સાવધાન : નોકરીની લાલચે વિદેશ ગયેલા ભારતીયો બન્યા સાયબર સ્કેમર, માંડ માંડ પરત આવ્યા, વાંચો આપવીતી

Recruitment Agency Frauds : નોકરીની લાલચે વિદેશ ગયેલા ભારતીયોને સ્થાનિક રિક્રુટમેન્ટ એજન્સીઓ છેતરી રહી છે. વિયેતનામમાં નોકરીના બહાને કંબોડિયા લઇ ગયા અને પછી લોકોને ઓનલાઈન છેતરવાનું એટલે કે સાયબર ફ્રોડનું કામ કરવાની ફરજ પાડવામાં આવી.

Written by Ajay Saroya
April 07, 2024 08:02 IST
સાવધાન : નોકરીની લાલચે વિદેશ ગયેલા ભારતીયો બન્યા સાયબર સ્કેમર, માંડ માંડ પરત આવ્યા, વાંચો આપવીતી
કંબોડિયામાં ભારતીયો પાસે સાયબર ફ્રોડની કામગીરી કરવામાં આવતી હતી. (Express photo)

Recruitment Agency Frauds : વિદેશ મંત્રાલયે કંબોડિયામાંથી 250 ભારતીયોને બચાવ્યા છે. આ ભારતીયો સારી નોકરીની આશામાં વાયા વિયેતનામ થઇ કંબોડિયા પહોંચ્યા હતા. સારી નોકરીની લાલચે આ ભારતીયો રિક્રુટમેન્ટ એજન્સી મારફતે કંબોડિયા પહોંચ્યા હતા, જો કે તેમની પાસે શું કામગીરી કરાવશે તે ખબર નથી. કંબોડિયા પહોંચેલા ભારતીયો પાસે સાયબર ફ્રોડનું કામ કરાવતા હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ , દેશમાં 5,000 થી વધુ લોકો કંબોડિયામાં અટવાયા હોવાની આશંકા છે, તેમની પાસે સાયબર ફ્રોડ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. સારા જીવનની આશામાં કંબોડિયા પહોંચેલા ભારતીયો કેવી રીતે બન્યા સાયબર સ્ક્રેમર

નોકરી માટે વિદેશ જવા પત્નીના દાગીના ગિવરે મૂક્યા, કંબોડિયા ગયો અને ફસાઇ ગયો

હૈદરાબાદમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની તેમની નોકરી ભાગ્યે જ પૂરા કરવા માટે પૂરતી હતી, દીનબંધુ સાહુએ ઓડિશાના ગંજમ જિલ્લામાં તેમના વિસ્તારના અન્ય ઘણા યુવાનોની જેમ એક સ્વપ્નનું પોષણ કર્યું – વિદેશમાં સ્થળાંતર કરવાનું, પૂરતી કમાણી કરવી અને તેમના ગામમાં કંઈક શરૂ કરવા માટે. પોતાના

તેની મહત્વાકાંક્ષા તેને કંબોડિયા તરફ લઈ ગઈ જ્યાં, તેનું સ્વપ્ન સાકાર થવાથી દૂર, તેણે તેની પત્નીના ઘરેણાં સહિત બધું ગુમાવ્યું. તેના ચાર જણના પરિવારનું ભરણપોષણ કરવા માટે, સાહુ હવે સ્થાનિક ફ્યુઅલ સ્ટેશન પર કામ કરે છે.

વિશ્વનાથપુર ગામનો રહેવાસી સાહુ જે કંબોડિયામાં ફસાયેલા 5,000 ભારતીયોમાં સામેલ હતો. અને સાયબર ક્રાઇમ કરવાની ફરજ પાડવામાં આવી હતી, તેનો કેસ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવવામાં આવ્યા પછી તે પરત ભારત ફર્યો હતો. તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાછો ફર્યો હતો.

5,000 થી વધુ ભારતીયોના ફસાયેલા હોવાના ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ બાદ વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, મંત્રાલય કંબોડિયન સત્તાવાળાઓ સાથે સહયોગ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 250 ભારતીયોને બચાવી લેવાયા છે અને પરત મોકલ્યા છે.

સાહુ ઉપરાંત ધ ઈન્ડિયન એક્સપ્રેસે કર્ણાટકના બે વ્યક્તિઓ સાથે વાત કરી જેઓ ભારત પરત આવવામાં સફળ થયા. તે બધા પાસે કહેવા માટે એક સમાન કહામી હતી – પોતાના શહેરમાં નોકરીની તકોનો અભાવ, એજન્ટો કે જેમણે તેમની તકનો ગેરલાભ ઉઠાવ્યો, દુનિયાભરના લોકોને છેતરવાની નોકરી આપી, નોકરીએ રાખનાર વ્યક્તિએ તેમના પાસપોર્ટ અને વિઝા જપ્ત કર્યા અને બંધક બનાવ્યા. એક કિસ્સામાં, કર્ણાટકના એક યુવકે વિરોધ કર્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો અને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો.

