રેલવે રિઝર્વેશન નિયમમાં મોટો ફેરફાર, હવે ફક્ત 60 દિવસ પહેલા જ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશો

IRCTC Ticket Booking New Rule: રેલવે ટિકિટ રિઝર્વેશન નિયમમાં રેલવે દ્વારા મોટો ફેરફાર કરાયો છે. 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાનો નિયમ બદલીને હવે 60 દિવસ કરી દેવાયા છે. રિઝર્વેશન નિયમમાં કરાયેલ આ ફેરફાર 1 નવેમ્બર 2024થી લાગુ થશે.

IRCTC Ticket Booking New Rule: રેલવે ટિકિટ રિઝર્વેશન નિયમમાં રેલવે દ્વારા મોટો ફેરફાર કરાયો છે. 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાનો નિયમ બદલીને હવે 60 દિવસ કરી દેવાયા છે. રિઝર્વેશન નિયમમાં કરાયેલ આ ફેરફાર 1 નવેમ્બર 2024થી લાગુ થશે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
indian railways, IRCTC Train Booking New Rules

રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે (પ્રતિકાત્મક તસવીર)

IRCTC Ticket Booking New Rule: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રેલવે ટિકિટ બૂકિંગ નિયમ બદલાયો છે. રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. રેલવેએ 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાનો નિયમ બદલીને 60 દિવસ કરી દીધો છે. તેનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ફેરફાર 1 નવેમ્બર 2024થી લાગુ થશે. આ નિર્ણય બાદ હવે મુસાફરો પોતાની ટ્રાવેલ ડેટના બે મહિના પહેલા જ ટિકિટ બુક કરાવી શકશે. રેલવે મંત્રાલય તરફથી ગુરુવારે આ વિશે માહિતી આપવામાં આવી છે.

Advertisment

રેલવે તત્કાલ ટિકિટની વ્યવસ્થા પણ પૂરી પાડે છે. તત્કાલ ટિકિટનું બુકિંગ મુસાફરીની તારીખના એક દિવસ પહેલા કરી શકાય છે. આ માટે દરરોજ સવારે 10 વાગ્યા પછી 3 એસીથી ઉપલા વર્ગ માટે બુકિંગ શરૂ થાય છે, જ્યારે સ્લીપર તત્કાલ બુકિંગ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. જો કોઇએ 1 નવેમ્બર પહેલા ટિકિટ બુક કરાવી લીધી છે તો રેલવેના આ નિર્ણયની તેમના પર કોઈ અસર નહીં પડે. આ નિર્ણય માત્ર 1 નવેમ્બરથી ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ લાગુ પડશે.

વિદેશી પ્રવાસીઓને છૂટ

રેલવેએ વિદેશી પ્રવાસીઓને રિઝર્વેશનમાં છૂટ આપી છે. તેઓ 365 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશે. આ સિવાય રેલવેએ તાજ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં કોઇ ફેરફાર કર્યો નથી. અત્યાર સુધી લોકોને 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાની તક મળી હતી. આવી સ્થિતિમાં લોકોને ટિકિટ બુક કરવા અને કન્ફર્મ થવા માટે લાંબો સમય મળતો હતો.

હવે 60 દિવસની ડેડલાઈન હોવાથી મુસાફરોને થોડી અગવડનો સામનો કરવો પડી શકે છે. સૌથી વધારે પરેશાની પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં જોવા મળી શકે છે.

Advertisment

આ પણ વાંચો - બહરાઈચ હિંસા: પાંચ આરોપીની ધરપકડ, એન્કાઉન્ટરમાં બે ને ગોળી વાગી, નેપાળ ભાગવાની તૈયારીમાં હતા

હાલ જૂની વ્યવસ્થા 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે

રેલવેએ એઆરપી એટલે કે એડવાન્સ રિઝર્વેશન પીરિયડને ઘટાડીને 2 મહિના કરી દીધો છે. કેટલીક ટ્રેનોમાં આ સિસ્ટમ પહેલાથી જ લાગુ કરવામાં આવી હતી. તેમને આ નિર્ણયથી કોઈ અસર નહીં થાય. હાલ આ વ્યવસ્થા 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. જોકે છઠ જેવા તહેવારોનું બુકિંગ અગાઉથી શરૂ થઈ જાય છે. હવે લોકોને ટિકિટ બુક કરવા માટે પહેલા કરતા અડધો સમય મળશે.

india દેશ રેલવે