/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/foreign-education.jpg)
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
Indian Student Death In Foreign Country: ભારત માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. વિદ્યાર્થીઓમાં કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રિલિયા સૌથી વધુ પસંદ કરવામાં આવતા દેશ છે. જેમા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં રહે છે અને અભ્યાસ કરે છે. આ દરમિયાન સરકારે વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ વિશે માહિતી આપી છે. આ દરમિયાન સરકારે છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓના મોતની પણ માહિતી આપી છે.
ક્યા દેશમાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા
હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયે લોકસભામાં જાણકારી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં અલગ અળગ 41 દેશોમાં ગયેલા 633 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમા કેનેડામાં સૌથી વધુ 172 લોકોના મોત થયા છે. ત્યાર બાદ અમેરિકામાં 108, ઓસ્ટ્રેલિયામાં 57, રશિયામાં 37, જર્મનીમાં 24 વિદ્યાર્થીઓના મોત થયા છે. વિદેશ મંત્રાલયની માહિતી અનુસાર ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ 1 ભારતીય વિદ્યાર્થીનું મોત થયું
વિદેશમાં 13.3 કરોડ ભારતીય વિદ્યાર્થી
લોકસભામાં જાણકારી આપતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે, વિદેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના મોત પાછળ કુદરતી, અકસ્માત સહિત અનેક કારણ જવાબદાર છે. આ સમયગાળા દરમિયાન છેલ્લાં પાંચ વર્ષમાં 633 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. આ સાથે જ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 13.3 કરોડ થઇ છે. આ સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે.
મોટાભાગના વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરે છે
વિદેશ મંત્રાલયે આપેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં વધુ વધારો થયો છે. 2022માં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 7.5 કરોડ હતી. જે વર્ષ 2023માં વધીને 9.3 કરોડ થઇ હતી. આ વર્ષે આ સંખ્યા વધીને 13.3 કરોડ પહોંચી થઈ ગઈ છે. એટલે કે 1 જાન્યુઆરી સુધી ભારતના 13.35 લાખ વિદ્યાર્થીઓ દુનિયાના 101 દેશોમાં વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. કેનેડામાં 4.27 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારબાદ અમેરિકામાં 3.37 લાખ, યુકેમાં 1.85 લાખ અને ઓસ્ટ્રેલિયામાં 1.22 લાખમાં, જર્મનીમાં 42997, યુએઇમાં 25000 અને રશિયામાં 24940 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ઉપરાંત હોંગકોંગ સહિત ચીનમાં 8580, ન્યુઝીલેન્ડમાં 7300, નેપાળમાં 2134, સિંગાપોરમાં 2000, જાપાનમાં 1532, ઈરાનમાં 1020, પાકિસ્તાનમાં 14 તેમજ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં 2510 ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.
અમેરિકા માંથી 48 વિદ્યાર્થી પરત મોકલાયા
અમેરિકા માંથી દેશનિકાલ કરાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સંબંધિત અન્ય એક પ્રશ્નમાં MEA એ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 48 વિદ્યાર્થી યુએસ માંથી પરત મોકલવામાં આવ્યા છે. નિકાલ માટેના કારણો યુએસ સત્તાવાળાઓ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યાં નથી.
આ પણ વાંચો | સોલા સિવિલ અમદાવાદ ભરતી, ₹ 75,000 સુધી પગાર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
વિદેશમાં ભારતીય વિદ્યાર્થી પર હિંસક હુમલા, 19 વિદ્યાર્થીનાં મોત
આ સાથે જ ઘણા દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલા પણ થયા છે, જેમાં વિદ્યાર્થીઓનાં મોત પણ થયા છે. હિંસક કેસોમાં મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 19 છે. જેમાં સૌથી વધુ કેનેડામાં નવ, અમેરિકામાં 6, ઓસ્ટ્રેલિયા, ચીન, બ્રિટન અને કિર્ગિસ્તાનમાં 1 - 1 ભારતીય વિદ્યાર્થીના મોત થયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us