સાહુ કહે છે, સ્નાતક થયા પછી મેં ઘણા શહેરોમાં કામ કર્યું – ગુડગાંવ, બેંગલુરુ અને હૈદરાબાદ – કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કર્યું, 20,000-25,000 રૂપિયાનો પગાર મળ્યો હતો. મારા વિસ્તારના ઘણા યુવાનો સાઉદી અને અન્ય મધ્ય પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં સ્થળાંતર કરતા હોવાથી, મેં પણ મારું નસીબ અજમાવવાનું નક્કી કર્યું.

સાહુ, જેઓ સુંડી જાતિમાંથી આવે છે, તેનો પરંપરાગત ધંધો દારૂ વેચવાનો છે. તેણે જણાવ્યું હતું કે તે અને તેના મોટા ભાઈ આ ધંધો છોડી દેવા અને મોટા શહેરોમાં નોકરી કરવા માગે છે.

તે ઉમેરે છે, હૈદરાબાદમાં કામ કરતી વખતે એક વ્યક્તિએ મને વડોદરામાં એક કન્સલ્ટન્સી એજન્સી વિશે જણાવ્યું જે લોકોને વિદેશમાં નોકરી મેળવવામાં મદદ કરે છે. તેઓએ મને વોટ્સએપ ગ્રૂપમાં જોડ્યો અને મને રાહ જોવા કહ્યું. ત્રણ-ચાર મહિના પછી, તેઓએ કહ્યું કે વિયેતનામમાં એક નોકરીની ભરતી છે. મારો ઇન્ટરવ્યુ લીધો જેમા હું પાસ થયો.

સાહુને વિઝા ફી પેટે 1.5 લાખ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું, જેના માટે તેણે તેની પત્નીના ઘરેણાં ગીરવે મૂક્યા હતા.

તેણે 25 જુલાઈ, 2023ના રોજ કોલકાતાથી વિયેતનામના હો ચી મિન્હ માટે ફ્લાઇટ પકડી. અહીથી તેની અગ્નિ પરીક્ષાની શરૂઆત થઇ.

વિયેતનામ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેને ત્યાં એક વ્યક્તિ મળવાનો હતો જે તેને તેના ગંતવ્ય સ્થાન પર લઈ જવાનો હતો. રોડ પરથી પ્રસાર થતી વખતે તેણે જોયું કે તે કંબોડિયાની સરહદ પર છે.

સાહુ કહે છે, મેં ભારત સ્થિત મારા એજન્ટને ફોન કર્યો. તેણે કહ્યું કે, શરૂઆતમાં મને વિયેતનામમાં નોકરીની ઓફર કરનાર કંપનીએ મને નકારી કાઢ્યો છે અને કંબોડિયામાં નોકરીની વ્યવસ્થા કરી છે, અને મારે તે સ્વીકાી લેવી જોઈએ કારણ કે મેં પહેલેથી જ પેમેન્ટ કરી દીધું છે.

રાહુ કંબોડિયા પહોંચ્યા પછી અન્ય એજન્ટ તેને એક સ્થાન પર લઈ ગયો જ્યાં તે અન્ય ત્રણ ભારતીયોને મળ્યો – જે તેલંગાણા , તમિલનાડુ અને પંજાબના હતા.

હું ડરી ગયો હતો અને પાછા ફરવા માંગતો હતો કારણ કે તેઓ મને દર મહિને 700 ડોલર ઓફર કરી રહ્યા હતા, જ્યારે મને 900 ડોલરનું વચન આપવામાં આવ્યું હતું. મારી ના પાડવા છતાં મને થાઈલેન્ડ સરહદની નજીક પોઈપેટ લઈ જવામાં આવ્યો, જ્યાં મારે કામમાં જોડાવું પડ્યું.

પ્રથમ 10 દિવસ માટે, મને ફેસબુક , વોટ્સએપ અને અન્ય કેટલીક સોશિયલ મીડિયા સાઇટ્સ પર નકલી નામોથી નવા એકાઉન્ટ ખોલવાની તાલીમ આપવામાં આવી હતી .

મને જે કામ સોંપવામાં આવ્યુ હતું તેનાથી હુ અસ્વસ્થ હતો. મેં ફરી ભારતમાં મારા એજન્ટનો સંપર્ક કર્યો, પરંતુ તેણે જણાવ્યું કે, જે કામ સોંપવામાં આવે તે કર, મને નોકરીમાં સારા ઇન્ટેન્સીવ મળવાની લાલચ આપી.

