અમદાવાદ : અમદાવાદ: પ્રરણાત્મક કહાની, કેબ ડ્રાઈવર બનતા પહેલા સાયકલ પણ ચલાવી ન હતી, પતિ બીમાર પડ્યા અને…

Ahmedabad Cab Driver Female : અમદાવાદની એક મહિલા કેબ ડ્રાઈવરની પ્રરણાત્મક કહાની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી, મહિલાએ પહેલા ક્યારેય સાયકલ પણ ચલાવી ન હતી, પરંતુ પતિ બિમાર પડ્યા અને ઘરની જવાબદારી ઉપાડવા તેણે લોન પર લીધેલ કાર ચલાવવાનું શરૂ કર્યું.

Ahmedabad Cab Driver Female : અમદાવાદની એક મહિલા કેબ ડ્રાઈવરની પ્રરણાત્મક કહાની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી, મહિલાએ પહેલા ક્યારેય સાયકલ પણ ચલાવી ન હતી, પરંતુ પતિ બિમાર પડ્યા અને ઘરની જવાબદારી ઉપાડવા તેણે લોન પર લીધેલ કાર ચલાવવાનું શરૂ કર્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Cab Driver Female

અમદાવાદ મહિલા કેબ ડ્રાઈવર (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad | અમદાવાદ : વિપરીત પરિસ્થિતિ જ જીવનની શ્રેષ્ઠ શિક્ષક બને છે અને અર્ચના પાટીલની આ કહાની તે વાત નો મોટો પુરાવો છે. પાટીલ, જે અમદાવાદની રહેવાસી છે, જ્યારે તેમના પતિ બીમાર પડ્યા ત્યારે તેમના પરિવાર માટે તેણે પગ પર ઊભા રહેવાનું નક્કી કર્યું. કેબ ડ્રાઈવર બનતા પહેલા તેણે ક્યારેય સાઈકલ પણ ચલાવી ન હતી.

Advertisment

પાટીલની પ્રેરણાદાયી કહાની ફેસબુક યુઝર ઓજસ દેસાઈ દ્વારા શેર કરવામાં આવી હતી, જે પ્રથમ મહિલા ઓલા ડ્રાઈવરને મળ્યા હતા. પાટીલ અને તેમના સંઘર્ષ વિશે દેસાઈની લાંબી પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે.

પોસ્ટ અનુસાર, પાટીલના પતિ ઓલા ડ્રાઈવર હતા પરંતુ, તબિયત ખરાબ હોવાને કારણે તેમણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. કેબ લોન પર લેવામાં આવી હતી અને પાટીલે તેના પતિની જ કેબ ચલાવવાનું નક્કી કર્યું. ડ્રાઇવિંગ શીખવા અને તેનું લાઇસન્સ મેળવવામાં તેને છ મહિનાનો સમય લાગ્યો.

દેસાઈએ લખ્યું, “આજે અમદાવાદમાં, મેં રેલ્વે સ્ટેશન પહોંચવા માટે ઓલા કેબ બુક કરી. કન્ફર્મેશન મેસેજમાં ડ્રાઈવરનું નામ અર્ચના પાટીલ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તે અર્ચના એક અદ્ભુત સ્ત્રી હતી. ઓલા કેબ ચલાવવી કજાચ એટલી ઉલ્લેખનીય ન હોય, પરંતુ તેને આટલી સહેલાઇથી અને આટલી સારી રીતે ડ્રાઇવિંગ કરતા જોઈને મને આનંદ થયો હતો.”

Advertisment

તેમણે કહ્યું, છેવટે, ઓલા અથવા ઉબેરમાં મહિલા ડ્રાઇવર સાથે આ મારી પ્રથમ મુલાકાત મુસાફરી હતી. મારા શહેર સુરતમાં, મેં મહિલા ઓટો ડ્રાઈવરોને જોઈ છે, પરંતુ, મેં ક્યારેય ઓલા કે ઉબેરમાં કોઈ મહિલા ડ્રાઈવરની સેવાઓનો ઉપયોગ કર્યો નથી. તમે કહી શકો કે તે એટલું ઉલ્લેખનીય નથી.”

અહીં વાયરલ પોસ્ટ પર એક નજર નાખો:

આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયાઓ મળી અને સોશિયલ મીડિયા યુઝર્સે પાટીલની હિંમતની પ્રશંસા કરી. એક ફેસબુક યુઝરે લખ્યું, “બહાદુર મહિલા. સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણીનું મોહક સ્મિત જુઓ. અન્ય મહિલાઓને પડકારોનો સામનો કરવા પ્રોત્સાહિત કરશે. અને તેને થોડો લાઈમલાઈટ લાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.”

અન્ય યુઝરે ટિપ્પણી કરી, “કોઈ વ્યક્તિ જે બહાનું નથી બનાવતી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તક જુએ છે, તે ખરેખર પ્રેરણાદાયક છે! આ કહાની શેર કરવા બદલ આભાર.”

આ પણ વાંચો - AC Accident VIDEO : બીજા માળેથી AC માથા પર પડ્યું, સ્થળ પર જ છોકરાનું દર્દનાક મોત

ગયા મહિને, મુંબઈની ઝૂંપડપટ્ટીમાં દર મહિને 500 રૂપિયાના ભાડા પર રૂમમાં રહેતા નોર્થ-ઈસ્ટના સંઘર્ષશીલ કલાકારનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ યુવક, જે ગાયનમાં કારકિર્દી બનાવવા શહેરમાં આવ્યો હોવાનું કહેવાય છે, તે પોતાની આજીવિકા કમાવવા માટે Zomato ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે.

ગુજરાતી ન્યૂઝ વાયરલ વીડિયો દેશ