/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/International-Day-of-Action-for-Rivers-.jpg)
નદીઓ માત્ર માનવી જ નહીં પરંતુ પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષો માટે જીવનદાતા છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
International Day of Action for Rivers 2024 : દર વર્ષે 14 માર્ચે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ ઉજવવામાં આવે છે. તે એક વૈશ્વિક કાર્યક્રમ છે જેનો હેતુ નદીઓના મહત્વ વિશે જણાવવાનો અને લોકોને વિવિધ જોખમોથી નદીઓને બચાવવા માટે જાગૃત કરવાનો છે. નદીઓમાં વધી રહેલા પ્રદૂષણને રોકવાનો, લોકોને નદીઓની સુરક્ષા માટેનાં ઉપાયોથી વાકેફ કરવાનો અને તેમના માટે બનાવવામાં આવેલી નીતિઓને સુધારવાનો છે.
નદીઓ માત્ર માનવી જ નહીં પરંતુ પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષો માટે જીવનદાતા છે. પાણી વગરના જીવનની કલ્પના કરવી શક્ય છે, પરંતુ પર્યાવરણમાં ફેલાતું પ્રદૂષણ અને માણસો દ્વારા ઉત્પન્ન થતી ગંદકી નદીઓના અસ્તિત્વને જોખમમાં મgકી રહી છે. ભારતમાં ગંગા નદી પણ આનાથી અસ્પૃશ્ય નથી. આવી સ્થિતિમાં જો નદીઓના સંરક્ષણની કાળજી લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ જોખમી બની શકે છે.
ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ દિવસની શરૂઆત કેવી રીતે થઈ?
બ્રાઝિલના કુરિટિબામાં બંધોથી અસરગ્રસ્ત લોકોની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠકમાં 14 માર્ચ 1997ના રોજ ડેમો અને નદીઓ માટે આંતરરાષ્ટ્રીય એક્શન ડેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 14 માર્ચને વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ તરીકે ઉજવવામાં આવે છે. 14 માર્ચે 20 દેશોને નોમિનેટ કરવામાં આવ્યા હતા અને તેમણે વિશ્વના તમામ મોટા ડેમની જાળવણી અને સલામતી માટે વિશેષ કાળજી લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. હાલના સમયમાં 100થી વધુ દેશો તેમાં જોડાયા છે.
ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ 2024 થીમ
ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ 2024 ની થીમ Water for All (બધા માટે પાણી) છે. અગાઉ 2023ની થીમ નદીઓના અધિકાર રાખવામાં આવી હતી.
આ પણ વાંચો - નો સ્મોકિંગ ડે કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ મહત્વ
પાણી પીવા ઉપરાંત તે પૃથ્વીમાં ભેજ જાળવી રાખવામાં પણ મદદગાર સાબિત થાય છે. પૃથ્વી પર ઉગતી વનસ્પતિ અને પાકને પણ આ પાણીથી પોષણ મળે છે. તેથી જો પાણી દૂષિત થશે તો આ બધા પર અસર થશે, જે માત્ર પાણી માટે જ નહીં પરંતુ આપણા અસ્તિત્વ માટે પણ ખતરો છે. તો આ સમસ્યા કેટલી મોટી છે અને આ દિવસનો હેતુ લોકોને તેના ગેરફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે.
ઘણી સંસ્થાઓ અને સમુદાયો આ દિવસે નદી સફાઈ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઇવેન્ટ્સ સ્વયંસેવકોને નદીઓમાંથી કચરો દૂર કરવા, તેમના સ્વાસ્થ્ય અને દેખાવમાં સુધારો કરવાની તક પૂરી પાડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us