Indonesia Flood | ઇન્ડોનેશિયા પૂર માં અનેક ઘર ડૂબ્યા, 50 થી વધુના મોત, 27 હજુ ગુમ

Indonesia floods : ઈન્ડોનેશિયા માં પૂર થી ભયાનક સ્થિતિ, પર્વતિય વિસ્તારમાં અનેક લોકોના ઘર પાણીમાં તણાયા, 50 થી વધુના મોત તો અનેક લોકો હજુ ગુમ. બચાવ કામગીરી ચાલુ.

Indonesia floods : ઈન્ડોનેશિયા માં પૂર થી ભયાનક સ્થિતિ, પર્વતિય વિસ્તારમાં અનેક લોકોના ઘર પાણીમાં તણાયા, 50 થી વધુના મોત તો અનેક લોકો હજુ ગુમ. બચાવ કામગીરી ચાલુ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Indonesia floods

ઈન્ડોનેશિયા પૂર (ફોટો - સોશિયલ મીડિયા)

Indonesia Flood | ઇન્ડોનેશિયા પૂર : ઈન્ડોનેશિયામાં આવેલા અચાનક પૂરથી અનેક લોકો ઘર વિહોણા તો અનેક લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા છે. બચાવ ટીમ મંગળવારે પણ નદીઓમાં અને નાશ પામેલા ગામોના કાટમાળમાં મૃતદેહોની શોધ કરી રહી છે. સપ્તાહના અંતે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર આવેલા ફ્લેશ પૂરમાં અત્યાર સુધીમાં 50 થી વધુના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Advertisment

મરાપી પર્વત પર ભૂસ્ખલન, નદીઓ ગાંડી તૂર બની

ચોમાસાના વરસાદ અને મરાપી પર્વત પરથી કાદવ અને ઠંડા લાવાના ભૂસ્ખલનને કારણે નદીઓ ગાંડી તૂર બની અને કાંઠા તોડી ગામોમાં પાણી ઘુસી ગયું. શનિવારની મધ્યરાત્રિ પહેલા, પશ્ચિમ સુમાત્રા પ્રાંતના ચાર જિલ્લાના પર્વતીય ગામોમાં પૂર આવ્યું હતું.

ઈન્ડોનેશિયા પૂર - 79 ઘર પાણીમાં તણાઈ ગયા

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે, પૂરમાં અનેક લોકો અને 79 જેટલા ઘરો વહી ગયા હતા અને સેંકડો ઘરો અને ઇમારતો પાણીમાં ડૂબી ગઈ હતી, જેના કારણે 3,300 થી વધુ રહેવાસીઓને કામચલાઉ સરકારી આશ્રયસ્થાનોમાં રહેવાની ફરજ પડી છે.

,

Advertisment

50ના મોત, 27 હજુ ગુમ

મુહરીએ જણાવ્યું હતું કે, મંગળવાર સુધીમાં કાટમાળ અને નદીઓમાંથી 50 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના આગમ અને તનાહ દાતાર જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત લોકોના છે, જ્યારે બચાવ કાર્યકરો 27 લોકોની શોધ કરી રહ્યા છે, જેઓ ગુમ થયા હતા.

ટેલિવિઝન અહેવાલોમાં જણાવ્યા અનુસાર, બચાવ કાર્યકરો જેકહેમર, ગોળાકાર આરી, ખેતરના સાધનો અને ક્યારેક તેમના ખુલ્લા હાથનો ઉપયોગ કરીને આગમા જિલ્લામાં ખોદકામ કરી રહ્યા છે, જ્યાં રસ્તાઓ કાદવવાળી ભૂરી નદીઓમાં ફેરવાઈ ગયા છે અને ગામો જાડા કાદવ, ખડકો અને ઉખડી ગયેલા વૃક્ષોથી ઢંકાયેલા છે.

કાર સાથે સાત લોકો તણાઈ ગયા હતા

કેટલાક બચાવ કાર્યકરો તનાહ દાતાર જિલ્લામાં અનાઈ વેલી ધોધ વિસ્તારની આસપાસ નદીમાં પણ શોધ કરી રહ્યા છે, જ્યાં અચાનક પૂરના કારણે અનેક ટન માટી, ખડકો અને વૃક્ષો પડી ગયા હતા. અહી બચાવ કાર્યકરોનું ધ્યાન સાત લોકોના જૂથમાંથી ચાર લોકોને શોધવા પર પણ હતું, જેઓ તેમની કાર સાથે વહી ગયા હતા. પ્રાંતીય રાજધાની પડાંગમાં શોધ અને બચાવ કાર્યાલયના વડા અબ્દુલ મલિકે જણાવ્યું હતું કે, સોમવારે વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.

,

મૃત્યુઆંક હજુ વધી શકે છે

મલિકે જણાવ્યું હતું કે, "મૃતકોની સંખ્યા વધવાની ધારણા છે કારણ કે, ઘણા લોકો હજુ ગુમ છે અને કેટલાક દૂરના વિસ્તારો હજુ પણ દુર્ગમ છે."

ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ અને પૂરનું સંકટ

ભારે વરસાદને કારણે ઇન્ડોનેશિયામાં વારંવાર ભૂસ્ખલન અને અચાનક પૂર આવે છે, અહીં 17,000 થી વધુ ટાપુઓનો દ્વીપસમૂહ છે, જ્યાં લાખો લોકો પર્વતીય વિસ્તારોમાં અથવા પૂરના મેદાનોની નજીક રહે છે.

https://twitter.com/search?q=Indonesia%20floods&src=typed_query

પશ્ચિમ સુમાત્રામાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલન થયાના બે મહિના પછી સપ્તાહના અંતે આપત્તિ આવી હતી, જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને 11 અન્ય લોકો ગુમ થયા હતા.

ગયા વર્ષના અંતમાં, માઉન્ટ મરાપી ખાતે અચાનક જ્વાળામુખી વિસ્ફોટમાં 23 પર્વતારોહકો માર્યા ગયા હતા. ઇન્ડોનેશિયાના સેન્ટર ફોર વોલ્કેનોલોજી એન્ડ જીઓલોજિકલ ડિઝાસ્ટર મિટિગેશન અનુસાર, પર્વતમાં અચાનક વિસ્ફોટની આગાહી કરવી મુશ્કેલ છે કારણ કે, સ્ત્રોત છીછરો અને સમિટની નજીક છે.

આ પણ વાંચો - ભારત સાથે સંબંધ બગાડવાનું પરિણામ! ભારતે દાનમાં આપેલા વિમાન-હેલિકોપ્ટર ઉડાવવા માલદીવ પાસે પાયલોટ જ નથી

મરાપી પર્વત પર જ્વાળામુખી સક્રિય છે, જોકે આ વર્ષે તેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઇન્ડોનેશિયામાં 120 થી વધુ સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. પેસિફિક બેસિનને ઘેરી લેતી જ્વાળામુખી અને ફોલ્ટ લાઇનની ચાપ "રીંગ ઓફ ફાયર" પર સ્થિત હોવાને કારણે દેશ ધરતીકંપની અસ્થિરતાનો શિકાર બન્યો છે.

ગુજરાતી ન્યૂઝ ઇન્ડોનેશિયા વિશ્વ