, “આપણી પાસે ભારતીય સ્પેસ સ્ટેશન હોવું જોઈએ. “પ્રથમ મોડ્યુલને 2028 સુધીમાં ભ્રમણકક્ષામાં મુકવામાં આવવું જોઈએ અને સમગ્ર મોડ્યુલ 2035 સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈએ, જેમાં માનવ ત્યાં લાંબા સમય સુધી રહેવાની સંભાવના ધરાવે છે.”

મંગળ ગ્રહ પર મોકલવાની સંભાવના

ઈસરો ના અધ્યક્ષે કહ્યું કે, અંતરિક્ષ એજન્સી લૂનર સેમ્પલ રિટર્ન મિશન પર પણ ચર્ચા કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી (ચંદ્રના દક્ષિણ ધ્રૂવ ક્ષેત્ર) થી સેમ્પલ એકઠાં કરવા અને વૈજ્ઞાનિક રિસર્ચ માટે સેમ્પલને સુરક્ષિત પૃથ્વી પર પરત લાવવાનો હશે.

આ પણ વાંચો | ગગનયાન મિશન ને લઈ મોટું અપડેટ, ઈસરોને મળી મોટી સફળતા, આ ટેસ્ટ સફળ રહ્યો

એસ. સોમનાથે એવું જણાવ્યું કે, વીનસ આર્બિટર મિશન અને માર્સ લેન્ડર જેવા ઈન્ટરપ્લેનેટરી મિશનની યોજનાઓ પર ચર્ચા અને મંત્રણા થઇ રહી છે. જ્યારે તમે શુક્ર ગ્રહ, તેના વાયુમંડળ, સ્થળનું પરિદ્રશ્ય. ધૂળ, જ્વાળામુખી, વિશાળ વાદળ અને વિજળીને જોઇયે છીએ, તો મને લાગે છે કે બધું સંશોધનને લાયક છે. મંગળ ગ્રહ પર લેન્ડ કરવાની આવી જ સંભાવના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