Fraud Case | Crypto Currency Fraud | Forex Trading Fraud | Cyber Fraud | scam
પ્રતિકારત્મક તસ્વીર (Photo – Canva)

આ નોકરીમાં આ નકલી પ્રોફાઇલ્સ દ્વારા અન્ય લોકો સાથે ચેટ કરવાનું અને તેમનો વિશ્વાસ જીતવાનું કામ સોંપ્યુ હતુ. “અમે સ્કેમર્સ હતા. એકવાર અમે ફ્રેન્ડલી બની ગયા પછી, અમે લોકોને છેતરપિંડીપૂર્ણ વ્યવસાયોમાં રોકાણ કરવા માટે કહેતા અને એકવાર તેઓ પેમેન્ટ કરી દે તે પછી તેમના એકાઉન્ટને બ્લોક કરતા હતા. મને ફિલિપાઈન્સના લોકોને હેન્ડલ કરવાનું કહેવામાં આવ્યું હતું.

તમને નાણાંકીય રીતે સદ્ધર હોય તેવા વ્યક્તિઓને ટાર્ગેટ બનાવતા. અમે પ્રોફાઇલમાં વ્યક્તિના કપડા, ઘડિયાળ, કાર જેવી બાબતોના આધારે ટાર્ગેટ નક્કી કરતા હતા.

સાહુએ ઘટસ્ફોટ કરે છે, અમે વાતચીત કરવા માટે ટ્રાન્સલેટ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. ભારત, ઇન્ડોનેશિયા અને નેપાળના હજારો યુવાનો ત્યાં વિવિધ ચીની કંપનીઓ માટે સ્કેમર્સ તરીકે કામ કરે છે. જ્યારે તેણે આખરે વધુ કામ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેને સીસીટીવી દેખરેખ હેઠળ એક રૂમમાં મૂકવામાં આવ્યો અને બહાર ન જવા માટે કહેવામાં આવ્યું. મેં 32 દિવસ સુધી જે કામ કર્યું તેના માટે મને કોઈ પગાર મળ્યો નથી.

સાહુના પરિવારે આખરે ભાજપના સ્થાનિક નેતાનો સંપર્ક કર્યો, જેમણે આ મામલો કેન્દ્રીય પ્રધાન પ્રધાન સમક્ષ ઉઠાવ્યો. એકવાર પ્રધાને તેમના કેબિનેટ સાથી એસ જયશંકરને આ વાત કરી, સાહુનું દેશમાં પરત ફરવું શક્ય બન્યું.

તે જેલ સિવાય બીજું કંઈ ન હતું’

કર્ણાટકના ચિક્કામગાલુરુ જિલ્લામાં 28 વર્ષીય અશોક બીકોમ ડિગ્રી હોવા છતાં નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તે ગયા વર્ષે માર્ચમાં બેંગકોક થઈને કંબોડિયા પહોંચ્યો હતો અને નવેમ્બરમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો. તે પોતાની આપવીતી જણાવતા કહે છે, મને ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરી માટે રૂ. 80,000-1,00,000ના પગારની ઓફર કરવામાં આવી હતી. એજન્ટ નજીકના શહેરમાં રહેતો હતો.

તે કહે છે, તે મારી સાથે ત્યાં ગયો. ત્યાં પહોંચતા જ મારો પાસપોર્ટ અને વિઝા છિનવી લીધા. બે અઠવાડિયામાં જ હું સમજી ગયો કે મારે સાયબર ફ્રોડની કામગીરી કરવાની છે. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો ત્યારે મારા મેનેજરે મને છોડવા માટે 13 લાખ રૂપિયાની માંગણી કરી. તે એક રીતે જેલ સિવાય બીજું કંઈ ન હતું. ત્યાંથી બહાર નીકળી શકતા નથા. અશોક જેવા ઘણા લોકોએ સંજોગો સાથે સમાધાન કર્યું. તેણે મહિલા બનીને ડેટિંગ એપ્સ પર ટાર્ગેટ શોધવાના હતા.

તેના એમ્પ્લોયરો તેની વોટ્સએપ ચેટ પર નજર રાખી રહ્યા છે તે વાતથી અજાણ અશોકે એક દિવસ ડેટિંગ એપ પર મળેલા એક માણસ સાથે વાત કરી. તેમણે મને એક અંધારા રૂમમાં મૂકવામાં આવ્યો, લોખંડના સળિયાથી માર માર્યો અને ઇલેક્ટ્રિક શોક આપ્યા. મારો ફોન જપ્ત કરી લીધો; તે નરક જેવું હતું. છ દિવસની કેદ દરમિયાન તેમણે મને બે વાર ફોન આપ્યો અને તે પણ માત્ર એટલા માટે કે મારી મુક્તિ મારા પરિવાર પાસે પૈસા માંગી શકું. મારી સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂત થતા મારા પરિવારે કર્ણાટકમાં પોલીસ ફરિયાદ નોંધાવી. સબનસીબે સાહુ અને અશોક સહી સલામત ભારત પરત આવવામાં સફળ થયા જો કે હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં ફસાયેલા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