જમ્મુની ફેમસ RJ સિમરનનું મોત, ગુરુગ્રામના ફ્લેટમાં મળી આવ્યો મૃતદેહ

RJ Simran Found Dead : RJ સિમરને કથિત રીતે આત્મહત્યા કરી છે. જાણકારી અનુસાર સિમરન પહેલા ફેમસ રેડિયો જોકી રહી ચૂકી છે હાલ તે ફ્રીલાન્સ વર્ક કરતી હતી

RJ Simran Found Dead : RJ સિમરને કથિત રીતે આત્મહત્યા કરી છે. જાણકારી અનુસાર સિમરન પહેલા ફેમસ રેડિયો જોકી રહી ચૂકી છે હાલ તે ફ્રીલાન્સ વર્ક કરતી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
RJ Simran Singh, RJ Simran Found Dead

RJ Simran Found Dead : આરજે સિમરને કથિત રીતે આત્મહત્યા કરી છે (તસવીર - સોશિયલ મીડિા)

RJ Simran Found Dead : RJ સિમરને કથિત રીતે આત્મહત્યા કરી છે, તે જમ્મુની રહેવાસી છે. રિપોર્ટ પ્રમાણે તેનો મૃતદેહ તેના ગુરુગ્રામ ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત જમ્મુથી કરી હતી. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Advertisment

સિમરન હાલ ફ્રીલાન્સ વર્ક કરતી હતી

જાણકારી અનુસાર સિમરન પહેલા ફેમસ રેડિયો જોકી રહી ચૂકી છે હાલ તે ફ્રીલાન્સ વર્ક કરતી હતી. મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. સિમરનના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર 60 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ સમાચાર સાંભળી પ્રશંસકોના દિલ તુટી ગયા છે. પોતાના ઇન્સ્ટાગ્રાન પર તે પોતાને જમ્મુની ધડકન કહે છે.

https://twitter.com/sumedhasharma86/status/1872265722388500842

સિમરન જમ્મુના નાનક નગરની રહેવાસી હતી. તે પહેલા રેડિયોમાં આરજે હતી ત્યાં 2021 સુધી કામ કર્યા બાદ તેણે ત્યાંથી નોકરી છોડી દીધી હતી, હાલ તે ફ્રીલાન્સિંગ કરી રહી હતી. આ સાથે તે ઇન્સ્ટા પર વીડિયો પણ બનાવતી હતી.

https://www.instagram.com/p/CWqdFclDMjH/

એનડીટીવીના રિપોર્ટ અનુસાર સિમરનના મિત્રએ પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી. હાલ આ કેસની તપાસ દરેક એંગલથી થઇ રહી છે.

Advertisment
બ્રેકિંગ ન્યૂઝ celebrities