International Day for Biological Diversity : જૈવ વિવિધતા દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો કારણ, ઈતિહાસ અને મહત્વ

International Day for Biological Diversity : દર વર્ષે 22ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરી હતી

International Day for Biological Diversity : દર વર્ષે 22ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
International Day for Biological Diversity, International Day for Biological Diversity 2024

international day for biological diversity 2024 : દર વર્ષે 22ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે મનાવવામાં આવે છે

International Day for Biological Diversity 2024 : દર વર્ષે 22ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરી હતી. કુદરતી પર્યાવરણને જાળવી રાખવા માટે જૈવ વિવિધતા જરૂરી છે. આપણા જીવનમાં જૈવ વિવિધતા ઘણી જરૂરી છે.

Advertisment

આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ અથવા વિશ્વ જૈવ વિવિધતા સંરક્ષણ દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 22 મેના રોજ ઉજવવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય પર્વ છે. તેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. જૈવવિવિધતાને તમામ જીવો અને ઇકોસિસ્ટમ્સની વિવિધતા અને અસમાનતા કહેવામાં આવે છે.

1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલા જૈવવિવિધતા સંમેલન મુજબ જૈવવિવિધતાની વ્યાખ્યા નીચે મુજબ છે: – “ધરતી, મહાસાગર અને અન્ય જળચર ઇકોસિસ્ટમમાં હાજર અથવા તેનાથી સંબંધિત તંત્રોમાં મળી આવતા જીવોની વચ્ચે વિભિન્નતા એ જૈવવિવિધતા છે.”

જૈવ વિવિધતા દિવસ ઈતિહાસ

કુદરતી અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં જૈવ વિવિધતાનું મહત્વ જોઈને જૈવ વિવિધતા દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય 29 ડિસેમ્બર 1992 ના રોજ નૈરોબીમાં આયોજીત જૈવ વિવિધતા સંમેલનમાં લેવામાં આવ્યો હતો, પરંતુ ઘણા દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી વ્યવહારિક મુશ્કેલીઓને કારણે, આ દિવસ 29 મેના બદલે 22 મેના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Advertisment

આ પણ વાંચો - 21 મે ના રોજ કેમ મનાવવામાં આવે છે આતંકવાદ વિરોધી દિવસ, જાણો મહત્વ, ઈતિહાસ

જૈવ વિવિધતા દિવસ મહત્વ

આપણું જીવન પ્રકૃતિનું અનુપમ ઉપહાર છે. વૃક્ષો, માટી, પાણી, હવા, અનેક પ્રકારના જીવજંતુ, નદી, સમૃદ્ર આ બધી પ્રકૃતિની ભેટનું આપણે સંરક્ષણ કરવું જોઈએ. કારણ કે તે જ આપણા અસ્તિત્વ અને વિકાસ માટે કામ આવે છે.

જેનો હેતુ ખાસ કરીને જંગલો, સંસ્કૃતિ, જીવનની કળા અને હસ્તકલા, સંગીત, વસ્ત્રો-ખોરાક, ઔષધીય વનસ્પતિઓનું મહત્વ વગેરે દર્શાવીને જૈવ વિવિધતાના મહત્વ અને તેની ગેરહાજરીના જોખમો વિશે જાગૃતિ લાવવાનો છે.

આજના દિવસનો ઇતિહાસ દેશ