રેલવે વિભાગ મુસાફરોને આપી રહ્યુ છે મફત ભોજન, જાણો કેવી રીતે મેળવી શકાય?
ભારતીય રેલ્વે સતત તેની સુવિધાઓમાં સુધારો કરી રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલ્વે યાત્રીઓ માટે મફતમાં ભોજનની સુવિધા પણ આપી રહી છે. કદાચ તમે આ વાતથી માહિતગાર ન હશો, જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હોવ, તો અહીયા તમને આ ફ્રી ફૂડનો લાભ કેવી રીતે લઈ શકાય તેની માહિતી જાણો.
તહેવારોની સિઝનમાં રેલવે દ્વારા ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા દિવાળી અને છઠ માટે 179 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન રેલવે મુસાફરોને મફતમાં ભોજનની સુવિધા આપવામાં આવી છે. જો કે, આ સુવિધા દુરંતો એક્સપ્રેસ, શતાબ્દી અને રાજધાની જેવી લક્ઝરી ટ્રેનોમાં જ આપવામાં આવી છે અને તે પણ જો ટ્રેન બે કલાક મોડી હોય તો.
જો આ ટ્રેનો સમયસર પહોંચે અથવા દોડે તો મુસાફરોને મફત ભોજનનો લાભ મળશે નહીં, પરંતુ જો તે 2 કલાક અથવા તેનાથી વધુ મોડી પડે તો તમે મફત ભોજનની માંગ કરી શકો છો. એક મીડિયા અહેવાલ મુજબ, પ્રવાસીઓ કાં તો સંપૂર્ણ ભોજન અથવા હળવો નાસ્તો અથવા નાસ્તો અથવા લંચ વગેરે લઈ શકે છે. આ સાથે, તમે કેટલાક પસંદ કરેલા પીણાં પણ મેળવી શકો છો.
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) નવા રસોડા બનાવીને અને જૂનાનું નવીનીકરણ કરીને તેના ફૂડ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યું છે. IRCTC મુસાફરોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે WhatsAppની સુવિધા પણ આપવામાં આવી રહી છે. હવે આ એપની મદદથી તમે ફૂડ ઓર્ડર પણ કરી શકો છો. મુસાફરોને તેમના પીએનઆર નંબર સાથે જ ભોજન મોકલી શકાય છે.
નોંધનિય છ કે, ભારતીય રેલ્વે દિવાળી અને છઠ્ઠ તહેવાર નિમિત્તે 179 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે, જે દિલ્હીથી બિહાર અને યુપીના શહેરો ઉપરાંત કેટલાક અન્ય સ્થળો પરથી દોડી રહી છે. જો તમારે પણ તહેવારોમાં તમારા ઘરે જવાનું હોય અને કન્ફર્મ ટિકિટ ન મળી રહી હોય, તો તમે આ ટ્રેનોમાં બુકિંગ કરીને કન્ફર્મ ટિકિટનો લાભ લઈ શકો છો.